________________
૨૩૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
દુસ્સહ પરીષહો સહન ન થવાથી તેઓ સાધુના ચિહ્નરૂપ એવા વસ્ત્ર, પાત્ર, કામળી, પાદપ્રીંછન વગેરેને છોડી, મુનિધર્મનો ત્યાગ કરે છે.
વિવિધ પ્રકારના કામભોગોને સ્વીકારીને તેના પર ગાઢ મમત્વ રાખનાર વ્યક્તિનું (પ્રવ્રજ્યા છોડી દીધા પછી) તરત જ, અંતર્મુહૂર્તમાં કે અપરિમિત–લાંબા સમયે શરીર છૂટી જાય છે, આત્મા અને શરીરનો ભેદ ન ઈચ્છવા છતાં ભેદ થઈ જાય છે. આ પ્રકારે વિનો અને દુઃખોથી યુક્ત જે વિષયભોગ છે તેના નિરંતર સેવનથી તે સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી. ખરેખર તે કામીપુરુષ કામભોગોથી અતૃપ્ત જ રહીને શરીરનો ત્યાગ કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં સાધકની ચાર અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે– (૧) વૈરાગ્યભાવે સંયમ ગ્રહણ (૨) સંયમ ન છોડતાં કુશીલાચાર (૩) વસ્ત્રાદિ સાધુવેશનો ત્યાગ (૪) કામભોગમાં અતૃપ્તપણે મૃત્યુ.
૩૨ નોમિય:- આ વાક્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) આ સંસારમાં પરસ્પર સ્નેહ–મોહમાં ફસાયેલા પારિવારિક લોકો આતુર રહે છે. (૨) સંસારના પ્રાણીઓ પોતાની લાલસાઓ પૂર્ણ કરવા, દુઃખથી છૂટી સુખી થવા માટે આતુર હોય છે. (૩) સંસારના સમસ્ત પ્રાણી ઈચ્છાકામ, મદનકામ અને વિવિધ દુઃખોથી પીડિત છે. આવાય = તે સમસ્ત આતુર-દુઃખી લોકોને જોઈ, વૈરાગ્યમય ચિંતન કરીને સંયમ સ્વીકાર કરે. વત્તા પુત્રરંગો :- સજીવ કે નિર્જીવ કોઈપણ વસ્તુનો સંયોગ થવાથી ધીરે ધીરે આસક્તિ, સ્નેહરાગ, કામરાગ કે મમત્વભાવ વધતો જાય છે, માટે સંયમ ગ્રહણ કર્યા પહેલાં જ જેની સાથે મમત્વના સંબંધો બાંધ્યા હોય તેને છોડી દેવાથી જ સાચા અર્થમાં અણગાર બની શકાય છે. તેથી ઉત્તરાધ્યયન સૂત્રના અધ્ય. ૮ ગાથા.ર માં કહ્યું છે કે–વિદતુ પુત્ર સંગો –ગૃહત્યાગી અણગાર પૂર્વ સંયોગોનો ત્યાગ કરીને કોઈ સાથે સ્નેહ રાખે નહીં. વસિત્તા સંમસિઃ - બ્રહ્મચર્યમાં નિવાસ કરીને. અહીં બ્રહ્મચર્યનો અર્થ ચારિત્ર છે કારણ કે બ્રહ્મચર્ય એ ચારિત્રનું મહત્વશીલ અંગ છે. વ્યાખ્યાકારે બ્રહ્મચર્યનો અર્થ ગુરુકુળવાસ કર્યો છે. વસુ વ અyવ, વા-વસુ નો અર્થ છે સંયમધનથી ધનવાન, વિશિષ્ટ સંયમી અને "વસુ નો અર્થ છે- અલ્પ સંયમ ધની, સંયમથી અપુષ્ટ અર્થાતુ સામાન્ય સંયમી. વ્યાખ્યામાં અવસુ નો અર્થ અણુવ્રતી શ્રાવક પણ કર્યો છે. અને તવાફ રીના - સર્વ પદાર્થોનો સંયોગ છોડીને ઉપશમભાવને પ્રાપ્ત કરી, ગુરુકુળવાસમાં રહી, આત્મામાં વિચરણ કરતાં, ધર્મને યથાર્થરૂપે જાણવા છતાં કોઈક સાધક મહોદયવશ ધર્મપાલનમાં સત્વહીન થઈ જાય છે. તેના પ્રતિ શાસ્ત્રકારે ખેદ વ્યક્ત કર્યો છે. ધર્મપાલનમાં અશક્ત હોવાના કારણે જ તે કુશીલ બને છે. ચૂર્ણિકારે પણ આવા શબ્દ માનીને તેનો અર્થ અશક્તિમાન–અસમર્થ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org