________________
કર્યા. જ્યારે હત્યારો કેદી ચોધાર આંસુએ રડી રહ્યો છે. તેના દિલમાં પાપનો પસ્તાવો ઉભરાઇ રહ્યો છે. પોતાની જાતને તે ફીટકારી રહ્યો છે.
પેલો પુત્ર પણ જાપમાં શ્રદ્ધાળુ એવા પિતાના પગમાં પડ્યો. પોતાની જડતા અને નાસ્તિકતા માટે માફી માગી. અને તે જ પળથી તેણે પિતાના પગલે જાપ શરૂ કરી દીધો. કેદીને લઇને મેયર અને પોલીસ અધિકારીઓ જેલમાં પાછા ર્યા. કેદીના સારા વર્તનની મૈયરની ભલામણથી તેને ફાંસીમાંથી મુક્તિ મળી. આવો અનુપમ છે, જાપનો પ્રભાવ !
શ્રી નવકારના આપણા જાપમાં જ્યારે સર્વસ્વ ન્યોછાવરીની ભાવના ભળશે ત્યારે તે જાપ સો ટચનો બનીને એનો પાપપ્રણાશક ધર્મ બજાવતો થશે, એ આપણને પ્રતિપળે યાદ રહેવું જોઇએ.
સામે જળાશય હોય, પોતે તરસથી પીડાતો હોય,
પંચ પરમેષ્ઠિઓમાં સૌથી પ્રથમ સ્થાન અરિહંત પરમાત્મા છે. એ પછી સિદ્ધ પરમાત્મા છે. એમ કેમ ? સિદ્ધ પરમાત્માએ ઘાતી અને અઘાતી બધા કર્મોનો નાશ કર્યો છે પરંતુ અરિહંત પરમાત્માએ તો ફક્ત ઘાતી કર્મોનો જ નાશ કરેલો છે. તો પણ અરિહંત પરમાત્માને પહેલા અને સિદ્ધ પરમાત્માને તેમના પછી કેમ નમસ્કાર કર્યા છે ? કારણ એ છે કે અરિહંત પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે અને મુક્તિનો માર્ગ દર્શાવે છે. સિદ્ધ પરમાત્માની ઓળખ પણ અરિહંત પરમાત્મા જ કરાવે છે. સિદ્ધપદ સાધ્ય છે અને એ સાધ્ય કરવાની સમજ અરિહંત પરમાત્મા જ આપે છે. એથી કરીને અરિહંત પરમાત્મા પ્રથમ પદમાં છે. એ જ આપણા માટે સૌથી પ્રથમ આરાધક છે.
છતાં ચાલીને જળાશયે જવાની આળસમાં જે માણસ જળાશય પાસે જાય નહિ અને તૃષાથી પીડાતો મોતને ભેટે તેને આપણે કેવો કહીએ ? આપણે પણ આવું તો નથી કરતાને ? આપણે પાપવૃત્તિથી પીડાઇએ છીએ એ હકીકત છે. તેનાથી છોડાવનારો શ્રી નવકાર આપણી સામે છે જ. આપણે તેને સમર્પિત ન થઇએ તો ઉપરના તૃષાતુમાં અને આપણામાં કોઇ ફેર ન રહે. આપણે સૌ આજથી જ શ્રી નવકારને ભેટવા જઇએ, તેમાં ભાવથી સ્નાન કરીએ.
અરિહંતપરમાત્માને પહેલા નમસ્કાર શા માટે?
