________________
૧૭૦
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
બ્રહ્મચર્યની આરાધના :
४ संसयं परियाणओ संसारे परिण्णाए भवइ, संसयं अपरियाणओ संसारे अपरिण्णाए भवइ । जे छेए से सागारियं ण सेवए । कट्टु एवं अवियाणओ बिइया मंदस्स बालया । लद्धा हुरत्था पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणयाए त्ति बेमि । पासह एगे रूवेसु गिद्धे परिणिज्जमाणे । एत्थ फासे पुणो पुणो ।
=
=
શબ્દાર્થ:- સંસય રિયાળઓ = સંશયને જાણનાર, સંક્ષરે = સંસારને, પરખ્ખાદ્ મવદ્ = જાણનાર હોય છે, સંલયં અરિયાળો = સંશયને નહિ જાણનાર, સંસારે અર્િળાવ્ મવદ્= સંસારને જાણનાર નથી અર્થાત્ સંસાર સ્વરૂપથી અજાણ છે, જે છે ્ = જે નિપુણ છે, સાળવિ = મૈથુન, ન સેવવ્= સેવતા નથી, વં = આ પ્રમાણે કરીને અર્થાત્ મૈથુન સેવન કરીને, અવિયાળો - ગુરુ સમક્ષ કૃત્યનું નિવેદન કરે નહિ, વિયા = બીજી, મવસ્લ = તે મૂર્ખની, વાયા = મૂર્ખતા છે, લા = કામભોગ પ્રાપ્ત થવા પર, દુરસ્થા = કદાચિત્, પડિલેહાર્ = તેના ફળનો વિચાર કરીને, પરિણામને વિચારીને, આમેત્તા = દુઃખદાયી જાણીને, અલેવાÇ = વિષય સેવન ન કરવા માટે, આળવેખ્ખા = બીજાને કે આત્માને આજ્ઞા આપે, વેસુ = રૂપાદિ વિષયોમાં, શિષે = આસક્ત, જ્ઞે - કોઈ એક, પાલહ = જુઓ, પરિભિન્નમાળ = નરક આદિમાં જતાં, પત્થ = આ સંસારમાં, સે સ્પર્શોનો અનુભવ કરે છે અર્થાત્ દુઃખ ભોગવે છે.
=
ભાવાર્થ :- જે સંશયને જાણે છે તે સંસારના સ્વરૂપને જાણે છે, જે સંશયને જાણતા નથી તે સંસારને પણ જાણતા નથી. તાત્પર્ય એ છે કે બ્રહ્મચર્ય પરિણામોમાં સંશય ઉત્પન્ન કરનાર તત્ત્વોને જ્ઞ પરિક્ષાથી જાણીને જે તેનાથી દૂર રહે છે, તે સંસારથી મુક્ત થઈ શકે છે અને જે સંશય ઉત્પાદક તત્ત્વોને સમજે પણ નહિ તેમજ ત્યાગ પણ કરે નહિ તે સંસાર પાર કરી શકતા નથી. જે કુશળ સાધક છે તે મૈથુન સેવન કરતા નથી. જે ગુપ્ત રીતે મૈથુનનું સેવન કરી ગુરુ આદિથી છુપાવે છે, પૂછવા પર અસ્વીકાર કરે છે, તો તે કામમૂઢની બીજી મૂર્ખતા છે.
=
સાચો સાધક ઉપલબ્ધ થતાં કામભોગના પરિણામોનો વિચાર કરીને, સર્વ રીતે તેનાં કટુ ફળનું જ્ઞાન કરીને આત્માને તેનું સેવન ન કરવામાં આજ્ઞાપિત કરે. વાસના વાસિત આત્માને ઉપાસનાદિથી અનુશાસિત કરે. જ્ઞાનાત્મા દ્વારા અજ્ઞાન આત્મા પર અંકુશ રાખે.
Jain Education International
હે સાધકો ! વિવિધ કામભોગોમાં આસક્ત જીવોને સંસાર પરિભ્રમણ કરતાં જુઓ. તેઓ આ સંસારમાં વારંવાર દુઃખ ભોગવે છે.
વિવેચન :
સંલય પરિયાળો :– 'સંશય' શબ્દનો અર્થ સંદેહ છે. અહીં બ્રહ્મચર્ય વિષય પ્રરૂપણ હોવાથી તેનો અર્થ એ થાય છે કે બ્રહ્મચર્યની સાધનામાં ઉત્પન્ન થતાં સંશયોને જે જ્ઞ પરિક્ષાથી જાણી તેનો પ્રત્યાખ્યાન
જ્ઞ
For Private Personal Use Only
www.jainelibrary.org