________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પોતાનાં ધર્મોપકરણો કે સંયમોપયોગી સાધનોને લેતાં, મૂકતાં, બોલતાં, બેસતાં, ચાલતાં, ગોચરી જતાં, આહારાદિ ગ્રહણ કરતાં, વાપરતાં તેમજ મળ મૂત્રાદિને પરઠતાં શ્રમણના જે મન, વચન, કાયાના યોગ પ્રમાદપૂર્વક હોય તો તે આરંભ ગણાય છે.પરંતુ તે સમસ્ત પ્રવૃત્તિઓ વિવેકયુક્ત અને યતનાપૂર્વક હોય તો તે અનારંભ કહેવાય છે માટે સંયમની દરેક પ્રવૃત્તિને વિધિ સહિત વિવેકપૂર્વક કરનાર સાધક અનારંભી કહેવાય છે. તે અનારંભી સાધક આરંભજીવી ગૃહસ્થોની વચ્ચે રહેવા છતાં જલકમળની જેમ નિર્લેપ રહે છે.
૧૭૬
આ સૂત્રમાં સાવધ કાર્યોના ત્યાગી અનારંભજવી શ્રમણોનું વર્ણન છે. જેમાં તેના જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ અને અપ્રમાદનું ચિત્ર દોર્યું છે.
તેવુ ચેવ :– આ પદના ત્રણ અર્થ થાય છે– (૧) આ લોકમાં રહેતાં જ તે અનારંભી રહે છે. (૨) આ સંસારના જીવો પ્રત્યે તે અનારંભી હોય છે. (૩) આરંભ કરનાર ગૃહસ્થોની વચ્ચે રહેતાં પણ તેઓ અનારંભી રહે છે.
અન્ય કૃષિ અર્થ હપ્તે :- આ સૂત્રમાં એક જ વાક્યમાં એકી સાથે આ બંને પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ થયો છે. તોપણ શબ્દ સંયોગ અનુસાર બંનેના જુદા જુદા અર્થ આ પ્રમાણે છે– (૧) સંધિઅનારંભી સાધક સંયમમાં લીન રહેતાં 'મને આ અણમૂલો અવસર મળ્યો છે' એમ સમજીને કર્મોનો ક્ષય કરવામાં પ્રયત્નશીલ રહે (૨) ઘુળે– આ માનવ દેહરૂપી અણમૂલો અવસર છે, તેનું અન્વેષણ—સદુપયોગ કરી લેવો જોઈએ. આ પ્રકારે બે વિભાગ યુક્ત આ એક સળંગ ઉપદેશાત્મક વાક્ય છે. ત્યાર પછીના વાક્યમાં કહ્યું છે કે આ ઉપદેશ આર્ય પુરુષોએ, તીર્થંકરોએ કહેલ છે માટે સંયમ આરાધનામાં સદૈવ તત્પર રહે પરંતુ પ્રમાદ ન કરે.
અપ્રમાદના માર્ગે ચાલવા એક સજાગ ચોકિયાતની જેમ કાળજીપૂર્વક જાગૃત રહેવું જોઈએ. ખાસ કરીને સ્થૂલશરીર પર જ નહિ, પણ સૂક્ષ્મ-કાર્યણ શરીર પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આઠ પ્રકારના પ્રમાદમાંથી કોઈપણ પ્રમાદ આત્માની પ્રગતિને રોકે છે માટે પ્રમાદના મોરચારૂપ સંધિ પર બરાબર નજર રાખવી જોઈએ. જેમ જેમ સાધક અપ્રમત્ત બની સ્કૂલ શરીરની ક્રિયાઓ ઉપર અને તેનાથી મન પર પડતા પ્રભાવને જોવાનો અભ્યાસ કરતો જાય છે, તેમ તેમ કાર્યણ શરીરની ગતિ વિધિને જોવાની શક્તિ પણ આવતી જાય છે. શરીરના સૂક્ષ્મ દર્શનનો આરીતે દૃઢ અભ્યાસ થઈ જાય ત્યારે અપ્રમાદની સાધના દઢતમ થતી જાય છે અને તે જ માર્ગે આગળ વધતાં ચૈતન્ય તત્ત્વની ઉપલબ્ધિ થાય છે.
-
અન્ય પત્તિ સળેસી :- આ પદનો અર્થ છે કે શરીરની વર્તમાન ક્ષણનું ચિંતન કરે, શરીરમાં જે પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે, રોગાદિ ઉદયમાં આવે છે તેને જુએ. એક ક્ષણનું ઊંડાણપૂર્વકનું ચિંતન પણ શરીરની નશ્વરતાને સ્પષ્ટ કરે છે, તેથી શરીરની વર્તમાનક્ષણનું ગંભીરતાપૂર્વક સંશોધન કરે. માનવ જીવનના અવસરનો પૂર્ણ સદુપયોગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org