________________
કે “બાપુજી તમે જાપમાં આવવાના ન હતા. રાત્રે તમે આવવા માટે હાં પાડી. અમે સૌ રાજી થયા'. આપ જાપમાં આવી. રહ્યા છો પછી બીજું અમારે શું જોઇએ ? એટલે બીજી કોઇ ચર્ચા ન કરી.
વસનજીભાઇએ ભરતને કહ્યું કે તું આજે બહાર જા ત્યારે મારા માટે બે સફેદ ઝબ્બા અને બે લૈષા જરૂર તેનો આવજે. હવેથી હું જ્યારે જયંતભાઇના નવકારના જાપમાં જઇશ ત્યારે આ સફેદ પોષાક જ પરિધાન કરીશ.
વસનજીભાઇ જયંતભાઇ સાથે ખૂબજ નિખાલસપણે ચર્ચા કરી. નવકાર પ્રત્યેની તેમની આસ્થા હવે વધી છે તેમ પણ કહ્યું. જયંતભાઇની સમજાવવાની શૈલીથી તેઓ અત્યંત ખુશ છે તેમ પણ વારંવાર જણાવ્યું. ચા-નાસ્તો કર્યા પછી બિલ્ડીંગમાં નીચે સુધી જયંતભાઇને મૂકવા તેઓ ગયા.
વસનજીભાઇની બે દીકરીઓ અમેરિકામાં ડૉક્ટર છે. તેઓ પણ બાપુજીને મળવા મુંબઇ આવી હતી. તેમની સાથે પણ વસનજીભાઇએ જયંતભાઇ અને તેમના નવકાર જાપની સતત વાતો કરી, રાત્રે પણ સુતી વખતે જયંતભાઇ અને તેમના નવકાર જાપની વાતો ખૂબ જ હોશથી પરિવારના સભ્યો સાથે તેઓ કરતા રહ્યાં. રાત્રે બે વાગે તેઓ નિદ્રાધિન થયા. તેઓ સૂતા તે સૂના સવારે તેમને ઉઠાડ્યા તો તેઓ ઉઠી શક્યા નહિ. રાત્રે ઉંઘમાં જ તેમને હાર્ટએકટનો હુમલો આવ્યો હતો અને ઉષમાં જ તેમનું અવસાન થયું હતું. જાણે નવકારના રટણ સાથેનું આ હતું સમાધિમરા,
આમ વસનજીભાઇ ગાલા છેલ્લી ક્ષણોમાં નવકારમય બનીને સમાધિ મૃત્યુને વર્યા. તેમની સમશ્યાન યાત્રામાં સંખ્યાબંધ લોકો ઉમટ્યા. કેટકેટલા લોકોને તેમણે સહાય કરી હતી. તેમની માનવતાની સુવાસ એવી હતી કે તેમના અવસાનના સમાચાર મળતા તેમના અસંખ્ય ચાહકોને ભારે આઘાત લાગ્યો. તેમનો પરિવાર તો તેમના વડીલની આમ અચાનક વિદાયથી સ્તબ્ધ બની ગયો. તેમની અંતીમ ઇચ્છા પ્રમાણે તેમને શ્વેત ઝબ્બો-લેન્ધો પહેરાવી તેમની અંતીમ યાત્રા કાઢવામાં આવી. તેમની અંતીમ યાત્રામાં મોટીસંખ્યામાં
લોકો જોડાયા. આમ મલાડમાં એક પ્રખર, માનવતાવાદી મસિહા તરીકે જાણીતા થયેલા વસનભાઇ ગાલા છેલ્લે છેલ્લે નવકાર મંત્રના જાપ દ્વારા પોતાનું શ્રેય સાધી ગયા. આ સત્ય ઘટના જ્યારે અમે સાંભળી ત્યારે અમારું મસ્તક વસનભાઇની સરળતા, સહજતા, સેવાપરાયણતા અને નિખાલસવૃત્તિની સામે આપોઆપ નમી ગયું. વસનજીભાઇને અમારી ભાવભરી અંજલિ હો...!
—ચંદ્રકાંત એમ. શાહ (મુલુન્ડ)
નવકાર મંત્રના પ્રભાવે ભયંકર સંકટ દૂર થયું !
નવકાર મંત્રનું સ્મરણ કરવાવાળી વ્યક્તિ આ સંસારમાં કદી દુ:ખી થતી નથી. તેના જીવનમાં આવેલ વિઘ્નો, સંકર્ટ, આફતોનું આવરણ દૂર થઇ જાય છે. અને તેનું જીવન વધુને વધુ ધર્મમય-નવકારમય થતું જાય છે. આ વિશ્વમાં નવકાર મંત્રના આવા પ્રભાવના હજારો કિસ્સાઓ બની રહ્યા છે. નવકારનું શરા લેનાર વ્યક્તિનો કેવો ચમત્કારી બચાવ થાય છે. તેવી ઘટનાઓ આ જગતમાં નવકાર મંત્રનો કેવો અને કેટલો પ્રચંડ પ્રભાવ છે તેની પ્રતીતિ કરાવે છે. અહીં એક એવી ઘટના પ્રસ્તુત છે કે જે વાંચી લોકોને નવકાર મંત્રના પ્રભાવની વ્યાપકતાનો ખ્યાલ આવી શકે.
નવકાર મંત્ર અને શ્રી માણિભદ્ર વીરના પરમ ભક્ત એવા એક ભાઇની આ વાત છે. (એ ભાઇએ પોતાનું નામ નિર્દેશ કરવાની ના પાડતા અહીં તેમનું નામ આપેલ નથી.)
સન ૨૦૦૦ની સાલમાં તેમને શારીરિક તકલીફ થતાં ડોક્ટરોની સલાહ મુજબ તેઓએ એન્જોગ્રાફી કરાવી પરંતુ એ સમયે તેમણે પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ને વાત કરેલી કે મારે એન્જોગ્રાફી કરાવવાની છે. કદાચ બાયપાસ સર્જરી પણ કરાવવી પડે. ત્યારે પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’એ તેમને કહેલુ કે તમને કશું જ નથી, કશું થવાનું પણ નથી, તમે પૂર્વવત દોડવા માંડવાના છો. તમારી નવકાર મંત્ર પરની શ્રદ્ધા છે તેથી વિશેષ શ્રદ્ધા રાખજો અને પૂ. જયંતભાઈના એ શબ્દો તેમનો નોર્મલ રીપોર્ટ આવતા સાચા પડેલા.
શ્રી ત્રાષભ જિત મહિલા મંડળ (તારદેવ, મુંબઇ-૩) હસ્તે : લીલાબેન નેમચંદ શાહ
૨૩૨