________________
જાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોમાં પાણી પણ ન નાંખવાનો પૂજ્ય ગુરુદેવશ્રી તેને ઉપાડવા જાય છે, ત્યાં કોઇક એમને તેમનો સંકલ્પ હતો ! કહે છે, જો તમે આ બાળકને ઉપાડશો તો આ નાગદેવ તેમને ડંખ મારશે.
ત્રણ વર્ષ બાદ એક વખત તેઓ કચ્છ-માંડવીમાં હતા. ત્યારે ત્રણ દિવસ સુધી રાતનાં સમયે જાણે બ્રહ્માંડ ફાટી જાય એવા ભયંકર અવાજો તેમને સંભળાવા લાગ્યા. ચોથી રાત્રે સૂવાની જગ્યા બદલાવી નાખી. તો પણ પહેલાં કરતાં વધારે ભયંક૨ અવાજો સંભળાવા લાગ્યા. અને થોડીવાર બાદ કોઇક તેમની છાતી પર ચડીને બેસી ગયો અને ધમકાવીને કહેવા લાગ્યો, 'તારો નવકાર છોડે છે કે નહિ ?'
પૂજ્ય ગુરુદેવશ્રીએ નીડરતાપૂર્વક કહ્યું મરી જઇશ તો પણ મારા જીવનસાથી નવકારને નહિ જ છોડું...ભોભવનો એ મારો સાથી છે, માટે એનો ત્યાગ તો કોઇ પણ સંયોગમાં નહિ જ કરું !!!' લગભગ વીસેક મિનિટ સુધી આવી રકઝક ચાલી. પણ પૂજ્ય ગુરુદેવશ્રીની મક્કમતા જોઇ છેવટે બધું જ શાંત થઇ ગયું અને કોઇક દિવ્યપુરુષ પ્રગટ થયો. તેણે કહ્યું ‘મેં આપને ઘણા જ હેરાન કર્યાં છે. કૃપા કરીને આપ મને ક્ષમા આપો.
તેમણે કહ્યું ‘મારા તરફથી ક્ષમા જ છે પણ તું આવી રીતે બીજા કોઇને હેરાન ન કરીશ અને જૈન ધર્મનો સ્વીકા૨ કરજે.' ‘તથાસ્તુ’ કહીને તે અંતર્ધાન થઈ ગર્યા !!! ]]><i><i>
એક વખત પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના વડીલ સાધ્વીજીઓ સાથે શંખેશ્વર તીર્થે ગયા હતા. કુલ ચાર ઠાણો હતા. પૂજ્ય ગુરુદેવશ્રીને શંખેશ્વરમાં અઠ્ઠમ કરવાની ખૂબ
ભાવના હતી પણ સંયોગવશાત્ વડીલો તરફથી અટ્ટમ માટે અનુમતિ મળી શકે તેમ ન હતી. પૂજ્યશ્રી જ્યારે રાધનપુર પહોંચ્યા ત્યારે અઠ્ઠમની ભાવના સાથે રાત્રે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં નિદ્રાધીન થયા અને તેમણે સ્વપ્ન જોયું. ‘એક મોટો નાગ આવ્યો કે જે ખૂબ જ ચમકદાર કાંતિયુક્ત હતો. પૂજ્ય ગુરુદેવશ્રીએ અન્ય સાધ્વીજીઓને પૂછ્યું, ‘આવા મોટા નાગને જોઇને તમને ભય નથી લાગતો !' ત્યારે સાધ્વીજીઓએ કહ્યું કે, ‘આ તો ધરણેન્દ્રદેવ છે, એટલે અમને ભય નથી લાગતો.'
પૂજ્યશ્રીએ કહ્યું 'ભલે ડંખ મારે પણ હું તો આ બાળકને રડતો જોઇ શકતો નથી.' એમ કહી એ બાળકને ઉપાડ્યો અને તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો ત્યારે તે બાળક ખૂબ જ રાજી થઇ ગયો અને પેલા નાગદેવને કહ્યું, ‘બાપા, બાપા, મને જે જોઇતું હતું તે મળી ગયું. તમે આમને કાંઇક વરદાન આપો !'
ત્યારે નાગરાજે પૂજ્ય ગુરુદેવશ્રીને કહ્યું, ‘માંગો, માંગો, તમને જે જોઇએ તે આપું.'
પૂજ્યશ્રીએ કહ્યું, ‘મને બીજું કાંઇ જ નથી જોઇતું પણ હું શંખેશ્વર જાઉં છું. ત્યાં અઠ્ઠમ કરવાની ભાવના છે. તે નિર્વિઘ્નતાએ પૂર્ણ થાય એટલું જ ઇચ્છું છું !'
‘તથાસ્તુ' કહીને નાગરાજ અદ્રશ્ય થઇ ગયા. પછી પૂજ્યશ્રી શંખેશ્વર પહોંચ્યા, વડીલોની અનુમતિ મેળવી અક્રમ તપ કર્યો. ત્રીજા ઉપવાસે રાત્રે સૂતી વખતે ધોડી ચિંતા થઇ કે સવારનાં સમયસર નહિ ઉઠાશે તો રોજના સંકલ્પ પ્રમાણે જાપ કેમ થઇ શકશે ?' જાપ પૂર્ણ કર્યા વિના મુખમાં પાણી પા નહિ નાખવાનો સંકલ્પ હતો. એ જ ચિંતામાં સૂઇ ગયા અને રાત્રે ૧૨ વાગે નિદ્રા દૂર થતાં બેસી ગયા અને નવકાર મહામંત્રનો જાપ કરવા લાગ્યા. ૧૦-૧૨ નવકાર ગળ્યા ત્યાં તો શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન
એમની સામે આવીને બેસી ગયા ને નવા-નવા રૂપ કરવા લાગ્યા.
પૂજ્ય ગુરુદેવશ્રી કહેવા લાગ્યાઃ 'તમે તો વીતરાગ ભગવાન છો. તો પછી નવા-નવા રુપ લઇને મને કેમ રમાડો છો ?' તો પણ એ દ્રશ્ય ચાલુ કહ્યું, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું, ‘તમે મને શ્રી સીમંધરસ્વામી ભગવાનના દર્શન કરાવો.’
અને, ખરેખર ત્યાં પૂજ્યશ્રીને અભૂત સમવસરણનાં દર્શન થયા. તેમાં બિરાજમાન થયેલા શ્રી સીમંધરસ્વામી ભગવાન અમૃતથી પણ સુમધુર વાણીમાં, ‘પ્રમાદ ત્યાગ' વિષેની દેશના આપી રહ્યા હતા...! ભગવંતના શબ્દો પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ સાંભળ્યા. ત્યાં તો એક નાનકડો બાળક રડતો રડતો ત્યાં આવ્યો. પૂજ્યશ્રીના આનંદનો પાર ન રહ્યો. થોડી વાર બાદ ઘંટનાદ
જયાબેન પ્રેમજી ગાલા (કચ્છ-છસરા)
૨૧૯