________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા). પિતાશ્રી ડો. નાનાલાલ ગુલાબચંદ શાહ (હમાણી)
માતુશ્રી સવિતાબેન નાનાલાલ શાહ પિતા ગુલાબચંદભાઈ તથા માતુશ્રી જવેરબેનના ધર્મ સંસ્કારે રંગાયેલા ડો. નાનુભાઈ શાહે વેરાવળ બંદરને પોતાની કર્મભૂમિ બનાવી. અનેક દર્દીઓના મસિહા બની, સ્વાથ્ય દાતા બન્યા.
વેરાવળ, ઉના શ્રી સંઘમાં પ્રમુખ પદે રહી શાસન સેવાના કાર્ય કર્યા. સવિતાબેન પણ શ્રાવિકા મહિલા મંડળના, કસ્તુરબા મહિલા મંડળના પ્રમુખ બની સામાજિક, ઘાર્મિક ક્ષેત્રે મહિલા ઉન્નતિના કાર્ય કરતા રહ્યા.
ધર્મપરાયણ, ચોથા આરાના જુગલિયા જેવા આ દંપત્તિ બંને સાથે મળીને ધર્મ આરાધના કરતાં હોય તે દશ્ય અનુપમ બની જતું.
નિવૃત્તિના સમયમાં આત્માના ડોકટર બની જૈનાગમ, કર્મ સિદ્ધાંત આદિના વાંચન દ્વારા તેઓએ પોતાના જ્ઞાન ખજાનાને એવો સમૃદ્ધ બનાવ્યો કે સંત-સતીજીઓને વેરાવળ ચાતુર્માસ પધારવા માટે તેઓ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.
ભત્રીજી ભદ્રા (પૂ. સુબોધિકાબાઈ મ.) ને દીક્ષાની પ્રેરણા, અનુજ્ઞા આપી શાસનસેવા, કર્મક્ષયના ભાગીદાર બન્યા છે. આપના સંસ્કારોની સુવાસ સાથે લઈ અમેરીકા વસતા સુપુત્ર શ્રી સતીષભાઈ અને પુત્રવધુ સૌ. રશ્મીબેન સામાજિક, ધાર્મિકક્ષેત્રે યોગદાન આપી રહ્યાં છે. સુપુત્રી ડો. ભારતી શાહ, જમાઈરાજ ડો. શ્રી રશ્મિકાંતભાઈ વિશાળ કુટુંબમાં સ્વ કર્તવ્યોને નિભાવતા, વડિલોની સેવા દ્વારા નિજ હૃદયને પુલકિત તથા જીવનને સભર બનાવી રહ્યા છે.
શાસનના સ્તંભ સમા આગમ પ્રકાશનમાં સહયોગ આપી, આપે ભદ્રકર્મપુણ્યકર્મને સંચિત કર્યું છે. આપની આ શ્રુતસેવાના ઘણા-ઘણા ધન્યવાદ છે.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
on tination
o
Elevate & Personisson
Sorry