________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
સોવપળાનેહિં :- સાંભળીને જ્ઞાન કરનારી ઈન્દ્રિય–શ્રોત્રેન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિયથી સાંભળીને થનારું જ્ઞાન, તેમજ જોઈને, સૂંઘીને, ચાખીને, સ્પર્શ કરીને જ્ઞાન કરનારી ઈન્દ્રિયો અને આ ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થઈ જાય છે.
પર
મનુષ્યનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ પ્રમાણ છે. તેમાં સંયમ સાધનાનો સમય અંતર્મુહૂર્તથી લઈને દેશોનક્રોડ પૂર્વ સુધીનો હોય છે. સાધનાની દષ્ટિએ આ સમય ઘણો થોડો છે, તેથી અહીં મનુષ્યના આયુષ્યને અલ્પ કહ્યું છે.
વર્તમાનમાં સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું મનાય છે. તે દશ અવસ્થાઓમાં વિભાજિત થાય છે– (૧) બાલા (ર) ક્રીડા (૩) મંદા (૪) બલા (૫) પ્રજ્ઞા (૬) હાયની (૭) પ્રપંચા, (૮) પ્રચારા (૯) મુમુખી (૧૦) શાયની− (ઠાણાંગસૂત્ર સ્થાન– ૧૦.)
સામાન્ય રીતે ૪૦ વર્ષ સુધી(ચોથી દશા સુધી) મનુષ્યના શરીરની તેજસ્વિતા, કાંતિ, બળ આદિ પૂર્ણરૂપે ખીલતાં રહે છે. ત્યારબાદ ક્રમશઃ ક્ષીણ થવા લાગે છે. જ્યારે ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવા લાગે છે ત્યારે સામાન્યજનોનાં મનમાં સહજ ચિંતા, ભય અને શોક વધવા લાગે છે. ઈન્દ્રિયોની શક્તિ ઓછી થવાથી તે શારીરિક દષ્ટિએ અસમર્થ થવા લાગે છે, તેનું મનોબળ પણ ક્ષીણ થવા લાગે છે. તેની સાથે વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિયવિષયો તરફ આસક્તિ વધવા લાગે છે. ઈન્દ્રિય શક્તિની હીનતા અને વિષયાસક્તિની વૃદ્ધિના કારણે તેનામાં એક વિચિત્ર પ્રકારની મૂઢતા—વ્યાકુળતા ઉત્પન્ન થાય છે.
આવી વ્યક્તિ પરિવારને માટે સમસ્યારૂપ બની જાય છે. અરસપરસમાં ક્લેશ તેમજ તિરસ્કારની ભાવના વધે છે. પરિવારના સ્વજનો તેના પ્રતિ ગમે તેટલો સ્નેહાદિ રાખે છતાં પણ તે વૃદ્ધ માનવને વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી. આ જ જીવનની અશરણતા છે. તેના પર માનવીએ હંમેશાં ચિંતન–મનન કરતા રહેવાનું છે, તેમજ આવી દશામાં જે શરણદાતા બની શકે તેવા ધર્મ તથા સંયમનું શરણ લેવું જોઈએ.
તાળા-સરખાÇ:-તાળા૬ નો અર્થ રક્ષણ કરનાર તથા સરળÇનો અર્થ આશ્રયદાતા છે. 'રક્ષણ' શબ્દ રોગ કે બાહ્ય ઉપદ્રવના પ્રતિકારનો સૂચક છે અને 'શરણ' શબ્દ આશ્રય તેમજ પોષણનો સૂચક છે. આગમોમાં અનેક સ્થાને આ બંને શબ્દોનો પ્રયોગ એક સાથે થયો છે.
પ્રમાદ-પરિવર્જન :
३ इच्चेवं समुट्ठिए अहोविहाराए । अंतरं च खलु इमं संपेहाए धीरे मुहुत्त - मवि णो पमायए । वओ अच्चेइ जोव्वणं च ।
जीविए इह जे पमत्ता, से हंता छेत्ता भेत्ता लुंपिता विलुंपित्ता उद्दवित्ता उत्तासइत्ता, अकडं करिस्सामि त्ति मण्णमाणे ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org