________________
૧૬o
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સૂમસંપરાય ગુણસ્થાનમાં નિપ્પીડન થાય છે અથવા ઉપશમશ્રેણીમાં આપીડન, ક્ષપકશ્રેણીમાં પ્રપીડન અને શેલેશી અવસ્થામાં નિષ્પીડન થાય છે.
વિવિ મસ-સર્ષિ :- શરીરના લોહી–માંસને ચૂકવી નાંખે. અહીં શરીર પ્રતિ નિર્મોહ બની તપશ્ચર્યા કરવાની પ્રેરણા આપી છે અને સાધકને વીર તથા આદર્શ શ્રમણ કહી બિરદાવેલ છે. બ્રહ્મચર્યની સાધના માટે પણ શરીરને ક્રશ કરવું આવશ્યક છે. આ આશયને સ્પષ્ટ કરતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
जहा दवग्गि परिंधणे वणे, समारुओ णोवसमं उवेइ । વિવિયા વિપ/મોફો, જ વંથારિત્ન ફિયાય વરૂદ્દા -(ઉત્ત.અ. ૩૨. ગા.૧૧)
જે રીતે પ્રચુર ઈંધણવાળા વનમાં પવન સાથે લાગેલો દાવાનળ શાંત થતો નથી તે જ રીતે પ્રકામભોજીની ઈન્દ્રિયરૂપી અગ્નિ(વાસના) શાંત થતી નથી માટે બ્રહ્મચારીને અતિભોજન કરવું કયારે ય હિતકારી નથી.
પ્રકામ (રસયુક્ત ઈચ્છિત) ભોજનથી લોહી, માંસ વધે છે; પ્રકામ ભોજનના ત્યાગથી શરીરમાં લોહી, માંસ વધતા નથી અને ક્રમશઃ ચરબી, હાડકા, મજ્જા અને વીર્ય સૂકાઈ જાય છે; તેની વૃદ્ધિ થતી નથી. આ કારણે સહજ રીતે જ આ પીડનાદિની સાધના થઈ જાય છે.
વરિત્તા વમવિ :- બ્રહ્મચર્યમાં નિવાસ કરવાનું તાત્પર્ય પણ ગહન છે. બ્રહ્મચર્યના ચાર અર્થો થાય છે– (૧) બ્રહ્મ આત્મામાં રમણ કરવું. (૨) મૈથુનથી વિરતિ અથવા સર્વ ઈન્દ્રિયોનો સંયમ. (૩) ગુરુકુળવાસ(૪) સદાચાર.
બ્રહ્મચર્યના આ સર્વ અર્થો અહીં ઘટી શકે છે છતાં અહીં સમ્યફચારિત્રનો પ્રસંગ છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું એક મુખ્ય અંગ છે. આ દષ્ટિથી બ્રહ્મચર્યમાં અર્થાતુ ચારિત્રમાં રહી કર્મનો ક્ષય કરે એ અર્થ પ્રાસંગિક છે.
જિનાજ્ઞાવિરાધક શ્રમણ :| २ णेत्तेहिं पलिछिण्णेहिं आयाणसोयगढिए बाले अव्वोच्छिण्णबंधणे अणभिक्कंत संजोए । तमंसि अविजाणओ आणाए लंभो पत्थि त्ति बेमि । जस्स णत्थि पुरा पच्छा, मज्झे तस्स कुओ सिया ? શબ્દાર્થ – "હિં = નેત્રાદિ ઈન્દ્રિયોને, સિછિomહિં પોત-પોતાના વિષયોથી નિવૃત્ત કરીને, રોકીને, માયાળ = હિંસાદિ પાપોમાં, સોય = ઈન્દ્રિય વિષયરૂપ સોતમાં, હિપ = આસક્ત, વાને = અજ્ઞાની, અબ્બોચ્છિwવંથળે = કર્મબંધન છેદી શકતા નથી, સમજતસંગોપ = સંયોગોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org