________________
[ ૧૮૬]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ગુર૮ = ઔદારિક શરીર આદિ આત્મ યુદ્ધ સામગ્રી, હતુ= નિશ્ચયથી, કુત્ત૬ = દુર્લભ, રહેલ્થ = આ સંસારમાં જેવીરીતે, જે આ જૈન શાસનમાં, શુટિંગ કુશળ પુરુષોએ, તીર્થકરોએ, પરિણાલિને = પરિજ્ઞા, વિવેક, જ્ઞાન અને ત્યાગ, સંયમાચાર, માસણ = કહ્યા છે. ભાવાર્થ :- આ આત્મામાં રહેલા કર્મશત્રુઓની સાથે યુદ્ધ કર, બીજાની સાથે યુદ્ધ કરવામાં તને શું લાભ? ખરેખર ભાવયુદ્ધને યોગ્ય સાધન મળવા જદુર્લભ છે. જે આ જૈન શાસનમાં તીર્થકરોએ આત્મયુદ્ધના સાધનરૂપે સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ આચારરૂપ પરિજ્ઞા–વિવેકનું પ્રતિપાદન કર્યું છે. વિવેચન :
" રેવ ગુફા - આ સૂત્રને વ્યાખ્યાકારે સંવાદના માધ્યમે સમજાવ્યું છે. મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે હે ભંતે ! હું કર્મોથી મુક્ત થયો નથી તો કોઈ અસાધારણ ઉપાય બતાવો જેથી હું સર્વ કર્મ કલંકથી રહિત થઈ જાઉં. આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. સિંહ સાથે યુદ્ધ કરવું હોય તો પણ તે સહર્ષ સ્વીકારીશ. મુમુક્ષુના આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે કે તે સાધક ! બહારનું યુદ્ધ કરવાની જરૂર નથી. જો તને મોક્ષની આવી ઉત્કંઠા છે, તો તેનો એકમાત્ર ઉપાય છે કે તું આત્મદર્શન કર, તેનાથી અંદરના દુર્ગુણો તને પ્રતીત થશે. તેની સાથે યુદ્ધ કર, તે જ યુદ્ધ કરવા યોગ્ય છે. બહારના યુદ્ધથી તને કંઈપણ પ્રાપ્ત થશે નહિ. અંતરના કામ, ક્રોધ, મદ, લોભ, દ્વેષ આદિ શત્રુઓની સામે યુદ્ધની ઘોષણા કર. કર્મસંન્યને પરાજિત કરવા આત્મબળનો શંખ ફૂંક. આત્મબળના હુંકારથી કર્મસેના હચમચી જશે અને તને કર્મબંધનોથી મુક્તિ મળશે. તારો આત્મા કર્મથી સ્વતંત્ર થઈ મોક્ષના અખંડ શાસનનો અધિકારી બનશે માટે જ આત્મયુદ્ધ કર.
- આત્માની સ્વાભાવિક અને વૈભાવિક શક્તિઓનો સંગ્રામ પ્રતિક્ષણ ચાલે છે. બાહ્ય યુદ્ધમાં એક પક્ષ જ્યારે પરાજિત થાય છે ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ જાય છે. તેમ આત્માની વૈભાવિક શક્તિઓનું બળ વધે તો નિગોદમાં અનંતકાળ રહેવું પડે છે અને જ્યારે સ્વાભાવિક શક્તિનો વિજય થાય છે ત્યારે આત્મા સિદ્ધક્ષેત્રના વિશાળ તેમજ અક્ષય સામ્રાજ્યને પ્રાપ્ત કરે છે. વૈભાવિક શક્તિ ઉપર પ્રાપ્ત થયેલ વિજય ચરમ અને પરમ વિજય છે. આંતરિક શત્રુઓના વિનાશથી સંસારમાં તેના હવે એક પણ શત્રુ રહેતા નથી. પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવ રહે છે. શુદ્ધારિદ્ર હતુ કુત્સદં:- ભાવયુદ્ધ ને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થવી અત્યંત દુષ્કર છે, તે દુર્લભ વસ્તુ છે. ભાવ યુદ્ધ માટે ઉપયોગી માનવદેહ અને સંયમ, એ બંને ય તમને પ્રાપ્ત થયા છે, માટે ભાવયુદ્ધ કરવા તત્પર થાઓ, પ્રમાદ ન કરો. વિવિવેક - જ્ઞ પરિજ્ઞાથી આત્મશત્રુઓને, આત્મ અવગુણોને જાણવા તે 'પરિજ્ઞા છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે અવગુણોનો ત્યાગ કરવો, આત્મશત્રુઓને કાઢવા અને તેના માટે સંયમધર્મનું પાલન કરવું તે 'વિવેક' છે. બંને પ્રકારની પરિજ્ઞા-વિવેકનો અર્થ છે– જ્ઞાન અને આચાર, જ્ઞાન અને ક્રિયા. આ બંને આત્મયુદ્ધ માટે આવશ્યક ભાવશસ્ત્ર છે. આંતરિક યુદ્ધ માટે બે શસ્ત્રો કહ્યાં છે– પરિજ્ઞા અને વિવેક. પરિજ્ઞાથી ચારેબાજુથી વસ્તુનું જ્ઞાન કરવાનું છે અને વિવેકથી તેના પૃથક્કરણની દઢ ભાવના કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org