________________
[ ૨૧૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- આ પ્રમાણે ગુરુ સાનિધ્યથી સમર્થ થઈ જેણે પરીષહ-ઉપસર્ગો જીતી લીધા છે, દરેક પરિસ્થિતિને પાર પામી સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અનુભવ કર્યો છે અને જે પરીષહોપસર્ગ કે વિનોથી પરાભવ પામતા નથી, તે નિરાલંબનતા, સ્વાવલંબી થવામાં સમર્થ હોય છે અર્થાતુ પોતાની પ્રમુખતાએ વિચરણ કરી શકે છે.
જે મહાન મોક્ષલક્ષી હળુકર્મી હોય છે, તેનું મન (સંયમથી) બહાર જતું નથી,અન્ય લોકોની ભૌતિક અથવા યૌગિક વિભૂતિઓ તેમજ ઉપલબ્ધિઓને જોઈને તેના પ્રતિ આકર્ષાતું નથી.
વિવેચન :
બબુથ; અ PE :- આ શબ્દોના અર્થ છે– (૧) જીતીને (૨) પરાભૂત ન થનાર પરંતુ કોને જીતીને અને કોનાથી પરાભૂત ન થનાર? આ મૂળપાઠમાં બતાવ્યું નથી પરંતુ ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે સાધક પરીષહ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરીને તત્ત્વના દેણ થાય છે અને કોઈ પણ પ્રકારના પરીષહઉપસર્ગોથી પરાભવ ન પામનાર સાધક નિરાલંબનતામાં સમર્થ થાય છે.
vયૂ ગિરાવાયા - પરીષહો ઉપસર્ગોને પરાભૂત કરનાર અને તેનાથી પરાભૂત ન થનાર, અપરાભૂત કહેવાય છે. તે નિરાલંબી બનવામાં સમર્થ હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નિરાલંબીની વિશેષતા બતાવતા કહ્યું છે કે–નિરાલંબીના યોગ આત્મસ્થિત થઈ જાય છે. તે પોતાના લાભમાં સંતુષ્ટ રહે છે, બીજાથી પ્રાપ્ત લાભમાં રુચિ રાખતા નથી, બીજાથી થનારા લાભ માટે રાહ જોતા નથી, બીજાની અપેક્ષા રાખતા નથી, બીજાથી થનારા લાભની આકાંક્ષા કરતા નથી. આ રીતે બીજાથી પ્રાપ્ત લાભ પ્રત્યે અરુચિ, અપ્રતીક્ષા, અનપેક્ષા, અસ્પૃહા કે અનાકાંક્ષા રાખનાર તે સાધક બીજી સુખશધ્યાને પ્રાપ્ત કરીને વિચરણ કરે છે.
ખરેખર નિરાલંબતાની સાધનામાં ભૌતિક સિદ્ધિઓ, યૌગિક ઉપલબ્ધિઓ કે લબ્ધિઓ પણ બાધક છે. તેમનો આધાર લેવાથી આત્મા પરાવલંબી બની જાય છે. આ પ્રમાણે બીજા પાસેથી વધારે સહાયતાની અપેક્ષા રાખવી તે પણ પરમખાપેક્ષિતા છે. ઈન્દ્રિય-વિષયો, મનના વિકારો આદિનો સહારો લેવો તે પણ તેને વશ થવા જેવું છે, રોગ આવે, ત્યારે ડૉકટર કે વૈદ્યની આકાંક્ષા કરવી એ પણ પરાવલંબનતા છે. તેનાથી પણ આત્મા પરાશ્રિત અને નિર્બળ બને છે. સ્વાવલંબી વ્યક્તિ પોતાની જ ઉપલબ્ધિઓમાં સંતોષ માને છે. તે બીજા પર કે બીજાથી મળેલી સહાય, પ્રશંસા કે પ્રતિષ્ઠા પર આધાર રાખતા નથી. સાધકે સ્વાવલંબી બનવું જોઈએ.
આગમ આજ્ઞાની પ્રમુખતા :| ३ पवाएणं पवायं जाणेज्जा- सहसम्मइयाए, परवागरणेणं, अण्णेसिं वा अंतिएसोच्चा । णिद्देसं णाइवट्टेज्जा मेहावी सुपडिलेहिय सव्वओ सव्वत्ताए सम्ममेव समभिजाणिज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org