પૂ. આચાર્યદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ
જ્ઞાનીઓએ કહેલ છે કે સિદ્ધ અવસ્થા આત્માની ચરમ અને પરમ અવસ્થા છે. સિદ્ધાવસ્થા પછી આત્માનો કોઇ પર્યાય બાકી રહેતો નથી. જ્યાં સુધી આપણે એ અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ નહિ ત્યાં સુધી તો પર્યાયો હંમેશા બદલાતા જ રહેશે. વારંવાર જન્મવું અને વારંવાર મરણ પામવું એમ થયા જ કરશે. એક દિવસ દુનિયા કહેશે કે જન્મ થયો અને બીજા દિવસે કહેશે કે મૃત્યુ થયું. આ જન્મ-મરણનું ચક્કર ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી મોક્ષ નહિ મળે. સિદ્ધપદ પ્રાપ્ત કર્યા પછી આ ચક્કર પોતાની મેળે જ છૂટી જશે. સિદ્ધ થઇ ગયા મતલબ કે સર્વ પ્રકારે પોતપોતાની મેળે જ જાતે સમાઇ ગયા. જ્યાં સુધી બંધન નહિ તૂટે ત્યાં સુધી સિદ્ધ સ્થિતિ નહિં થાય. એ માટે જો બંધનને તોડવું હોય તો ‘નમો સિદ્ધાણં' નો જાપ આવશ્યક છે. નમો સિદ્ધાણં માં પાંચ અક્ષર છે.
પણ સદા એ સ્મરણમાં રાખીએ કે, મારે પાપથી છૂટવું છે, પાપકરણવૃત્તિથી મુક્ત થવું છે, માટે જ હું શ્રી નવકારનો જાપ જપું છું. શ્રી નવકારના ભાવપૂર્વકના નિયમિત જાયના પ્રભાવે સર્વ મંગળો હાજર થાય છે અને આત્માને તેની સારી અસર થતી રહે છે. શ્રી નવકારનો ગાનારો એથી જ વિશ્વમિત્ર ગણાય છે.
****
દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ એ ચાર ગતિમાં તો આપણે ઘણાય ફર્યા છીએ. હવે આ પાંચ અક્ષરોનો જાપ કરીને પાંચમી ગતિ તરફ આપણે આગળ વધવાનું છે. પાંચમી ગતિ ‘મોક્ષ' છે. એ ગતિ પ્રાપ્ત કરવા માટે ‘નમો સિદ્ધાણં' પદમાં લયલીન બની જવું જોઇએ.
અરિહંત પરમાત્મા શંકાઓનો નાશ કરનારા છે અને સિદ્ધ પરમાત્મા એ બધી શંકાઓનો નાશ કરીને સિદ્ધપદને પામ્યા છે. એમનું આલંબન લીધા પછી આપણા મનમાં કોઇ પણ પ્રકારની ભ્રાન્તિ ન રહેવી જોઇએ. આપણે એમની નજીક જવું છે એ માટે
એમની પાસે જવા માટે નવકારનો મર્મ સારી રીતે ધ્યાનમાં લેવો જોઇએ. ‘નમો સિદ્ધાણં' પદ આપણને સિદ્ધ સ્વરૂપનું દર્શન કરાવે છે. આપણામાં આત્મશુદ્ધિ કેટલી છે ? આપણા મનમાં મલિનતા અથવા ઉજ્જવળતા કેટલી છે ? એ વાતનું જ્ઞાન આપણને સિદ્ધ પરમાત્માના દર્શન અને ચિંતનથી થાય છે. સિદ્ધ પરમાત્માનું દર્શન આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે.
નવકારમાં પાંચ પરમેષ્ઠિઓના પાંચ પદ છે, જેનાથી આપણને સિદ્ધિનો માર્ગ મળે છે. આપણે એ દેખીએ, એનું મનન
ચિંતન કરીએ અને પછી જે કાર્ય કરવાની પ્રેરણા મળે તે સંપન્ન કરીએ. નવકારનાં પહેલાં પાંચ પદોમાં પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરેલા છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચ પદોને આપણે રોજેરોજ જપીએ છીએ, પણ ધ્યાન નથી આપતા. હવે એના પર ધ્યાન આપો. નવકાર મંત્રની અંદર પ્રવેશ કરો.
શાહ જયેશકુમાર લાલચંદ
(નાંદીયા | રાજસ્થાન-ર્કોલાબા / મુંબઇ) હસ્તે : શ્રી લાલચંદભાઇ શાહ
૯૨