________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૧
૧૦૩
ત્રીજું અધ્યયન-શીતોષ્ણીય
પહેલો ઉદેશક
ભાવથી સુપ્ત જાગૃત :| १ सुत्ता अमुणी, मुणिणो सया जागरंति । શબ્દાર્થ :- સુત્ત = સુતા હોય છે, અમુળ = અમુની–અજ્ઞાની, મુળળો = મુનિ, સા = હંમેશાં નાગતિ = જાગૃત રહે છે. ભાવાર્થ :- આ લોકમાં અજ્ઞાની જીવો હંમેશાં સૂતેલા છે, જ્ઞાની મુનિ હંમેશાં જાગૃત રહે છે.
વિવેચન :
મુળ-મુt - અહીં મુનિ શબ્દ સમ્યજ્ઞાની, સમ્યગ્દષ્ટિ અને મોક્ષ માર્ગના સાધક અર્થમાં વપરાયો છે. વૃત્તિકારે મુનિ શબ્દની વ્યાખ્યા આ પ્રકારે કરી છે કે જે જગતની સૈકાલિક અવસ્થા ઉપર મનન કરે, તેને જાણે તે મુનિ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભયોગ રૂપે ભાવનિદ્રાનો ત્યાગ કરી, જે સમ્યક બોધને પ્રાપ્ત થયા છે તે મુનિ છે. જે મિથ્યાત્વ, અજ્ઞાનાદિથી ઘેરાયેલા મિથ્યાદષ્ટિ છે, તે 'અમુનિ'–અજ્ઞાની છે. અહીં ભાવનિદ્રાની મુખ્યતાથી અજ્ઞાનીને સૂતેલા અને જ્ઞાનીને જાગૃત કહેલ છે.
મુત્તા(ગુપ્ત) :- સૂતેલા બે પ્રકારના છે. (૧) દ્રવ્યસુખ અને (૨) ભાવસુખ.નિદ્રાધીન હોય, તે દ્રવ્યસુખ છે. જે મિથ્યાત્વ, અજ્ઞાનાદિરૂપ મોહનિદ્રાથી વ્યામોહ પામેલ છે, જે આધ્યાત્મિક વિકાસની દષ્ટિથી બિલકુલ શૂન્ય, મિથ્યાદષ્ટિ, અસંયમી અને અજ્ઞાની છે તે ભાવસુપ્ત છે. નિદ્રા ત્યાગી જે જાગી ગયા છે તે દ્રવ્ય જાગૃત છે અને જે વિરત છે, સંયમી છે, મોક્ષમાર્ગમાં ઉદ્યમશીલ છે, તે ભાવથી જાગૃત છે. જે દેશવિરતિ શ્રાવક છે તે સુખ-જાગૃત છે.
જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ આદિના કારણે હિંસાદિમાં હંમેશાં પ્રવૃત્ત રહે છે તે પણ ભાવસુખ છે. સમ્યકત્વ, જ્ઞાન, વિરતિ, અપ્રમાદ આદિ દ્વારા અહિંસાદિ સ્વરૂપને પ્રાપ્ત થયા છે તે ભાવથી
જાગૃત છે.
દીર્ઘ સંયમના આધારભૂત શરીરને ટકાવવા માટે દ્રવ્યથી જે તે નિદ્રાધીન હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org