________________
સંપાદકીય
ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
પ્રિય પાઠક ગણ !
જૈન આગમ સાહિત્યનું, પ્રાચીન ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થૂળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી પરંતુ જ્ઞાન–વિજ્ઞાન, ન્યાય—નીતિ, આચાર-વિચારનું, ધર્મ-દર્શન, અધ્યાત્મ અને અનુભવનો અનુપમ અક્ષય ખજાનો છે. ભારતીય ચિંતનમાંથી થોડી ક્ષણો માટે જૈન આગમ–સાહિત્યને પૃથક્ કરવામાં આવે તો ભારતીય સાહિત્યની આધ્યાત્મિક ગરિમા તથા દિવ્ય અને ભવ્ય જ્ઞાનની તેજસ્વિતા ઝાંખી—ધૂંધળી લાગશે અને એવી પ્રતીતિ થશે કે આપણે બહુ મોટા નિધાનથી વંચિત છીએ.
અમારી નિષ્ઠા, શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરનાર એક શબ્દ છે 'આગમ'. આચાર્ય મલયિગિરના ભાવાનુસાર 'આગમ' અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર એવં અક્ષય સ્રોત છે. 'આગમ' અધ્યાત્મનું નિર્મળ દર્પણ છે. જેમાં આપણે આત્માનું વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. આગમ અર્થાત્ આત્મબોધનું માધ્યમ.
જૈન પરંપરામાં આગમના મૂળ ઉદ્દાતા-તીર્થંકર દેવ છે પરંતુ આગમના રચનાકાર ગણધર કહેવાય છે. વીતરાગ સર્વજ્ઞ અરિહંતોની વાણી હોવાથી "આગમની" પ્રામાણિકતા અને સાર્વભૌમિકતા સર્વથા અસંદિગ્ધ હોય છે. ગણધરો દ્વારા નિબદ્ધ (ગુંથિત) જ્ઞાન 'અંગપ્રવિષ્ટ' આગમના નામથી પ્રસિદ્ધ થાય છે તથા તેના આધારે અન્ય બહુશ્રુત શ્રમણો દ્વારા રચિત તદનુસારી શ્રુતજ્ઞાન 'અંગબાહ્ય' આગમ કહેવાય છે. અંગ પ્રવિષ્ટ આગમ–દ્વાદશાંગી નામથી પ્રસિદ્ધ છે. તેમાં પ્રથમ અંગ છે– આચારાંગ. જૈન આચાર શાસ્ત્રનો તે મૂળભૂત આધાર ગ્રંથ છે. તેમાં સાધકના આપ્યંતર એવં બાહ્ય વ્યક્તિત્વની પરિપૂર્ણ આભા તરવરે છે. સદ્વિચારની શબ્દ—સંધિઓમાં સદાચારનો સંચાર કરવો તે જ મૂળાધાર છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દર્શન અને તત્ત્વજ્ઞાન પ્રધાન
27
sona
"Woolnel bangjo |