________________
લોક વિજય અઘ્ય—૨, ઉ : ૫
તાત પન્નાલી :- જેમ સજ્જન પુરુષ માટે મોઢાથી ત્યજેલી લાળને પાછી ખેંચવી યોગ્ય નથી તેમ સાધકને ત્યજેલા ભોગોને કે ગૃહસ્થ જીવનને પુનઃ સ્વીકારવું યોગ્ય નથી.
મા તેલુ તિ∞િ અખાળમાવાવ :– હે સાધક ! જ્ઞાન, દર્શન, ચારિત્રનો માર્ગ સહજ, સરળ તથા સીધો છે. તેનાથી મિથ્યાત્વ, કષાયાદિનો માર્ગ ઊલટો તિરછો છે અર્થાત્ વક્ર છે. જ્ઞાનાદિથી વિપરીત સંસાર માર્ગમાં ન જવું જોઈએ. આત્માને મોક્ષથી વિપરીત માર્ગમાં ક્યારે ય જોડવો ન જોઈએ.
ઈહલોકિક પ્રવૃત્તિશીલ માનવની દશા :
८ कासंकासे खलु अयं पुरिसे, बहुमायी, कडेण मूढे, पुणो तं करेइ लोहं, वेरं वड्ढेइ अप्पणो । जमिणं परिकहिज्जइ इमस्स चेव पडिबूहणयाए । अमरायइ महासड्डी । अट्टमेयं तु पेहाए । अपरिण्णाए कंदइ ।
૮૫
શબ્દાર્થ :- વ્યાસંગલે = આ કર્યું, આ કરીશ, આવા સંકલ્પવાળો, બહુમાવી = ઘણી માયા કરે છે, હે મૂઢ = કિંકર્તવ્યમૂઢ થઈને દુઃખ ભોગવે છે, પુળો = ફરી, તેં તોહ રેડ્ = તે વિષય ભોગોમાં આસક્તિ કરે છે, વેર વડ્ડ્રેડ્ = વેર વધારે છે, અપ્પળો= પોતાનું, મિળ = જે આ, પરિહિન્ગર્= વારંવાર કથન કરે છે, મલ્લ વેવ = આ નાશવંત શરીરની, પહિબ્રૂ ળયા = વૃદ્ધિ માટે પ્રાણાતિપાત આદિ કરે છે, અમાયજ્ઞ = દેવની જેમ હંમેશ અમર માને છે, મહાલી = જીવવાની મહાશ્રદ્ધા રાખનાર, અટ્ટ = દુઃખ પામે છે, થૈ = આ, પેTTE = જોઈને બુદ્ધિમાન ભોગની ઈચ્છા કરે નહિ, અપરિગ્ગાÇ અપરિજ્ઞાત— વિષયભોગના પરિણામથી અજાણ અને તેમાં આસક્ત, વરૂ = આક્રંદન કરે છે, રડે છે.
ભાવાર્થ :- કામભોગોમાં આસક્ત આ પુરુષ વિચારે છે કે—મેં આ કાર્ય કર્યું, હું આ કાર્ય કરીશ. આ પ્રકારની આકુળતાના કારણે તે બીજાને ઠગે છે, માયા–કપટ કરે છે અને ફરી પોતે કરેલી માયાજાળમાં ફસાઈને મૂઢ બની જાય છે. તે મૂઢભાવથી ગ્રસિત થઈને ફરી લોભ કરે છે અને તેના કારણે પાપ કૃત્યો કરી જીવોની સાથે પોતાનું વેર વધારે છે. જે કંઈ પણ તે કહે છે અને કરે છે તે આ જીવનને પુષ્ટ કરવા માટે જ કરે છે. તે દેવતાની જેમ પોતાને અમર માનીને અર્થાત્ અત્યંત દીર્ઘાયુ માનીને જીવવાની અસીમ શ્રદ્ધાથી ચાલતો રહે છે. તાત્પર્ય એ છે કે મરવાનું છે એ વાતને ક્યારેય યાદ કરતો નથી. તું જો ! આવા તે પ્રાણી સંસારમાં મહાપીડિત તેમજ દુઃખી છે. અજ્ઞાનદશામાં પડેલાં તે પ્રાણી પોતાના દુઃખના કારણે રડે છે, ક્રંદન કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં અશાંતિ અને દુઃખનાં મૂળ કારણો પર પ્રકાશ પાડ્યો છે. 'આ કર્યું, હવે આ કરવાનું છે' આ પ્રકારની સંકલ્પની જાળમાં ફસાઈને માનવી મૂઢ થઈ જાય છે. તે વાસ્તવિક જીવનથી દૂર થઈને સ્વપ્નની દુનિયામાં જીવે છે. સૂત્રકારે મનની આ સ્થિતિને વાલવાલે- શબ્દ દ્વારા વ્યક્ત કરેલ છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org