________________
| ૩૨૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પ્રાપ્ત કરીને, "શરીર અને આત્મા અલગ-અલગ છે," આ સર્વજ્ઞ પ્રરૂપિત ભેદ-વિજ્ઞાનમાં પૂર્ણ વિશ્વાસ સાથે જ જેણે આ ઘોર અનશનનો શાસ્ત્રીય વિધિ અનુસાર સ્વીકાર કર્યો છે, તે સાધકનું મૃત્યુ સ્વાભાવિક જ હોય છે, તે મૃત્યુથી તે સર્વ કર્મ ક્ષય કરનાર પણ થઈ જાય છે.
આ રીતે આ પાદપોપગમરૂપ અનશન મોહથી મુક્ત કરાવનાર છે, હિતકર, સુખકર, સક્ષમ, કલ્યાણકર અને જન્માન્તરમાં પણ સાથે ચાલનાર છે અર્થાત્ સર્વ ભવોને સુધારનાર છે. – એમ ભગવાને કહ્યું છે.
| સાતમો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
આ સુત્રમાં સમાધિ મરણનો ત્રીજો પ્રકાર–પાદપોપગમન અનશનનું વર્ણન છે. આ અનશન વિશિષ્ટ સંહનનવાળા જ સ્વીકારી શકે છે. આ સૂત્રમાં શાસ્ત્રકારે આ અનશનના નામનું સૂચન કરેલ નથી છતાં સૂત્રના વર્ણન ક્રમથી સહજ સ્પષ્ટ થાય છે કે આ પાદપોપગમન અનશનનું વર્ણન છે. સમવાયાંગ સૂત્ર ૧૭ માં તેનું નામ પગોવામળ કહેલ છે. ટીકાકારે આ શબ્દની બે પ્રકારે છાયા કરીને અર્થ કર્યો છે. (૧) પાદપોપગમન - પાદપ એટલે વૃક્ષ, જે રીતે વિષમ કે સમ અવસ્થામાં નિશ્ચષ્ટ રહે છે. ગમે તે પરિસ્થિતિમાં પોતાના સ્થાનથી ચલ વિચલ થાય નહીં. તે રીતે આ અનશન સાધક જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ જીવન પર્યત નિશ્ચલ –નિશ્રેષ્ટ રહે છે. આ પ્રકારે પાદપની જેમ તેઓનો ઉપગમન-જીવન વ્યવહાર હોય છે તેથી તેઓના અનશનને પાદપોપગમન' કહેવાય છે. પાદપોપગમન અનશનના સાધક શરીરના સંબંધમાં કોઈ પણ પ્રકારે બીજાની સેવા લેતા નથી. (૨) પ્રાયોપગમન :- જ્યાં અને જે રૂપે સાધકે પોતાના શરીરને રાખ્યું હોય ત્યાં તે જ રૂપે આયુ પૂર્ણ થાય ત્યાં સુધી નિશ્ચલ રહે, શરીરને જરાપાત્ર પણ હલાવે નહિ. સ્વ અને પર બંનેની સેવા શુશ્રુષાથી રહિતનું જે મરણ થાય, તે પ્રાયોપગમન મરણ છે. બંને શબ્દોના પ્રયોગમાં 'પાદપોપગમન' શબ્દપ્રયોગ વધારે પ્રચલિત છે.
આ સંથારાની સર્વ વિધિ ઈગિતમરણ જેવી જ છે, પરંતુ ઈગિતમરણમાં પૂર્વના નિયત ક્ષેત્રમાં હાથ–પગાદિ અવયવોનું સંચાલન કરી શકાય છે જ્યારે પાદપોપગમનમાં એક જ નિયત સ્થાન પર ભિક્ષુ નિશ્રેષ્ટ રહે છે. શરીર સંબંધી કોઈ પણ સેવા પોતે કરતા નથી અને બીજાની સેવા પણ લેતા નથી. તેની સેવામાં રહેનાર શ્રમણ તેમની ઉપાધિ પ્રતિલેખન દેખરેખ વગેરે કરે છે. સૂત્રમાં આ પ્રત્યાખ્યાન વિષયક ત્રણ શબ્દો કહ્યા છે– વયં ૨ નો રૂરિયં જ
ક્વિઝા :- પાદપોપગમનમાં વિશેષ રૂપે ત્રણ બાબતોના પ્રત્યાખ્યાન અનિવાર્ય હોય છે. ૧. #ાયું - શરીરના મમત્વનો પૂર્ણ રૂપે ત્યાગ. ૨. ગોr -શરીરગત યોગ-આકુંચન, પ્રસારણ આદિ કાય વ્યાપાર, મન-વચનના સ્કૂલ યોગ. આ પ્રકારે ત્રણે યોગનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org