________________
ઘરે પહોંચાડી દઇશ. પરંતુ નધણીયાતું બાળક થઇ જતાં તેને હવે પોલીસમાં જ સોંપવાની વાત ડ્રાઇવર-કંડકટરે કરી અને ભાયખલા પોલીસ ચોકી આવતાં ત્યાં પોલીસ ચોકીમાં કમલને છોડી આવ્યા. પેલા સાઉથ ઇંડીયન ભાઇએ ડ્રાઇવર તથા કંડકટર અને પોલીસનો પણ નંબર પોતે લખી લીધો અને ત્યાંજ ઉતરીને બહારથી કમલે આપેલા ફોન નંબર પર ફોન કર્યો. જે અમારા ઘરનો જ હતો. અને મેં ફોન ઉઠાવતાં તેણે
કહ્યું કે બદામી શર્ટ અને બ્રાઉન પેન્ટ પહેરેલ બાળક છે અને તેને ભાયખલા પોલીસ ચોકીમાં લઇ ગયેલ છે. વધુ વિગત હું તમોને ઘરે આવીને આપીશ તે દરમ્યાન પાંચ વાગી ગયા હતા. ત્યાંથી ટેક્ષી પકડીને પેલા ભાઇ ઘરે આવ્યા ને બધી ઉપરની વિગત વિગતવાર કહી સંભળાવી. ફોન આવ્યાથી જે રાહત થઇ હતી, તે ઘરે આવ્યા બાદ શાંતિ અને ખુશીમાં બદલાઇ ગઇ. તે ભાઇને ચાની ઓફર કરતાં તેમણે ના પાડી. અને પાણી સુદ્ધા પણ ન પીધું. ને અમો પોલીસ ચોકીથી ફોન આવવાની રાહ જોવા લાગ્યા. લગભગ સાડાપાંચે ત્યાંની બધી વિધિ પતાવી કમલને દરેક બાબત પાકી પૂછી ને કમલ પાસે જ ફોન કરાવ્યો કે હું અહીં પોલીસ ચોકીમાં છું અને મને અહીંથી લઇ જાવ. હું રડતો નથી વગેરે જેમ પોલીસ કહેતા ગયા તેમ બોલતો ગર્યો. અને મને નવકારમંત્ર પર જે ચહા હતી. વિશ્વાસ હતો તે ફળ્યો. અને આમ અમારો કમલ અમને આખરે સુખરૂપ પાછો મળ્યો...
-લીલા પી. વસા (મુંબઇ)
યારીવશ વૃદ્ધ નવકાર જાપથી બેઠા થયાં !
જે ઘરમાં અમારા પંચ પરમેષ્ઠિ મહિલા મંડળની બહેનો નવકારના જાપ દ્વારા નવકારના નાદ પ્રસારિત કરતી
હોય તે ઘરમાં નાસ્તિક પણ આસ્તિક બની જાય છે. જે ઘરમાં
આ દિવ્ય જાપ થતો હોય તે ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય હંમેશા જળવાઇ રહે છે. શ્રી જયંતભાઇ ‘રાહી’ની *ઘર ઘર ગુંજે શ્રી નવકાર, એ જ અમારો છે નિર્ધાર'ની ભાવનાને ચરિતાર્થ કરવા અમે સર્વ બહેનો થોડાં અંશે પણ
સદ્ભાગી બની શક્યા છીએ તેનો અમને આનંદ સાથે ગૌરવ પણ છે.
અમારા મંડળ દ્વારા અમે નવકાર મંત્રનું પવિત્ર યંત્ર અને શ્રી જયંતભાઇ 'ડી'ના આશીર્વાદ લઇને ઘર ઘરમાં નવકાર જાપ અનુષ્ઠાન કરાવવા જઇએ છીએ અમારા આ નવકાર જાપ અનુષ્ઠાનથી સર્વત્ર મંગલ મંગલ જ થાય છે. મુંબઇના વિક્રોલી ઉપરનગરમાં એક કચ્છી પરિવારના ઘરે અમે આ નવકાર જાપ અનુષ્ઠાન માટે ગયા હતા. ત્યાંની એક સત્ય ઘટના અહીં સુજ્ઞ વાટકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
વિક્રોલીમાં એક કચ્છી પરિવારના નિમંત્રણથી અમે તેમના ઘરે નવકા૨ જાપ અનુષ્ઠાન કરાવવા ગયા હતા. આ કચ્છી પરિવારમાં એક વર્ષાવૃદ્ધ વડીલ હતા. તેઓ છ મહિનાથી પથારીવશ હતા. પથારીમાંથી ઉભા થઇ શકવાની તેમની શક્તિ ન હતી. અંદરની રૂમમાં તેઓ પલંગ પર
સુતા હતા.
અમે અહીં નવકાર જાપ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો. નવકારના પવિત્ર પદો વાતાવરણમાં સતત ગુંજવા લાગ્યા. આ જાપના પ્રથમ મણકા બાદ અમે ‘લગની લાગી છે તારા નામની...’ અને બીજા મણકા બાદ ‘રંગાઇ જાને રંગમાં’... એ ભક્તિગીત ભાવવાહી સ્વરે ગાયું. પેલા વૃદ્ધજન સુતા સુતા અમને સાંભળતાં હતા. તેમનામાં કાણ જાણે કેવીશક્તિ ઉદ્ભવી. તેઓ પથારીમાંથી એકાએક બેઠાં થયા. કોઇની મદદ વિના પલંગ પરથી નીચે ઉતર્યા. હાથમાં વોકર લીધું. અને જાપ જ્યાં ચાલતા હતા ત્યાં આવીને ઉભા રહ્યા. તેમના પૌત્રનું તેમની ઉપર ધ્યાન ગયું. દાદાને તેણે વિનયથી ખુરશી પર બેસાડ્યા. એ પછી દાદા આ જાપમાં પૂરો સમય બેઠાં. તેઓએ ભાવપૂર્વક જાપ કર્યા, ભક્તિગીતોમાં તેઓ ઝુમતા રહ્યા. તેમના પરિવારજનોમાં ભારે આશ્ચર્ય થયું. જેઓને પથારીમાંથી ઉઠી શકવાની તાકાત ન હતી તે પોતાની મેળે ઉભા થઇ આ નવકાર જાપમાં આવે તે જોઇને તેમની સૌની આ
જતબેન શાંતિલાલ શાહ (લીંબડી-મુલુન્ડ)
૨૫૦