________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, : ૧.
[ ૩૩૯]
શબ્દાર્થ :- વારિ સાહિ મારે = કંઈક અધિક ચાર માસ સુધી, વહ = ઘણાં, પાપનાથા = પ્રાણી, ભ્રમર વગેરે, આ = આવીને, મા = ચઢીને, ચં = શરીર પર, વરિંતુ = ફરતા હતા તથા, આલિયા = રુષ્ટ થઈને, તત્થ = તેમના શરીરને, દિલિતું = ડંસતા હતા. ભાવાર્થ :- અભિનિષ્ક્રમણના સમયે ભગવાનના શરીર અને વસ્ત્ર ઉપર લાગેલા દિવ્ય સુગંધિત દ્રવ્યથી ખેંચાઈ ભમરાદિ ઘણા પ્રાણીઓ આવી તેના શરીર પર ચઢીને ફરતા હતા. કોઈ કોઈ ક્રોધિત થઈ ડિંખ મારતા હતા અને કરડતા હતા. આ ક્રમ સાધિક ચાર માસ પર્યત ચાલ્યો. | ४ संवच्छरं साहियं मासं, जंण रिक्कासि वत्थगं भगवं ।
अचेलए तओ चाई, तं वोसज्ज वत्थमणगारे ॥ શબ્દાર્થ - સંવર સાદ મા = એક માસ અધિક એક વર્ષ સુધી, i = જેને, ન રિવાલિ = ત્યાગ કર્યો ન હતો, વા= છકાયના રક્ષક, અણગારે = અણગાર ભગવાન મહાવીર સ્વામી, વોલન = ત્યાગ કરીને. ભાવાર્થ :- ભગવાને તેર મહિના સુધી તે વસ્ત્રનો ત્યાગ કર્યો નહિ ત્યાર પછી તે વસ્ત્રનો ત્યાગ કરીને છકાયના રક્ષક અણગાર ભગવાન મહાવીર સ્વામી અચેલક બની ગયા.
વિવેચન :
આ ચાર ગાથાઓમાં ભગવાન મહાવીરની દીક્ષા ક્યારે, કેવી રીતે થઈ ? વસ્ત્ર વિષયક શું પ્રતિજ્ઞા લીધી? શા માટે અને ક્યાં સુધી તેને ધારણ કર્યું, ક્યારે છોડ્યું? તેમના સુગંધિત શરીર પર સુગંધના લોલુપી જીવો તેમને કેવી રીતે હેરાન કરતા હતા? વગેરે વર્ણન છે. ૩૬૫ - મુનિદીક્ષા માટે ઉદ્યત થવું. વૃત્તિકાર તેની વ્યાખ્યા કરે છે– સર્વ આભૂષણોને છોડી, પંચમુષ્ટિ લોચ કરી, ઈન્દ્ર દ્વારા ખભા ઉપર નાખેલા એક દેવદૂષ્ય વસ્ત્રથી યુક્ત, દીક્ષા માટે ઉધત થઈ સામાયિકની પ્રતિજ્ઞા લેતા જ મન:પર્યાયજ્ઞાનને પામેલા ભગવાન આઠ કર્મોનો ક્ષય કરવા માટે તથા તીર્થ પ્રવર્તાવવા ઉદ્યત થયા. આદુ પથ્થરૂપ રસ્થા :- ભગવાન દીક્ષા લઈ કુંડગ્રામથી વિહાર કરી, એક મુહૂર્ત જેટલો સમય શેષ રહેતાં કુમારગ્રામ પહોંચ્યા. દીક્ષા લીધા પછી તરત જ કુંડગ્રામ છોડવાની પાછળ રહસ્ય એ હતું કે પોતાના પૂર્વ પરિચિત સગા-સંબંધીઓની સાથે સાધકે વધારે રહેવાથી અનુરાગ તેમજ મોહ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. મોહ, સાધકને પતનના માર્ગે ખેંચી જાય છે તથા તેથી ભવિષ્યમાં થનારા સાધકોના અનુસરણ માટે પોતે સ્વયં આચરણ કરીને સમજાવ્યું કે પૂર્વપરિચિત સ્થાનમાંથી તરતજ નીકળી જવું, તે જ સાધકોને માટે હિતાવહ છે. યં સહુ પુથાર્થતસ :- ભગવાનનું આ અનુધાર્મિક આચરણ હતું. સામાયિક ચારિત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org