________________
આદ૨ રાખવો અને વિનય સાચવવો.
જીભ એકલી જ નહિ, પરંતુ મન બરાબર શ્રી નવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઇએ. • મોટાભાઇ નાનાભાઇને કવિતા શીખવાડે, તેમ આપણે મન રૂપી આપણા લધુબંધુને સદ્ભાવનાપૂર્વક શ્રી નવકાર શીખવાડવો જોઇએ.
* મન શ્રી નવકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.
• તરનારનું શરીર ભીંજાયા સિવાય ન રહે, તેમ શ્રી નવકારમાં પ્રવેશેલા પ્રાણો પણ શુભ ભાવ વડે ભીંજાય છે, જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાકોનો અધિક ભાગ શ્રી નવકારની બહાર રહે છે.
♦ શ્રી નવકાર ગણતી વખતે નીચેની ભાવના સતત ભાવવી.
આ રીતે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે અષ્ટાંગી છે. તેની પ્રાપ્તિમાં અદ્વેષભાવ એ પ્રથમ હેતુ છે તેથી કોઇપણ જીવ પ્રત્યે દ્વેષ ન કરો એ રહસ્ય છે. પોતાના કાર્યો માટે પારકી આશા સેવવી નહિ.
જાપની પાત્રતા કેવળવવાના ઉપાયો
(૬)
નવકારના આરાધકે નીચેના ગુણોને ખૂબ મહત્વના માની તેને જીવનમાં ઉતારવા માટે શક્ય પ્રયત્ન કરવાથી (૭) સ્વજન સંબંધીઓ સાથે પણ મર્યાદિત વ્યવહાર રાખવો.
સર્વ સંયોગ સંબંધને બંધન રૂપ જાણવા.
જીવનમાં પાત્રતા કેળવાય છે, અને તો જીવનમાં કેળવાયેલી પાત્રતા એજ સર્વ સદ્ગુર્ણાને ટકાવનાર વધારનાર અને સાનુબંધ બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે. (૧) કોઇને પણ નિંદનીય માનવો નહિ, પાપીમાં પાપી (૯) સદાચારી, ધાર્મિક પુરૂષોની સેવા કરવી. જવ પ્રત્યે પણ ભવસ્થિત ચિત્તવવી.
(૧૦) તત્ત્વની જીજ્ઞાસા રાખવી.
(૨) કોઇપણ એક અસાધારણ ગુણને વરેલ આત્મા પ્રત્યે પણ હૃદયમાં બહુમાન ધારણ કરવું. ગુણનો અંશ પણ કોઇપણ જગ્યાએ જોવા મળે તો આનંદિત થવું.
(૩) લોક સંજ્ઞાને છોડી દેવી, શાસ્ત્ર સંશાને કેળવવી. (૪) હિતકર વચન નાના બાળકનું હોય તો પણ ગ્રહણ કરવું.
(૫) દુર્જન પ્રત્યે દ્વેષ ન કરવો, બીજા ઉપર દ્વેષ બુદ્ધિ આરાધક માટે અનિષ્ટ છે, કેમકે તત્ત્વજ્ઞાન પ્રાપ્તિમાં નીચે મુજબ અન્ય આદિ આઠ અંગો છે.
,
(અ) અદ્વેષ એટલે બીજા જીવો અથવા તત્ત્વો ઉપર
અરૂચનો અભાવ.
(આ) જિજ્ઞાસા એટલે તત્ત્વને જાણવાની ઇચ્છા. (ઇ) શુશ્રુષા એટલે તત્ત્વને સાંભળવાની ઇચ્છા. (ઇ) શ્રવણ એટલે તત્ત્વને સાંભળવું.
(૯) બોધ એટલે સાંભળેલ તત્ત્વોની જાણકારી. (ઊ) મીમાંસા એટલે જાણ્યા પછીનું તત્ત્વનું મનન. (એ) પ્રતિપતિ એટલે મનન પછી તત્ત્વનો સ્વીકાર અર્થાત્ તત્ત્વનિશ્ચય આ આવું જ છે એવી નિર્ણય. (એ) પ્રવૃત્તિ એટલે તત્ત્વ નિર્ણય પછીનું તદનુસાર અનુષ્ઠાન.
(૮)
કોઇ સ્તુતિ કરે તો લાવવું નહિ, નિંદા કરે તો કોપાયમાન થવું નહિ.
(૧૧) જીવન પવિત્ર રાખવું, (૧૨) કષ્ટ વખતે સ્થિર-ધીર-રહેવું. (૧૩) નિર્દભ જીવન ગાળવું.
(૧૪) ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો. (૧૫) સંસારનું વીરુપપણું ચિંતવવું.
(૧૬) શરીર, ધન, વૈભવ આદિની મૂર્છા ઉતારતા રહેવું. (૧૭) દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ વધારવી.
(૧૮) સ્વાધ્યાય, ધ્યાન, જાપ માટે શાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું.
શ્રી રજનીકાંત ચીમતલાલ ગાંધી પરિવાર (લીંબડી-ચેમ્બુર)
૩૧