________________
| ૫૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જે વિષયાર્થી હોય છે તે મહાન પરિતાપથી વારંવાર વિષયાધીન બનીને પ્રમાદાચરણ કરતા રહે છે.
તે આ પ્રમાણે માને છે- મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારો પુત્ર, મારી પુત્રી, મારી પુત્રવધૂ, મારો મિત્ર, મારા સ્વજન–સંબંધી, મારા સ્વજન-પરિજન, મારા હાથી ઘોડા, મકાનાદિ સાધનો, મારી ધન સંપત્તિ, મારી ખાદ્યસામગ્રી, મારા વસ્ત્રો, આવા અનેક પ્રકારના પ્રપંચોમાં ફસાયેલા જીવો, જીવનના અંત સુધી પ્રમાદી બનીને કર્મબંધન કરે છે. આ રીતે મારાપણામાં અથવા વર્તમાનમાં જ આસક્ત થયેલ વ્યક્તિ તેને વશ થઈને અનેક પ્રકારના પ્રમાદનું આચરણ કરે છે.
તે પ્રમાદી તથા આસક્ત વ્યક્તિ સ્વજનો માટે ધન કમાવવા અને તેની રક્ષા કરવા માટે રાત દિવસ પરિશ્રમ કરતાં કાળ, અકાળ જોયા વિના પ્રયત્નશીલ રહે છે. કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બનીને વિષયોમાં દત્તચિત્ત બનીને કર્તવ્ય, અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયપણે સંસારમાં ચોરી-લૂંટફાટ કરે છે તથા છકાય જીવોની વારંવાર હિંસા કરે છે.
વિવેચન :
પ્રથમ અધ્યયનના પાંચમા ઉદ્દેશકમાં પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ ગુણ'ને આવર્ત કહેલ છે. તે ગુણને અહીં 'મૂળસ્થાન' કહેલ છે. પ્રિય વિષયમાં રાગ અને અપ્રિય વિષયમાં દ્વેષની ભાવના જાગૃત થાય છે. રાગદ્વેષની જાગૃતિથી કષાયનો વધારો થાય છે. કષાયો જન્મ મરણના મૂળિયાંને સીંચે છે. કહ્યું છે કે
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्डमाणा । વારિ પણ વસિગા વસાયા,લિતિ મૂના પુમવલ્સ II દિશવૈ, અધ્ય.૮, ગા.૪૦]
નિગ્રહ નહીં કરાયેલાં ક્રોધ અને માન તથા વધતાં માયા અને લોભ આ ચારે કષાયો પુનર્ભવજન્મમરણના મૂળને સીંચે છે. ટીકાકારે 'મૂળ' શબ્દથી અનેક અભિપ્રાયો સ્પષ્ટ કર્યા છે. મૂળ એટલે ચાર ગતિરૂપ સંસાર, આઠ પ્રકારના કર્મ તથા મોહનીય કર્મ. આ સર્વનો સાર એ છે કે શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું એ જ સંસારની વૃદ્ધિનું અને કર્મ બંધનું કારણ છે.
ઈન્દ્રિય વિષયાસક્ત વ્યક્તિની મનોવૃત્તિ મમત્વ પ્રધાન હોય છે. તે વ્યક્તિ માતા પિતા આદિ સર્વ સ્વજનો તેમજ પોતાની સંપત્તિ સાથે મમત્વના ગાઢ બંધનથી બંધાય જાય છે. મમત્વથી પ્રમાદ વધે છે. મમત્વ અને પ્રમાદ, આ બે ભૂત જેના મસ્તક ઉપર સવાર થઈ જાય છે તે પ્રાણી પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. તેઓ અનેક પ્રકારના પાપકારી ઉપાયો યોજે છે, તેઓ ચોર, હત્યારા અને કઠોર સાહસી પણ બની જાય છે. તેની વૃત્તિ સંરક્ષક નહિ પણ આક્રમક અને બીજાને પીડાકારી બની જાય છે. આ સર્વ અનિયંત્રિત અવસ્થા, વિષયેચ્છાનું દુષ્પરિણામ છે.
અશરણતાનો પરિબોધ :२ अप्पं च खलु आउयं इहमेगेसि माणवाणं । तं जहा- सोयपण्णाणेहि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org