________________
[ ૧૪૬ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ગૌણ છે. વ્યક્તિની સાવધાની કે વિવેકબુદ્ધિ જાગૃત હોય તો તે સફળતાને પ્રાપ્ત કરે છે, તે વાત અહીં કહી છે. ચાર ભંગથી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે આ પ્રમાણે- (૧) જે આશ્રવના કાર્ય છે, પાપના કાર્ય છે ત્યાં વિવેકશીલ આત્માર્થી પોતાના ભાવથી, સમ્યક ચિંતનથી અને પ્રવૃતિના વિવેકથી કર્મોની નિર્જરા કરી શકે છે, જેમ કે સ્યુલિભદ્રમુનિ માટે કોશાને ત્યાં સર્વ નિમિત્તો વિકારવર્ધક તેમજ આસવના સ્થાન હતા પરંતુ ઉપાદાનરૂપ ચિત્તવૃતિ તેઓની શુદ્ધ હતી, તેથી તે આસવનું સ્થાન સંવરરૂપમાં પરિણત થયું.
(૨) જે નિર્જરાનું સ્થાન છે, કાર્ય છે, પ્રસંગ છે, ત્યાં અનાત્માર્થી અને અવિવેકી જીવ આશ્રવકર્મસંગ્રહ કરી લે છે. જેવી રીતે નાગશ્રી બ્રાહ્મણીને સુપાત્રદાનનો અવસર મળ્યો પરંતુ માસખમણના તપસ્વીને કડવી તુંબીનુ શાક ઉકરડો સમજી વહોરાવી દીધું. સુપાત્રદાન તે કર્મોનો ક્ષય કરવાનું સ્થાન હતું પરંતુ ત્યાં પરિણામની મલિનતાના કારણે તેણીએ કર્મો બાંધી લીધાં, માટે તેને નિર્જરાનું સ્થાન આશ્રવનું કારણ બન્યું.
(૩) જે અનાશ્રવ-સંવરનું સ્થાન છે, કાર્ય છે ત્યાં પણ આળસુ–પ્રમાદી વ્યક્તિ નિર્જરાનો લાભ પ્રાપ્ત કરી શકતી નથી. જેમ કે વ્યાખ્યાન, સામાયિક, પૌષધાદિના સમયે આળસ–નિદ્રામાં સમય પસાર કરવો, તેથી અનાશ્રવનું (સંવરનું સ્થાન અપરિસવનું અનિર્જરાનું સ્થાન બને છે.
(૪) જે નિર્જરાનું સ્થાન–કાર્ય નથી, સાંસારિક કે શારીરિક કાર્ય છે, ત્યાં પણ શાંત ચિત્ત હોય તો કોઇ પ્રકારનો આશ્રવ-અશુભ કર્મનો સંગ્રહ થતો નથી. જેમ કે રાગદ્વેષ રહિત શૂન્ય ચિત્તથી કે શાંત પ્રકૃતિથી ભોજન કરવું. અહીં ભોજન કરવું અનિર્જરાનું સ્થાન શારીરિક કાર્ય છે, શૂન્યચિતના કારણે ત્યાં અપરિશ્રવ-અશુભ કર્મ સંગ્રહનો અભાવ થાય છે.
વ્યાખ્યાકારોએ ત્રીજા ભંગમાં કંડરીક અને ચોથા ભંગમાં ઈલાયચીકુમારનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે પરંતુ ઘટિત થયેલા સર્વ દષ્ટાંતોનો સમાવેશ તો શરૂના બે ભંગમાં જ થઈ જાય છે અર્થાત્ કિંડરીકનું દષ્ટાંત બીજા ભંગમાં અને ઈલાયચીકુમારનું દષ્ટાંત પહેલા ભંગમાં સમાઈ જાય છે.
- આ ચાર ભંગમાં સહુથી શ્રેષ્ઠ ભંગ પહેલો છે ત્યાર પછી ચોથો ભંગ, ત્યાર બાદ ત્રીજો ભંગ અને છેલ્લે બીજો ભંગ સહુથી કનિષ્ઠ છે.
દુખથી પીડિતને ઉપદેશ :| २ आघाइ णाणी इह माणवाणं संसारपडिवण्णाणं संबुज्झमाणाणं विण्णाण पत्ताणं । अट्टा वि संता अदुवा पमत्ता । अहासच्चमिणं । त्ति बेमि । શબ્દાર્થ :- આવા ધર્મનું કથન કરે છે, રૂદ = અહીં, માખવામાં મનુષ્યોને, સંસારડવાણ = સંસારવર્તી, જુનાગણ = સમજનારા–જાગૃત,વિણાપત્તાપ વિજ્ઞાનપ્રાપ્ત, હિતાહિત સમજનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org