________________
[
૭૪ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વિવેચન :
ચોથા ઉદ્દેશામાં ભોગનિવૃત્તિનો ઉપદેશ આપ્યો છે. ભોગનિવૃત્ત ગૃહત્યાગી પૂર્ણ અહિંસાચારી શ્રમણની સામે જ્યારે શરીર નિર્વાહ માટે ભોજનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે શું કરે? શરીરને ધારણ કરવા માટે આહાર ક્યાંથી, કેવી રીતે પ્રાપ્ત કરે કે જેથી તેની જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યાત્રા સુખ પૂર્વક ગતિશીલ રહે, આ પ્રશ્નનું સમાધાન આ ઉદ્દેશકમાં કર્યું છે.
સૂત્રમાં કહ્યું છે કે ગૃહસ્થ પોતાના માટે તથા પોતાના સંબંધીઓ માટે અનેક પ્રકારના ભોજન તૈયાર કરે છે. ગૃહત્યાગી શ્રમણ તે ભોજનમાંથી યોગ્ય સમયે, યોગ્ય વિધિથી નિર્દોષ આહાર પ્રાપ્ત કરે છે.
તે ભોજનની સંધિ-સમયને જુએ. ગૃહસ્થના ઘરે ભિક્ષા મળે તે સમયને–અવસરને જાણે. ચૂર્ણિકારે સંધિ ના બે અર્થ કર્યા છે– (૧) સંધિ–ભિક્ષાકાળ અથવા (૨) જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંધિ. સંધિનો સુઅવસર માનવજીવન છે, તેને જાણે, તેનો સદુપયોગ સંયમ આરાધનાથી કરે.
ભિક્ષાકાળના સમયનું જ્ઞાન રાખવું તે અણગાર માટે ઘણું આવશ્યક છે. ભગવાન મહાવીરના સમયમાં ભિક્ષાનો કાળ દિવસનો ત્રીજો પ્રહર મનાતો હતો. તાપ fબજારિયે– (ઉત્તરા. અ. ૨૬ ગા.૧૨) વર્તમાને જે દેશકાળમાં ભિક્ષાનો જે સમય હોય તેને જ ભિક્ષાકાળ કહેવાય છે. દશવૈકાલિક સુત્રના પિંડેષણા અધ્યયનમાં ભિક્ષાચરીનો કાળ, વિવિધ દોષ આદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
શ્રમણ માટે અહીં ત્રણ વિશેષણો આપ્યા છે– (૧) આર્ય (૨) આર્યપ્રજ્ઞ અને (૩) આર્યદર્શી. આ ત્રણે ય વિશેષણો સાર્થક છે. (૧) આર્યનો અર્થ છે-શ્રેષ્ઠ આચરણવાળા અથવા ગુણી. આચાર્ય શીલાંકના મતાનુસાર જેનું અંતઃકરણ નિર્મળ હોય તે આર્ય છે. (૨) જેની બુદ્ધિ પરમાર્થમાં પ્રવૃત્ત હોય તે આર્યપ્રજ્ઞ છે. (૩) જેની દષ્ટિ હંમેશાં ગુણોમાં રમણ કરે છે અથવા ન્યાય માર્ગના દષ્ટા આર્યદર્શી છે, તે 'શ્રમણ' છે.
સવ્વામiષ :- આ શબ્દમાં, આમગંધ શબ્દ અશુદ્ધ, સંગ્રહણીય આહારનો વાચક છે. સામાન્ય રીતે 'આમ'નો અર્થ અપક્વ છે. વૈદિક ગ્રંથોમાં અપક્વ–કાચા ફળ કે અન્ન આદિના માટે 'આમ' શબ્દ વપરાયો છે. પાલીભાષાના ગ્રંથોમાં 'પાપ'ના અર્થમાં 'આમ' શબ્દનો પ્રયોગ થયો છે. જૈન સૂત્રો તેમજ ટીકાઓમાં 'આમ' કે 'આમગંધ' શબ્દ આધાકર્માદિ દોષથી દૂષિત અશુદ્ધ ભિક્ષા માટે, અકલ્પનીય આહાર માટે, સચિત્ત પદાર્થ માટે અનેક જગ્યાએ વપરાયો છે.
આ સૂત્રમાં 'આમ' શબ્દનો પ્રયોગ ઉદ્ગમના ૧૬, ઉત્પાદના ના ૧૬ દોષો તેમજ 'ગંધ’ શબ્દથી એષણાના ૧૦ દોષ યુકત આહાર, અર્થમાં કર્યો છે. સાધુ દોષયુકત આહારને જાણીને, તેનો ત્યાગ કરે. ભિક્ષાચરી માટે યોગ્ય ભિક્ષુના આઠ ગુણો બતાવ્યા છે તેનો વિશેષ આશય આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org