________________
| લોક વિજય અધ્ય-૨, : ૫
_
છે. દીર્ઘદર્શી સાધક આ વિષયમાં ચિંતન કરે કે આ સમસ્ત લોકના જીવો વિષય કષાયને વશીભૂત થઈને દુઃખી થાય છે અને પરિભ્રમણ કરે છે, માટે વિષય કષાયથી મુક્ત થવાનો જ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
કામભોગના સેવનથી ક્યારે ય કામવાસના શાંત કે તૃપ્ત થતી નથી પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ વધે છે તેમ વિષય રૂપી અગ્નિ કામ સેવનથી વધારે પ્રજ્વલિત થાય છે. કામી વ્યક્તિ વારંવાર કામભોગની પાછળ દોડે છે, દોડને અંતે તો અશાંતિ અને અતૃપ્તિ જ થાય છે. તેથી કામને અકામ(વૈરાગ્ય)થી શાંત કરવાનો પ્રયત્ન કરવો જ હિતકારી છે.
શરીરના ત્રણ ભાગની કલ્પના કરી તેના ઉપર ચિંતન કરવું તે શરીર દર્શન છે, જેમકે– (૧) અધોભાગ-નાભિથી નીચેનો ભાગ (૨) ઊર્ધ્વભાગ-નાભિથી ઉપરનો ભાગ (૩) તિર્યગુભાગ- નાભિનું સ્થાન. એ ત્રણે ય ભાગો ઉપર ચિંતન કરે. આ ચિંતન અશુચિ ભાવનાનું એક સુંદર માધ્યમ પણ છે. તેનાથી શરીરની ક્ષણભંગુરતા, અસારતા આદિની ભાવના દઢ બની જાય છે, તેથી શરીર પ્રત્યે નિર્મમત્વ ભાવ જાગૃત રહે છે.
ત્રણે ય લોક ઉપર જુદી જુદી દષ્ટિઓથી ચિંતન કરવું તે ધ્યાનની એક વિલક્ષણ પદ્ધતિ છે. ભગવાન મહાવીર પોતાના સાધના કાળમાં ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં તથા તિરછા લોકમાં રહેલાં તત્ત્વો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સમાધિ ભાવમાં લીન બની જતા હતા. તે નવમાં અધ્યયનમાં કહેલ છે. લોક ભાવના' માં પણ ત્રણે ય લોકના સ્વરૂપનું ચિંતન તથા ત્યાં રહેલા પદાર્થો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એકાગ્ર બની શકાય છે.
સTધ વિકત્તા - ટીકાકારે સંધિનો અર્થ અવસર કર્યો છે. આ મનુષ્ય જન્મ જ્ઞાનાદિની પ્રાપ્તિનો, આત્મ વિકાસ કરવાનો તથા અનંત આત્મવૈભવ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે. તેને જાણીને સાધક કામથી વિરક્ત બને અને 'કામવિજયી' બને.
સંધિ દર્શનનો એક અર્થ એ પણ કર્યો છે કે શરીરના સાંધાઓનું સ્વરૂપ જોઈને શરીર પ્રત્યે રાગ રહિત થવું. શરીર તો કેવળ હાડકાંનું માળખું માત્ર છે, તેના પ્રત્યેની આસક્તિને ઓછી કરવી. શરીરમાં ૧૮૦ સંધિઓ માનેલી છે. તેમાં ૧૪ મહાસંધિઓ છે, તેના ઉપર વિચાર કરવો તે પણ સંધિદર્શન છે.
ને કહે પનિયા:- (૧) જે સાધક પોતાને કામવાસનાથી, કર્મબંધથી મુક્ત કરે તે વીર છે, પ્રશંસનીય છે. (૨) જે સાધક ઉપદેશ દ્વારા સંસારમાં આબદ્ધ પ્રાણીઓને મુક્ત કરાવે તે વીર અને પ્રશંસનીય છે.
દેહની અસારતા :| ७ जहा अंतो तहा बाहिं, जहा बाहिं तहा अंतो। अंतो अंतो पूइदेहतराणि पासइ पुढो वि सवंताई । पडिए पडिलेहाए । से मइम परिण्णाय मा य हुलाल
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org