________________
નવકાર પ્રભાવે તેવુ હૃદય પરિવર્તન થયું...!
મારો બિલ્ડીંગ લાઇનનો વ્યવસાય છે. આ લાઇનમાં મારે ઘણા બિલ્ડ૨ો સાથે ફ્લેટ-દુકાન વગેરેના સોદાનું કામકાજ રહે. નવકાર મંત્રનો હું આરાધક છું. દર મહિનાની પુનમે હું
પૂ. શ્રી જયંતભાઈ 'રાહી'ના નવકાર જાપમાં ગોગાંવથી નિયમિત મુલુન્ડ આવી પહોચું છું. દર મહિને કરાતા આ જાપથી મારો આખો મહિનો ખૂબ સારો જાય છે. વળી પૂ
શ્રી જયંતભાઇ ‘રાહી’ના જાપમાં તેમના સ્વમુખે નવકારનો મહિમા જાણી તેમની પાસે મેં એક નવલખા જાપ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. તે મુજબ હું રોજની ત્રણ બાંધી માળા ગણું છું,
નવકારનો પ્રભાવ કેવો અચિત્ય છે અને નવકાર આરાધક પર આવી પડેલ સંકટ નવકારના પ્રભાવથી કંઇ રીતે દૂર થાય છે. તે અંગેની મારા જીવનમાં બનેલી એક ઘટના અત્રે રજૂ કરું છું.
આજથી દસેક વર્ષ પૂર્વે મેં એક જાણીતા બિલ્ડર પાસે એક ફ્લેટ નોંધાયેલ, બિલ્ડર પોતે જૈન હોવાથી અને મારા પરિચયમાં હોવાથી મને તેની કોઇ ફિકર ચિંતા ન હતી. અને આમેય હું બીજા એક કાર્યમાં અતિ વ્યસ્ત હોવાથી તે ફ્લેટ બાબત પૂરતું ધ્યાન આપી શક્યો ન હતો. અને બિલ્ડરે મારા પાસેથી એ ફ્લેટની ૬૦ ટકા રકમ લઇ લીધી હોવા છતાં મારો એ ફ્લેટ બીજાને વેંચી નાખ્યાની મને ખબર પડી ત્યારે મને મોટો આઘાત લાગ્યો. હું તાબડતોબ તે બિલ્ડર પાસે ગયો અને મારા ફ્લેટની માગણી કરી પરંતુ એ બિલ્ડ૨ તો સાવ નામકર ગયો, ફરી જ ગયો. આ કિસ્સામાં મારી જ ભૂલ હતી. મેં વિશ્વાસે તેમને ફ્લેટની ૬૦ ટકા રકમ ભરપાઇ કરી હતી. અને તેનું કોઇ લખાણ કે સિદ પણ લીધી ન હતી. અને મારી આ ભૂલની સજા મને મળી ગઇ. પેલા
બિલ્ડરે તો તમે ફ્લેટ નોંધાવ્યો જ નથી તેમ કહીને ફરી ગયો !
હું ખૂબ ચિંતામાં પડી ગયો. મારો ફ્લેટ કે તેના ભરેલ પૈસા પરત મેળવવા મારે મેં તે બિલ્ડરના પિતાજીને પણ વાત કરી અને જ્યાં જ્યાં મારી ઓળખાણ-લાગવગ
હતી ત્યાં હું ફરી વળ્યો. પરંતુ મારી કોઇ કારી ફાવી નહિ આ બાબત હું તદન નિષ્ફળ ગયો. હવે આ બાબત કોર્ટકચેરી કરવી પડે તેમ હતું. પરંતુ એટલો સમય મારી પાસે ન હતો અને વળી આ બિલ્ડ૨ ખૂબ જ માથાભારે હોવાથી શું કરવું તેની વિમાસામાં હું હતો.
આ ફ્લેટ બૂકીંગમાં મારી સારી એવી રકમ ફસાઇ ગઇ હતી. હું ભારે મુંઝવણમાં મૂકાઇ ગયો હતો. આવા
સમયે મને પૂ. શ્રી જયંતભાઇ 'રાહી'ની એક વાત યાદ આવી. કે ‘તમારા હાથમાંથી કોઇ છીનવી શકશે પરંતુ તમારા નસીબમાં હશે તો તેને કોઇ છીનવી નહિ શકે.' આ વાત મારા હૃદયમાં અંકિત થઇ ગઇ હતી. આ સૃષ્ટિમાં કર્મસત્તા બળવાન છે એમ માની હવે આ વાત વિસરી જવામાં જ મેં ડહાપણ માન્યું.
અને એ પછી થોડાં જ દિવસમાં ન માની શકય
તેવી વાત બની. ગયા મહિને તે બિલ્ડર જાતે મારા ઘરે આવ્યો. અને તેણે કરેલ ભૂલ કબૂલ કરી મારી ક્ષમા માંગી અને મારા ફ્લેટના પૈસા પરત કર્યા. મને અને મારા ધર્મપત્નીને તો એ વાતનું આશ્ચર્ય થયું કે મેં ભરેલ રકમનું વ્યાજ અને તેમણે જે વ્યક્તિને જે ભાવે ફ્લેટ વેચ્યો તેના ડિફરન્સના પૈસા સુદ્ધા મને સુપ્રત કર્યા. અને પોતાની થયેલ ભૂલ બદલ પુનઃ પુનઃ ક્ષમા માંગી અમે પણ તેની ભાવના જોઇને તેને ક્ષમા આપી.
એ પછી અમને જાણવા મળ્યું કે તે બિલ્ડર ઉપર હમણાં હમણાં અનેક તકલીફો આવી હતી. આચરેલ અનીતિ કોઇને સુખેથી જીવવા દેતી નથી તે વાત અહીં સિદ્ધ થતી હતી. આનંદની વાત તો એ હતી કે આ બિલ્ડર પણ ચેમ્બુર તીર્થમાં પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ના નવકાર જાપમાં આવતા હતા. નવકાર મંત્રે જ તેમને સદ્બુદ્ધિ આપી હતી એવી અમને ખાત્રી છે. કોઇનું પણ અણહકનું ન લેવું અને કોઇની થાપણ ઓળવવાનું ભયંકર પાતક કદિ ન કરવું એ પૂ. શ્રી જયંતભાઈની વાત તેના પરિવર્તનમાં ભાગ ભજવી ગઇ
માતકુંવર લક્ષ્મીચંદ લાલકો (૭૭ વારાપધર-મુલુન્ડ)
૨૪૪