________________
| ૧૨૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
મહર્ષિ આ મતોની પર્યાલોચના કરે છે કે પાંચ ભૂતોથી આત્મા ઉત્પન્ન થાય નહીં. આત્મા અનાદિ અનંત છે. જો ભૂત-ભવિષ્ય ન હોય, આત્મા સૈકાલિક ન હોય તો આ તપ, જપ, સંયમ સાધના કોના માટે ? ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવની અવસ્થાના વિચારે આત્મા જાગૃત બને છે.
પર્યાલોચન-વિચારણા કરતાં મહર્ષિને જણાય છે કે જીવ જે ક્રિયા કરે છે તે નિષ્ફળ નથી. શુભ ક્રિયાનું ફળ શુભ અને અશુભ ક્રિયાનું ફળ અશુભ મળે છે. જેવો ભૂતકાળ તેવો જ ભવિષ્ય માનવાથી પુરુષાર્થ નિષ્ફળ બની જાય, માટે કર્માનુસાર ગતિ, જાતિ, લિંગ વગેરે અવસ્થાઓ પલટાતી રહે છે અને વર્તમાન પુરુષાર્થ પ્રમાણે કર્મમાં સંક્રમણ, નિર્જરા, ઉદીરણા કરી શકાય છે એમ માનવું યોગ્ય છે.
ચિંતન-મનન કરતાં ભૂતક્ષણનો નિરન્વય નાશ પણ યુક્તિ સંગત લાગતો નથી. ભૂતક્ષણ સંપૂર્ણતયા નાશ પામે તો "આ વસ્તુ તે જ છે" તેવી પ્રતીતિ કેવી રીતે થઈ શકે? જો દરેક પદાર્થ એક ક્ષણ પછી નાશ જ પામી જવાના હોય તો સાધના આરાધના શા માટે ?
શ્રમણ મહર્ષિ પ્રત્યેક દ્રવ્યને ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રિકાલવર્તી માને છે. દ્રવ્યગુણ ત્રિકાળવર્તી છે જ્યારે પર્યાય ક્ષણવર્તી છે. દ્રવ્ય ગુણ પર્યાયનો આશ્રય લઈ મહર્ષિ રાગ-દ્વેષથી મુક્ત બની, તપશ્ચરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે. સાધના દ્રષ્ટિએ આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે– (૧) કેટલાક સાધકો ભૂતકાળના ભોગોની સ્મૃતિ અને ભવિષ્યના ભોગોની અભિલાષા ન કરતાં સમભાવપૂર્વક વર્તમાનમાં વિચરે છે. (૨) કેટલાક સાધકો કહે છે ભૂતકાળના ભોગોથી તૃપ્તિ થઈ નથી, તેના દ્વારા બોધ મળે છે કે ભવિષ્યમાં પણ ભોગોથી તૃપ્તિ નહીં મળે. જેવો ભૂતકાળ-ભોગોથી અતૃપ્તિવાળો, તેવો જ ભવિષ્યકાળ–ભોગોથી અતૃપ્તિ- વાળો જાણવો. (૩) અતીતના ભોગોની સ્મૃતિ અને ભવિષ્યના ભોગોની અભિલાષાથી રાગદ્વેષ અને મોહ ઉત્પન્ન થાય છે. તેથી તથાગત–વીતરાગતાના સાધક, અતીત અને અનાગત (ભવિષ્ય)માં ન રહેતા વર્તમાનમાં વિચરે છે અને તેથી રાગ-દ્વેષાત્મક ચિત્તનું નિર્માણ કરતાં નથી. વિધૂતખે:– જે આચાર, રાગદ્વેષ અને મોહને શાંત કે ક્ષીણ કરે, કર્મોનો ક્ષય કરે તે વિધૂતકલ્પ કહેવાય છે. જે સાધક આ વિધૂતકલ્પ આચારને આચરણમાં મૂકે તે વિધુતકલ્પી કહેવાય છે. પાછુપરસ્તી :- આ શબ્દના ત્રણ સંસ્કૃતરૂપ છે– (૧) એનુપ- એટલે વર્તમાનમાં જે કાંઈ યથાર્થ હોય તે જુએ. (૨) એનુપસ્થી- પોતાના આત્માને એકલો જુએ. (૩) અનાનુપરધુતાચાર દ્વારા થતાં પરિવર્તનોને જુએ.
તથાગત સર્વજ્ઞના અનુયાયી વિધૂતકલ્પી અને એતદનુદર્શી મહર્ષિ તપ સંયમની સાધના દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org