________________
[ ૧૮૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તીર્થકરે કહ્યું છે.
વિવેચન :
મુનિધર્મની અંદર સાધકના જીવનમાં કેટલાય ચઢાણ, ઉતાર આવે છે. તેના વિકલ્પો આ સૂત્રમાં બતાવ્યા છે. વૃત્તિકારે સિંહવૃત્તિ અને શિયાળવૃત્તિની ઉપમાં આપીને સમજાવ્યું છે. તેના ત્રણ ભંગ છે(૧) કોઈ સાધક સિંહવૃત્તિથી પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને તે જ ભાવ અંતસમય સુધી ટકાવી રાખે છે. યથા-ગણધરો, ધન્ના, શાલિભદ્ર આદિ. પૂર્વોત્થાયી પશ્ચાત્ અનિપાતી' આ પ્રથમ ભંગ છે. (૨) કોઈ સિંહવૃત્તિથી નિષ્ક્રમણ કરે છે પરંતુ પછી શિયાળવૃત્તિવાળા થઈ જાય છે, યથા–નંદિષેણ, કંડરીક આદિ. તે પૂર્વોત્થાયી પશ્ચાત્રિાતિ' આ બીજો ભંગ છે. (૩) સૂત્રોક્ત ત્રીજા ભંગમાં ગૃહસ્થને માનવામાં આવે છે પરંતુ અહીં સંયમ સાધકોનું વર્ણન હોવાથી તેનો ભાવ એમ સમજવો કે પ્રારંભથી શિથિલ સંયમવાળા છે અને અંત સુધી તે સંયમની શિથિલતા છોડતા નથી. ત્રણે ય ભંગનું તાત્પર્ય એ છે કે (૧) શુદ્ધાચારથી શુદ્ધાચારમાં રહેનારા (૨) શુદ્ધાચારથી શિથિલાચારી થનારા (૩) પ્રારંભથી અંત સુધી શિથિલાચારમાં રહેનારા. અંતે શાસ્ત્રકારે કહ્યું છે કે સંસારનો ત્યાગ કરીને પુનઃ સાંસારિક પ્રવૃત્તિઓ કરનારા થઈ જાય છે તે ગૃહસ્થ સદશ છે, તેને ચોથો વિકલ્પ કહી શકાય
સાધુ જીવનના વિવિધ ગુણો :
३ इह आणाकंखी पंडिए अणिहे पुव्वावररायं जयमाणे सयासीलं सुपेहाए सुणिया भवे अकामे अझंझे । શબ્દાર્થ -રુદ = આ જગતમાં, મળ વહી આજ્ઞા આરાધક, ળિ સ્નેહ રહિત, પુળ્યાવરા = પૂર્વરાત્રિમાં અને પાછલી રાત્રિમાં, ગયાને = જયણાશીલ-સંયમપાલન, સયા = સદા, સન્ન = શીલને, સુહા = મોક્ષનું અંગ જાણીને, સુગિયા= સંયમપાલનના ફળને સાંભળીને, મને= થાય, અને = કામરહિત, ક્ષ = માયા રહિત બનો.
ભાવાર્થ :- આ જિનશાસનમાં ભગવદ આજ્ઞાના ઈચ્છુક પંડિત સાધક કોઈ સ્થાને રાગભાવ કરે નહિ, નિરંતર સાવધાનીપૂર્વક સંયમમાં જયણાશીલ રહે, હંમેશાં સંયમાચારનું સુંદર રીતે પ્રેક્ષણ કરે, શીલનું ચિંતન કરે, ધ્યાન રાખે. તે પ્રશંસા વચન સાંભળીને તેની કામના ન કરે અને નિંદા વચન સાંભળીને અશાંત ન થાય તેઓ જિનવાણી સાંભળીને ઈન્દ્રિય વિષયોથી અને કષાયોથી મુક્ત થઈ જાય છે.
વિવેચન :
સાધુપણામાં સાધકની ચડતી-પડતી મનોદશાને જાણીને ભગવાને સાધુધર્મમાં સ્થિરતા પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org