________________
| ૧૭૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
છે એમ સમજીને તેના પ્રત્યેની આસક્તિ દૂર કરે, દેહાધ્યાસ (શરીરમાં આત્માનો ભ્રમ) રાખે નહિ, સાથે એ પણ વિચારે કે મેં પૂર્વે જે અસતાવેદનીય કર્મ બાંધ્યું છે તેના વિપાકફળ રૂપે દુઃખ ઉદયમાં આવ્યું છે, તે મારે જ સહન કરવાનું છે. બીજા મારા દુઃખને સહન કરી દેશે નહિ. કરેલાં કર્મોને ભોગવ્યા વિના છુટકારો નથી.પહેલાં કે પછી તે અસતાવેદનીય કર્મનાં ફળ ભોગવવા પડશે. સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને અસતાવેદનીય કર્મના ફળ રૂપે દુઃખ રોગાદિ આતંક આવ્યા ન હોય. વીતરાગ તીર્થકર જેવા મહાપુરુષોને પણ પૂર્વકૃત કર્મોનો ઉદય ભોગવવો પડ્યો છે, તો પછી મારે ગભરાવું જોઈએ નહિ, સમભાવ પૂર્વક તેને સહન કરતાં કર્મનાં ફળને ભોગવવા જોઈએ.
સ્થિ વિરલ્સ - હિંસાદિ આશ્રવથી નિવૃત્ત મુનિ માટે કોઈ માર્ગ નથી. તેના ત્રણ અર્થ ફલિત થાય છે
(૧) આ જન્મમાં વિવિધ પરમાર્થ ભાવનાઓનું ચિંતન કરવાને કારણે શરીરાદિની આસક્તિથી મુક્ત સાધક માટે નરક, તિર્યંચાદિમાં જવાનો માર્ગ બંધ થઈ જાય છે.
(૨) આ જ જન્મમાં સર્વકર્મનો ક્ષય થઈ જવાથી તે વિરત મુનિને ચાર ગતિનું પરિભ્રમણ રહેતું નથી. (૩) જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ, આ ચાર દુઃખના મુખ્ય માર્ગ છે. વિરત અને વિશેષ પ્રકારે શરીર મોહથી મુક્ત થયેલ સાધકને દુઃખના આ સમસ્ત માર્ગ બંધ થઈ જાય છે. પરિગ્રહધારીને મહાભય :| ३ आवंती केयावंती लोगंसि परिग्गहावंती,से अप्पंवा बहुवा अणुंवा थूलं वा चित्तमंतं वा, अचित्तमंतं वा, एतेसुचेव परिग्गहावंती। एतदेवेगेसिं महब्भयं भवइ । लोगवित्तं च ण उवेहाए । एते सगे अवियाणओ।
से सुपडिबद्धं सूवणीयं ति णच्चा पुरिसा ! परमचक्खु विपरिक्कम । एतेसु चेव बंभचेर । ति बेमि । શબ્દાર્થ - રિદિવંતી પરિગ્રહી છે, તેણુ વેવ = આ પદાર્થના વિષયોમાં જ, આ પરિગ્રહોના કારણે, રાવતી પરિગ્રહધારી બને છે, તહેવ=આ પરિગ્રહ, પોલિં- આ પરિગ્રહ રાખનાર કોઈ એકને, મદમ = મહાભયકારી, મન હોય છે, તો વિત્ત - લોકવૃત્તિ, લોકસંજ્ઞા,
૩ જાણીને ત્યાગે, પ્લે સને = પરિગ્રહોને, આ કર્મબંધ કરાવનાર છે. વિયાણ = નહીં જાણનારને, સમજી શકતા નથી.
- ૨ = પરિગ્રહ ત્યાગને, સુડિબુદ્ધ = સારી રીતે પ્રતિષ્ઠિત કરેલ, સૂવયં તિ = સારી રીતે પુષ્ટ કરેલ, પરવવત્ = પરમચક્ષુ, મોક્ષ દષ્ટા, સંયમ દષ્ટા, વિપરિવરામ = સંયમમાં પરાક્રમ કરો, પણ = મોક્ષમાં દષ્ટિ રાખનારમાં, સમ્યક પુરુષાર્થ કરનારમાં, વમવેર = બ્રહ્મચર્ય, સંયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org