________________
નુકસાન થઇ ચૂક્યું છે. હવે તેમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. કદાચ એવું પણ બને કે આ દર્દી કાયમ કોમામાં પણ સરી પડે !
ને ભાઇના પરિવારના સભ્યો આ વાત સાંભળીને ખૂબ જ ચિંતામાં પડવા. તે ભાઇના એક બહેન ઘાટકોપરમાં રહે . તેઓ તાત્કાલિક ચેમ્બુર દેરાસર આવ્યા અને શ્રી આદિશ્વર દાદાને પ્રાર્થના કરી કે મારા ભાઇને જલદી સારું થઇ જાય. તે દિવસ બેસતા મહિનાનો હતો. તેથી અહીં ચેમ્બુરીર્થમાં શ્રી જયંતભાઇ ‘રાહી’ના નવકાર જાપ હતા. તે બહેન નવકા૨ જાપમાં બેઠાં અને જાપની પૂર્ણાહુતિ પછી નવકા૨ જાપનો વાસક્ષેપ લીધો અને સીધા હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં પહોંચીને નવકાર મંત્રનું સ્મરણ કરીને પોતાના ભાઇના માથે જાપનો વાસક્ષેપ નાખ્યો. એ પછી તે ભાઇનું ઓપરેશન શરૂ થયું અને ડોકટરોની ધારણાથી વિરુદ્ધ આ ઓપરેશન પછી તે ભાઇને એક જ કલાકમાં શુદ્ધિ આવી ગઇ અને બધા સાથે સારી રીતે વાતચિત કરવા લાગ્યા, પાંચ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને ઘરે જવાની રજા મળી. ઘરે આવ્યા પછી તેમના બધા જ કાર્યો ઉકેલાતા ગયા. વ્યવસાયમાં પણ વિશેષ સફળતા મળવા લાગી. તેમના પરિવારના સર્વ સભ્યોએ કબૂલ કર્યું કે નવકાર મંત્રનો પ્રભાવ જ આની પાછળ કામ કરી રહ્યો છે. આ દિવસથી તે ભાઇની સાથે તેમના પરિવારના સર્વ સભ્યોની નવકાર મંત્ર પ્રત્યેની આસ્થા વધી અને તેઓ સૌ વધુને વધુ નવકારમય બનતા ગયા.
ખંભાતના એક ભાઇ મુંબઇમાં કિંગ સર્કલ વિસ્તારમાં રહે. તેમના એક દીકરા નિયમિત શ્રી જયંતભાઇ ‘રાહી'ના જાપમાં આવે, આ ભાઇની ધર્મપત્નીની સાચા હીરાથી મઢેલી સોનાની બે કિંમતી વીટીઓ કેટલાક સમયથી મળતી ન હતી. ખૂબ જ શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો મળ્યો નહિ. કબાટ, રસોડુ, આખું ઘર ત્રણ-ચાર વાર જોઇ લીધું તો પણ
એ વીટીઓ મળી નહિ તેથી નિરાશ થઇને હવે આ વીટીઓ મળકો નહિ એમ સમજીને તેને શોધવાના પ્રયત્નો છોડી દીધા.
વીટીઓ ખોવાયાના થોડા દિવસ પછી તે ભાઇના સુપુત્ર નવકાર જાપમાં આવ્યા. ખંભાત નિવાસી આ પરિવારને
તાજેત૨માં શ્રી ચેમ્બુર તીર્થે નવકાર જાપના સૌજન્ય દાતા તરીકે લાભ મળ્યો હતો. તેઓ ભાવપૂર્વક નવકાર જાપ પૂર્ણ કરીને પરત ઘરે આવ્યા. ઘરે આવીને કોઇ કામસર કબાટ ખોલતા કબાટની અંદર વીટીઓની ડબ્બી દેખાઇ, તેમણે શીઘ્ર તે ડબ્બી હાથમાં લઇને ખોલી તો પોતાની ખોવાઇ ગયેલી તે બન્ને કિંમતી વીટી નિહાળી, તેમને ખૂબ આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલા માટે કે આ વીટી માટે આખા ઘરની વારંવાર તપાસ કરી હતી અને કબાટમાં પણ અનેકવાર તપાસ કરી હતી પણ તે લીટી મળી ન હતી અને આજે અચાનક આ વીટીઓ કબાટમાંથી મળી આવી. આ વીટી ક્યાં હતી અને તેને કોશ મૂકી ગયું તે સ્ય જ રહ્યું. ઘણા વિચાર મંથન પછી તે ભાઇને ચોક્કસ થયું કે આ નવકાર મંત્રનો જ પ્રભાવ છે. જેનાથી પોતાની અને તેમના પરિવારના સભ્યોની નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની. આ કલિકાલમાં નવકાર મંત્ર જ આો ચમત્કાર સર્જી શકે છે તે આ ઘટનાથી ફલિત થયું. હાલ ખંભાતનિવાસી આ પરિવાર ચેમ્બુર તીર્થમાં યોજાતા નવકાર જાપ અનુષ્ઠાનમાં નિયમિત આવે છે.
**
શ્રી જયંતભાઇ શાહી'ના જાપમાં નિયમિત આવતો એક બહેને નવકાર મંત્ર પ્રત્યેના પોતાના સ્વાનુભાવનો એક અદ્ભૂત કિસ્સો અમને કહ્યો અને તે સુજ્ઞ વાચકો માટે તેમના જ શબ્દોમાં અમે અહીં પ્રસ્તુત કરીએ છીએ.
તે ધન્ય દિવસ પોષ સુદ એકમનો, બેસતા મહિનાનો. તા. ૩૦-૧૨-૧૯૯૭નો પરમ પવિત્ર દિવસ. ચેમ્બુર તીર્થમાં હું શ્રી જયંતભાઇ ‘શહી' ના નવકાર જાપમાં બેઠી હતી. એ સમયે નવકારનો મહિમા સમજાવતા શ્રી જયંતભાઇએ જીનીવા ખાતેની વિશ્વધર્મ પરિષદમાં એક મુસ્લીમ મૌલવીની નવકાર મંત્ર પ્રત્યેની આસ્થાની હૃદયસ્પર્શી વાત કરી હતી. હું તે વાત સાંભળતા સાંભળતા જ આંખો બંધ કરીને નવકાર મંત્રના સ્મરણમાં લયલીન બની. હું આ મહામંત્રના ધ્યાનમાં એટલી મગ્ન બની કે જાણે સારી દુનિયાને ભૂલી ગઇ. મને આ મહામંત્રના ધ્યાનમાં તે સમયે સર્વ
(સ્વ.) માતુશ્રી માનકુંવરબેન અમરચંદ શાહ (પાલિતાણાા-મુલુન્ડ)
હસ્તે : પ્રવીણભાઇ
૨૩૬