________________
[ ૧૧૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અથવા '૩' ને અલગ કરીને 'બાપુપલ્લી' પાઠ પણ હોય છે. તેનો અર્થ એ છે કે– મહારંભ, મહાપરિગ્રહના કારણે તે ફરી ફરી નરકાદિના ભયનો-દુઃખનો અનુભવ કરે છે.
ચાર પુરુષાર્થમાં કામરૂપ પુરુષાર્થ સામાન્ય જનસાધ્ય હોય છે ત્યારે અર્થ તેનું સાધન બને છે. માટે કામભોગની આસક્તિ મનુષ્યને વિવિધ ઉપભોગ્ય ધનાદિ પદાર્થોના સંગ્રહ માટે લાલાયિત કરે છે. તે આસક્તિ મહારંભ-મહાપરિગ્રહનું મૂળ છે. વિશ્વની પુતિનં - હિંસા, અસત્ય, ચોરી, કામવાસના, પરિગ્રહાદિ પાપ તે કર્મનું મૂળ છે. તેને જે અજ્ઞાની નિરંતર સીંચતા રહે છે, તે વારંવાર અનેક પ્રકારની ગતિ, યોનિઓમાં જન્મ લેતા રહે છે.
અનં વાનસ સન - વૃત્તિકારે આ વાક્યના બે અર્થ કર્યા છે. (૧) હાસ્યાદિની વૃત્તિવાળા બાલજીવોની સંગતિ કરવાથી વેરની વૃદ્ધિ થાય છે. (૨) બાલજીવોની સંગતિ કરવાથી દેખાદેખી, હાસ્યપ્રમોદ વગેરેની પ્રવૃતિ થાય તેમજ સાધકની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, મનનીવૃત્તિઓ ચંચળ થાય તેમજ દેખાદેખીથી હિંસાદિ પાપ કરવા પ્રેરાય. બંને પ્રકારના અર્થનું તાત્પર્ય એક જ છે કે બાલજીવ સંગ કરવા લાયક નથી. માટે સાધકે તેનાથી દૂર જ રહેવું જોઈએ.
રં ૧૬ અખો :- કોઇ મહારંભી મહાપરિગ્રહી મનુષ્ય બીજાને માર મારીને, પાણીમાં ડૂબાડીને, કોરડાદિ ફટકારીને અથવા મરાવી નાખવા માટે સિંહાદિ હિંસક પશુઓની સામે મનુષ્યને છોડી દૂર મનોરંજન કરે છે અથવા યજ્ઞાદિમાં નિર્દોષ પશુ-પક્ષીઓના બલિ આપીને અથવા તેનો શિકાર કરીને, તેની હત્યા કરીને દૂર કર્મ કરે છે. આ પ્રમાણે કેટલાક લોકો અસત્ય બોલીને, ચોરી કરીને કે સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરીને કે બીજાનું ધન,મકાનાદિ છીનવી લઈને કે પોતાની માલિકીના કરીને તેમાં હાંસીમજાકની કે આનંદની અનુભૂતિ કરે છે. આ અજ્ઞાની લોકો જીવો સાથે વેર વધારે છે અને પોતાના જ કર્મોની વૃદ્ધિ કરે છે.
આયંજરી - જ્ઞાની પુરુષો પાપ કરતા નથી તેનું રહસ્ય આ શબ્દમાં બતાવ્યું છે કે કર્મ અથવા હિંસાનું ફળ દુઃખરૂપ હોય છે. જે આ જાણી લે છે, હૃદયંગમ કરી લે છે તે આતંકદર્શી છે. તે સ્વયં પાપાનુબંધી કર્મ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી, તેમજ પાપ કરનારની અનુમોદના પણ કરતા નથી. અi = મૂi = વિવિ ધીરે - આ પદમાં 'મા' અને 'મૂત્ર બે શબ્દો છે. અગ્રનો અર્થ છે અંતિમ અને મૂળનો અર્થ છે પ્રારંભિક, દુઃખનું મૂળકારણ છે અસંયમ અને અંતિમ કારણ છે કર્મ અર્થાત્ નિકટતમ અગ્ર કારણરૂપ કર્મોથી જ દુઃખની પ્રાપ્તિ થાય છે અને તે કર્મની ઉત્પત્તિ અસંયમથી થાય છે માટે અહીં અગ્ર શબ્દથી કર્મોનું કથન છે અને મૂળ શબ્દથી અસંયમનું કથન છે.
અગ્ર અને મૂળના બીજા અર્થ પણ કરાય છે, જેમ કે– (૧) વેદનીયાદિ ચાર ભવોપગ્રાહી અઘાતી કર્મ અગ્ર છે અને મોહનીયાદિ ચાર ઘાતી કર્મ મૂળ છે. (૨) મોહનીય એ સર્વકર્મોનું મૂળ છે, શેષ સાત કર્મ અગ્ર છે. (૩) મિથ્યાત્વ મૂળ છે, શેષ અવ્રત, પ્રમાદાદિ અગ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org