SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, ઉ : ૩ _. ૨૪૫ રહે. બીજા સાધકોની પાસે પોતાનાથી ઓછાવત્તા ઉપકરણાદિ જોઈને તેઓ પ્રત્યે ધૃણા, દ્વેષ, તેજોદ્વેષ, પ્રતિસ્પર્ધા, રાગભાવ, અવજ્ઞા આદિ મનમાં ન લાવે, એ જ સમત્વ ભાવની સાધના કરવાની છે. તેમજ જે સાધક ત્રણ વસ્ત્રવાન, બે વસ્ત્રવાન, એક વસ્ત્રવાન કે વસ્ત્ર રહિત છે તેઓ પરસ્પર એકબીજાની અવજ્ઞા, નિંદા, ધૃણા કરે નહિ, કારણ કે આ સર્વ જિનાજ્ઞામાં છે. વસ્ત્રાદિના વિષયમાં સમાન આચાર હોતો નથી, તેનું કારણ સાધકોના પોતપોતાના સંહનન, વૈર્ય, સહનશક્તિ આદિ છે. સાધક સ્વયંથી વિભિન્ન આચારવાન સાધુને જોઈને તેની અવજ્ઞા કરે નહીં, પોતાને હીન માને નહીં. સર્વ સાધક યથાવિધિ કર્મક્ષય કરવા માટે સંયમમાં પ્રયત્નશીલ છે, તે સર્વ જિનાજ્ઞામાં છે. આ પ્રમાણે જાણવું તે જ સમ્યક અભિજ્ઞાત છે. વં તેfઉં ... પણ હિલિયે :- આ સૂત્ર વાક્યનો અર્થ એ છે કે જે પરીષહ સહન આદિ ધૂતવાદનો ઉપદેશ છે તે અવ્યવહારિક કે અશક્ય અનુષ્ઠાન નથી. આ વાત સાધકોના હૃદયમાં સ્થિર કરવા માટે કહેલ છે. કેટલાય સાધકોએ અચલકત્વપૂર્વક લાઘવતા કેળવીને વિવિધ પરીષહોને કેટલાય વર્ષો સુધી(જીવન પર્યત) સહન કર્યા છે તથા સંયમમાં દઢ રહ્યા છે, તે ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સુધીના મુક્તિ ગમન યોગ્ય મહામુનિવરોને તું જો. વિસા વાહ ભવંતિ-વૃત્તિકારે આ પદનો અર્થ એ રીતે કર્યો છે– (૧) તપશ્ચર્યા તથા પરીષહ સહન કરવાથી તે પ્રજ્ઞા પ્રાપ્ત (સ્થિતપ્રજ્ઞ) મુનિઓની ભુજાઓ કૃશ થઈ જાય છે (૨) તેઓની બાધાઓ-પીડાઓ ૧ છે. તાત્પર્ય એ છે કે કર્મ ક્ષય માટે ઉધત પ્રજ્ઞાવાન મુનિને તપ કે પરીષહો શરીરને પીડા આપી શકે છે પણ તેના મનને પીડા આપી શક્તા નથી. વિસેળ - વિ+શ્રેણિ = માર્ગ કે દિશાનું પરિવર્તન કરવું. સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ, દ્વેષ-કષાય આદિની જે પરંપરા છે, તેને ક્ષમાદિથી વિશ્રેણિત કરીને અર્થાત્ તે દોષોની પરંપરાને તોડી પ્રતિપક્ષી ગુણો– ક્ષમા, સરળતા, શાંતિ, નિર્લોભતા, નમ્રતા, સમતા આદિમાં પરિવર્તિત કરે. પuિT:- સમત્વભાવથી જાણીને. જેમ કે ભગવાન મહાવીરના ધર્મશાસનમાં કોઈજિનકલ્પી (નિર્વસ્ત્ર) હોય છે, કોઈ એક વસ્ત્રધારી, કોઈ બે વસ્ત્રધારી અને કોઈ ત્રણ વસ્ત્રધારી હોય છે. કોઈ સ્થવિરકલ્પી માસખમણ કરે છે, કોઈ પંદર ઉપવાસનું તપ કરે છે, એ રીતે ઓછી વસ્તી તપશ્ચર્યા કરનાર અને કોઈ રોજના આહાર કરનારા પણ હોય છે. તે સર્વ તીર્થકરના વચનાનુસાર સંયમ પાલન કરે છે, તેઓની પરસ્પર નિંદા કે અવજ્ઞા કરવી નહિ, એ જ સમત્વભાવના છે. જે આ રીતે સમભાવ રાખે છે તે સમજ્વદર્શી છે. આ સુત્રનો બીજી રીતે અર્થ આ પ્રમાણે થાય છે– સંસાર વૃદ્ધિના કારણો (રાગદ્વેષ, વિષય, કષાય)ને જ્ઞ પરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરીને વિશિષ્ટ શ્રેણી પર આરૂઢ થઈને સંસાર સમુદ્રને પાર કરી ગયેલા સાધક મુક્ત, વિરત કહેવાય છે. અસંદીન-દ્વીપ સમાન ધર્મ : | ४ विरयं भिक्खुं रीयंतं चिरराओसियं अरई तत्थ किं विधारए ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy