________________
અપાર પ્રેમ હોય તે સ્વાભાવિક છે. અને એટલે જ કહ્યું છે કે ‘મા તે મા બીજા વગડાના વા'. માનો પ્રેમ સ્વર્ગથી ચડિયાતો કહેવામાં આવ્યો છે અને એથી જ પુત્રની ચિંતામાં મા બિમાર પડી. તેમ છતાં તેણે ચેમ્બુરમાં પૂ. શ્રી જયંતભાઇના નવકાર જાય તો ચાલુ જ રાખ્યા. એક બેસતા મહિને આ ‘મા’ નવકાર જાપમાં ચેમ્બુર આવી. અને જાપમાં ત્રીજો સંકલ્પ સિદ્ધિનો મણકો આવ્યો. અને તેણે મનોમન પ્રાર્થના કરી કે હે પંચ પરમેષ્ટિ ભગવંતો ! મારો એક જ મનોરથ છે કે હું મારાં પુત્ર-પુત્રવધુ અને પૌત્રનું મોઢું એકવાર જોઇ લઉ. પછી ભલે મૃત્યુ આવે તેનો મને કોઇ રંજ નથી, હું હસતા મુખે વિદાઇ લઇશ.
નવકાર જાપમાં ભાવપૂર્વક કરાયેલી માની આ પ્રાર્થનાનું સુખદ પરિણામ આવ્યું, એક દિવસ એવું બન્યું કે 'મા' પથારીમાં હતી. શરીરે તાવ હતો. ત્યારે તેના પતિ પુત્ર-પુત્રવધુ અને પૌત્રને લઇને અચાનક તેની સમક્ષ હાજર થયો. પુત્ર-પુત્રવધુ અને પૌત્રને જોઇને માની આંખમાં હર્ષના આંસુ ઉંમટી આવ્યા. આખા ઘરમાં આનંદ આનંદ થઇ ગયો. પતિએ પણ પુત્ર-પુત્રવધુને ઘરમાં સાથે રાખવા સંમતિ આપી દીધી. અને આમ ફરી આ કુટુંબ કલ્લોલ કરતું થઇ ગયું.
બીજા મહિને ‘મા' જાપના દિવસે ચેમ્બર મધ્યે પોતાના પતિ, પુત્ર-પુત્રવધુ અને પૌત્રને લઇને આવી. સર્વ પ્રથમ આ પરિવારે ચેમ્બુર તીર્થાધિપતિ શ્રી આદીશ્વર પ્રભુના ભાવપૂર્વક દર્શન કર્યા અને પછી પૂ. જયંતભાઇના નવકાર જાપમાં જોડાયા. જાપ પૂર્ણ થયા બાદ તે ‘મા” પૂ, જયંતભાઈ પાસે આવી અને તેમના હાથમાં ૫૧ હજાર રૂપિયા ધરી દીધા. અને પોતાની આપવીતી કહી સાથે નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધાની વાત કરી. પૂ. જયંતભાઇએ તે રૂપિયા તેમને પાછા આપ્યા અને કહ્યું કે-'બહેન, તમે ધણાં જ પુણ્યશાલી છો આ રૂપિયા તમે જ તમારા હાથે સાધર્મિક ભક્તિમાં કે અન્ય કોઇ ધર્મકાર્યમાં વાપરો. તમારી નવકાર પ્રત્યેની જે શ્રદ્ધા છે
તેને કદાપિ ઓછી થવા દેશો નહિ.
આમ આ વાત્સલ્યમથી માતાનું આ ઘટના પછી છ મહિને અવસાન થયું. પરંતુ નવકાર મંત્રના પ્રભાવથી તેને પુનઃ તેના દીકરાનો મેળાપ થયો, પૌત્રનું મોઢું જોયું તે તેના જીવનનો અત્યંત સુખદ અને આનંદનો પ્રસંગ હતો. તે વાત
આજે પણ તેના પરિવારના સભ્યો ભૂલી શકતા નથી. પોતાની માતાની ભાવના અનુસાર પૂ. જયંતભાઇના નવકાર જાપને જીવન સંજીવની માની તેમાં અચૂક આ પરિવાર હાજરી આપે છે. કોઇ કારણસર ચેમ્બુરનો જાપ ચૂકાય જાય તો તે પછી ઘાટકોપર મધ્યે નવકા૨ જાપમાં તેઓ અચૂક હાજર થઇ જાય છે.
આ પરિવાર દ્વારા સાધર્મિક ભક્તિનું સુંદર કાર્ય થઇ રહ્યું છે. આશ્રર્મો-હોસ્પિટલોમાં બિમાર વ્યક્તિની ભક્તિ કરાય છે. અનાથ બાળકોને વસ્ત્ર મીઠાઇ અપાય છે. પૂ. જયંતભાઇના સાધર્મિક ભક્તિ અભિયાનમાં તેઓ અવાર નવાર નાની-મોટી રકમ મોકલે છે. તેમાંય ગરીબ અને એકલવાયા વૃદ્ધો માટે ભોજનની વ્યવસ્થાના કાર્યમાં તેઓ સહાય કરી રહ્યા છે. આમ આ પરિવાર દ્વારા પ્રજ્વલિત થયેલ માનવતાની આ જ્યોત સરાહનીય બની રહી છે. અને આ સત્કાર્યોનું શ્રેય તેઓ પોતાની માતાને અને નવકાર મંત્રને આપી રહ્યા છે.
—ધનરાજ પોપટલાલ સંગોઇ (કોડાય-મીરાં રોડ) નવકાર મંગે આફ્તમાંથી બચાવ્યા !
અમે ચાર બહેનોએ દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું નક્કી કર્યું. મુંબઇથી બેંગલોર ટ્રેનમાં જવું અને ત્યાંથી ટેક્સી લઇને ફરવા જવું. એ મુજબ અમે બેંગલોર ગયા. ત્યાં અમારા જાણીતા જૈન ભાઇ મળ્યા. તેમણે અમને સારી ટેકસી અને પ્રામાણિક ડ્રાઇવર નારાયણને મેળવી આપ્યા. ફરતાં ફરતાં ત્રિવેન્દ્રમ ગયા ત્યાંથી અરવિંદ આશ્રમ જોવા પોન્ડીચેરી જવા નીકળ્યા. દસ દિવસ સુખરૂપ ર્યા પણ કાંઇક તો વિધ્ન નડે ને ! નહીં તો ધર્મ ભૂલાઇ જાય ! સાંજના ચારેક વાગ્યાનો સમય હતો. સાત વાગ્યે પોન્ડીચેરી પહોંચી જશું એમ ધાર્યું હતું. પણ મનુષ્યનું ધારેલું બધું પાર પડતું નથી એ અનુભવ થયો. અર્ધે રસ્તે પહોંચ્યા હશું ત્યાં ટેક્સીમાં પેટ્રોલ ખૂટી પડયું. રસ્તામાં પેટ્રોલ પંપ જોયો નહીં. એક નાનો એવો પેટ્રોલ પંપ જોઇને ખુશ થયા કે પેટ્રોલ મળી જશે. પેટ્રોલ ભરાવીને એકાદ માઇલ ગયા હશું ત્યાં ટેક્સી રિસાઇને ઉભી રહી ગઇ. તપાસ કરતાં ભેળસેળીયું પેટ્રોલ કેરોસીનવા
શ્રી પંચ પરમેષ્ઠિ મહિલા મંડળ કાંજુર માર્ગ (પૂર્વ) હસ્તે : ઝવેરબેન મારું / પ્રીતિબેન લાલન
૨૨૮