________________
| વિમોશ અધ્ય-૮, ઉ : ૬
૩૦૯ |
वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणाओ वा हणुयाओ वाम हणुयं णो संचारेज्जा आसाएमाणे । से अणासाए माणे लाघवियं आगममाणे, तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :- આશરેમાળ = આહાર કરતાં મુનિ, વામો = ડાબા, જુવાનો = ગલોફાથી, વારિખ હજુયં = જમણા ગલોફા તરફ, નો સંવાળા = સંચારિત કરે નહિ, લઈ જાય નહિ, માતા મા = સ્વાદ લેવા માટે. ભાવાર્થ :- ભિક્ષ કે ભિક્ષણી અશનાદિ ચારે પ્રકારનો આહાર કરતાં કવલનો આસ્વાદ લેવા ડાબા ગલોફાથી જમણા ગલોફે લઈ ન જાય, એ જ રીતે આસ્વાદ લેતાં જમણા ગલોફેથી ડાબા ગલોફે ન લઈ જાય. તે અનાસ્વાદ વૃત્તિથી પદાર્થોનો સ્વાદ નહિ લેતાં લાઘવતાને પ્રાપ્ત કરે છે, તેમજ તેને સહજ અવમૌદર્ય, વૃત્તિ સંક્ષેપ તેમજ કાયકલેશાદિ તપની ઉપલબ્ધિ થાય છે. ભગવાને જે રૂપે આહાર વિધિનું પ્રતિપાદન કર્યું છે, તેને તે રૂપે જાણીને સર્વપ્રકારે, પૂર્ણ રૂપે સમ્યક રીતે પાલન કરે. વિવેચન :
સામાન્યતયા દરેક શ્રમણ સ્વાદવૃત્તિના ત્યાગી હોય છે. છતાં આ સૂત્રમાં વિશિષ્ટ આત્મસાધક શ્રમણને વિશેષ જાગૃતિ માટે સ્વાદવૃત્તિના ત્યાગનું કથન કર્યું છે. ભિક્ષુ શરીર દ્વારા ધર્માચરણ તેમજ તપ, સંયમની આરાધના માટે આહાર કરે છે પરંતુ શરીરને પુષ્ટ કરવા, સુકોમળ રાખવા, વિલાસી તેમજ સ્વાદલોલુપ બનાવવા માટે આહાર કરતા નથી. સાધુએ શરીર અને શરીર સંબંધિત પદાર્થો પ્રત્યેની આસક્તિ તેમજ મોહનો ત્યાગ કરવાનો હોય છે. જો તે શરીર નિર્વાહ માટે યથોચિત આહારનો સ્વાદ લેશે તો સ્વાદવૃત્તિ વધતાં તેની એષણા સમિતિ દૂષિત થશે. આ કારણે સાધકની સાધનાના સુરક્ષાર્થે શાસ્ત્રકારે આ સૂત્રથી અનાસ્વાદવૃત્તિનો ઉપદેશ કર્યો છે. ઉત્ત. અ. ૩૫ ગા. ૧૭ માં પણ કહ્યું છે કે
अलोले ण रसे गिद्धे, जिब्भादंते अमुच्छिऐ ।
ण रसट्ठाए भुजिज्जा, जवणट्ठाए महामुणी ॥ જીભને વશમાં રાખનાર અનાસક્ત મુનિ સરસ આહારમાં કે સ્વાદમાં લોલુપ થાય નહિ અને વૃદ્ધ ન થાય. મહામુનિ સ્વાદ માટે નહિ પરંતુ સંયમી જીવન પસાર કરવા માટે ભોજન કરે.
પાંચમા ઉદ્દેશકમાં અભિહત દોષના માધ્યમે એષણાના દોષ રહિત નિર્દોષ આહાર લેવાનો નિર્દેશ કર્યો હતો. આ સુત્રમાં શાસ્ત્રકાર પરિભોગેષણાના દોષોથી દૂર રહીને આહાર કરવાનો સંકેત કર્યો છે. અંગારાદિ માંડલાના પાંચ દોષોના કારણે રાગદ્વેષ, મોહાદિ ઉત્પન્ન થાય છે માટે સંયમનિર્વાહાર્થ આહાર કરવામાં સ્વાદ વિજય જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org