________________
| ધૂત અધ્ય-૬, ૭:૨
૨૩૭ |
एगो मे सासओ अप्पा, नाण सण संजुओ ।
सेसा मे बाहिराभावा,सव्वे संजोगलक्खणा ॥ સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને ઉપલક્ષણથી સમ્યક ચારિત્રથી યુક્ત એકમાત્ર શાશ્વત આત્મા જ મારો છે. આત્મા સિવાય બીજા સર્વ પદાર્થો બાહ્ય છે, તે સંયોગજન્ય છે. જથ્થો મુજે રીતે – સર્વ પ્રકારે મુંડિત થઈને વિચરણ કરનારા. ઠાણાંગ સૂત્રમાં ચાર કષાય મુંડન, પાંચ ઈન્દ્રિય મુંડન અને શિરમુંડન, એમ દસ પ્રકારના મુંડન કહ્યા છે. શિરમુંડન એ સંયમની બાહ્ય વિધિનું મુખ્ય અંગ છે. તેનું મુંડન પ્રારંભમાં આવશ્યક છે છતાં સાધના કરતાં સાધકને પાંચે ય ઈન્દ્રિયોને પૂર્ણ નિયંત્રણમાં અને જિનાજ્ઞા પ્રમાણે રાખવી આવશ્યક છે. તેમાં જો સાધક સફળ થઈ જાય તો તે પાંચ ઈન્દ્રિય મંડન યુક્ત કહેવાય છે. તેમજ ચારે ય કષાયોને જીતીને શાંત, ઉપશાંત, નિર્મોહી, નિર્મમત્વી થઈ જાય, તો તે કષાયમુંડન યુક્ત કહેવાય છે. આ પ્રમાણે દસ મુંડનથી યુક્તને અહીં સર્વતઃ મુંડન કહ્યું છે. આક્રોશાદિ પરીષહોની તિતિક્ષા :
३ से आकुट्टे वा हए वा लूसिए वा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं सद्दफासेहिं इति संखाए एगयरे अण्णयरे अभिण्णाय तितिक्खमाणे परिव्वए जे य हिरी जे य अहिरीमणा । શબ્દાર્થ :- તે = તે મુનીને, આક્રોશ કરે, ૫ = દંડ આદિ દ્વારા મારે, તૂસણ = ઈજા પહોંચાડે, કેશ લુચન કરે, પતિ = પૂર્વકૃત અશુભ કાર્યોને, પત્થ = કહીને નિંદા કરે, પવિત્થ = બીજી રીતે નિંદા કરે, અહિં = અકૃતનો આક્ષેપ કરીને, ખોટા, સપાર્દિક શબ્દો અને કષ્ટોથી પીડા કરે તો તે સાધુ, રૂતિ = આ પ્રમાણે, સાપ = પોતાના પૂર્વકૃત કર્મોનું ફળ સમજીને સહન કરે, પાયરે - અનુકૂળ પરીષહ છે તેને, અવર = પ્રતિકૂળ પરીષહ છે તેને, મMય= જાણીને, તિતિવ@HIN = સમભાવપૂર્વક સહન કરતાં, પરબ્બE = સંયમનું પાલન કરે, હિરા = મનને પ્રસન્ન કરનાર, લજ્જારૂપ પરીષહ, મદિરમણ = મનને અપ્રિય લાગનારા, અલજ્જારૂપ પરીષહ. ભાવાર્થ :- (કદાચ) કોઈ વિરોધી તેઓને રોષના કારણે ગાળ દે, લાકડી આદિથી મારે–પીટે, તેના વાળ ખેંચે કે ઈજા પહોંચાડે, પહેલા કરેલા નિંદિત કાર્યની યાદી આપી, ધૃણા કરી અસભ્ય શબ્દનો પ્રયોગ કરી તેની નિંદા કરે, કોઈ વ્યક્તિ ખોટા આરોપના શબ્દોથી સંબોધિત કરે, હાથપગાદિ કાપવાનું ખોટું દોષારોપણ કરે, તેનો સારી રીતે વિચાર કરીને, મનને અનુકૂળ કે પ્રતિકૂળ, લજ્જાકારી કે અલજ્જાકારી પરીષહ ઉપસર્ગ ઉત્પન્ન થાય તો તેને મુનિ સમભાવપૂર્વક સમ્યક રીતે સહન કરતાં વિચરણ કરે.
વિવેચન :તે આકે - આ સૂત્રમાં ધૂતવાદી મુનિ પર આવતાં વધ, આક્રોશ આદિ પરીષહોનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org