________________
વિમોક્ષ અધ્ય-૮, ૧ઃ ૩
_
૨૮૯ |
તે જન્મ અને મરણના સ્વરૂપને સમજીને રાગદ્વેષ રહિત અને સંયમાચરણમાં નિપુણ થઈ જાય
વિવેચન :
મનિ-દીક્ષા ગ્રહણની ઉત્તમ અવસ્થા- (૧) મનુષ્યની ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છેબાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થામાં પણ દીક્ષા લઈ શકાય છે પરંતુ મધ્યમ અવસ્થા મુનિ દીક્ષા માટે સર્વ સામાન્ય માનવામાં આવે છે કારણ કે આ વયમાં બુદ્ધિ પરિપક્વ થઈ જાય છે. ભક્તભોગી મનુષ્યનું ભોગ વિષયક આકર્ષણ ઓછું થઈ જાય છે, તેથી તેનો વૈરાગ્ય રંગ પરિપક્વ થઈ જાય છે, તેમ જ તે સ્વસ્થ અને સશક્ત હોવાના કારણે પરીષહો અને ઉપસર્ગોને સહી શકે છે, તપશ્ચર્યા આદિ ધર્મોનું પાલન પણ સુખપૂર્વક કરી શકે છે. તેનું શાસ્ત્રીય જ્ઞાન પણ અનુભવથી સમૃદ્ધ થઈ જાય છે, માટે મુનિધર્મના આચરણ માટે મધ્યમ અવસ્થા સર્વજન સ્વીકાર્ય છે તેથી આ સૂત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણધરો પણ ઘણું કરીને મધ્યમ વયમાં દીક્ષિત થયા હતા. ભગવાન મહાવીર પણ પ્રથમ વયને પાર કરીને દીક્ષિત થયા હતા. બાલ્યાવસ્થા તેમજ વૃદ્ધાવસ્થામાં પણ મુનિધર્મની આરાધના થાય છે.
સંજુમન :- મુનિ દીક્ષાના સ્વીકાર પહેલા સંબોધિ પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. સાધકને ત્રણ પ્રકારેથી સંબોધિ પ્રાપ્ત થાય છે– સ્વયંસંબુદ્ધ- પોતાની મેળે સંબોધિને પ્રાપ્ત, પ્રત્યેક બુદ્ધ- કોઈનિમિત્તથી સંબોધિને પ્રાપ્ત, અથવા બુદ્ધબોધિત- કોઈના ઉપદેશથી સંબોધિને પ્રાપ્ત હોય. આ સૂત્રમાં કોઈ જ્ઞાની પાસેથી બોધ પામેલ સાધક અર્થાત્ બુદ્ધબોધિતની અપેક્ષાએ કથન છે.
સોશ્વા વર્ષ માવી પડિયા સાનિયા - ચૂર્ણિકારે આ સૂત્રનો આ પ્રમાણે અર્થ કર્યો છે. પંડિતો-ગણધરોએ સૂત્રરૂપમાં ગૂંથેલ, મેધાવી-તીર્થકરના વચન સાંભળી તથા હૃદયમાં ધારણ કરીને, મધ્યમ વયમાં પ્રવ્રજિત થાય છે. તે ૩ળવવમી :- જે ગૃહવાસ છોડી મુનિધર્મમાં દીક્ષિત થયા છે અને મોક્ષ તરફનું જેઓનું ગમન છે તેઓ કામભોગોની આકાંક્ષા રાખતા નથી.
વાળ અપરિતાદેમા :- આ શબ્દો પ્રાણાતિપાત વિરમણ અને પરિગ્રહ વિરમણ મહાવ્રતના દ્યોતક છે. પહેલું અને છેલ્લે મહાવ્રત ગ્રહણ કરવાથી મધ્યના મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને મૈથુન વિરમણ મહાવ્રતોનું ગ્રહણ થઈ જાય છે. આ પ્રકારે તે સાધક પાંચ મહાવ્રતના પાલન કરનારા થઈ જાય છે. તે મહાવ્રતી પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ રહિત હોય છે. તેઓને જ તીર્થકર, ગણધરાદિએ મહાનિગ્રંથ કહ્યા છે.
સાથે - જે બાહ્ય અને આત્યંતર ગ્રંથોથી મુક્ત થઈ ગયા છે. તે અગ્રંથ. અગ્રંથ કે નિગ્રંથ બંનેનો અર્થ એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org