________________
મુંબઇ પરત આવવા નીકળ્યા. અમે શાહપુરથી થોડાં અંતરે હઇશું અને અમારી કારને પંકચર થયું. અમારી કાર અધવચ્ચે હાઇવે પર અટકી ગઇ. જિગ્નેશે કારનાં બીજા એકસ્ટ્રા ટાયરનો ઉપયોગ કરવાનું વિચાર્યું, તેની તપાસ કરતાં અમારા કમનસીબે તેમાં પણ પંકચર જણાયું. એ સમયે રાત્રીના ૮.૩૦ નો સમય થયો હતો. હાઇવે સાવ સુમસામ જણાતો હતો. અમે ત્યાંથી પસાર થતાં વાહનોને રોકવા અને અમારી મુશ્કેલીની વાત કરવા પ્રયત્નો કર્યા પણ કોઇ અમને સહાય કરવા ઊભું રહ્યું નહિ. અમે ત્રણ લેડીઝ અને એક જેન્ટસ એકલા-અટુલા જંગલ જેવા વિસ્તારમાં રાત્રીના ભયંકર વાતાવરણમાં ફસાયા. એક બે કારચાલકોએ અમને કહયું કે અહીંથી જલદી નીકળી. આ હાઇવે પર તો ઘણી લૂંટફાટ થાય છે. તમે ખોટું જોખમ ન લો. અમે તેમને મદદ કરવા કહ્યું પણ તેઓએ અમારી વાત સાંભળ્યા વિના પોતાની કાર દોડાવી મૂકી. અધૂરામાં પુરુ અમારી પાસે બે મોબાઇલ ફોન હતા તે પણ કોણ જાણે કોઇ અગમ્ય કારણોસર ચાલતા બંધ થઇ ગયા. અમારા ઘણા પ્રયત્નો છતાં મોબાઇલ ફોન ચાલ્યા નહિ અને અમારી મુસીબત વધતી જ ચાલી. હવે કરવું શું ? અમારી કાર જ્યાં અટકી હતી ત્યાંથી શાહપુર પણ ઘણું દૂર હતું, અને નજીકનું ગામ પણ દોઢેક કિલોમિટરના અંતરે હતું. રાત્રીનો સમય હતો દોઢ કિલોમિટર ચાલીને ટાયર ઉંચકીને રીપેર કરાવવા જવું અમારા માટે મુશ્કેલ જ નહિ. તમે તો અહીં જ રોકાવ. મીકેનિક ભાઇને પંક્ચર કરવા સાવ અશકય હતું. વળી અમને જંગલ જેવા વિસ્તારમાં એકલા છોડીને જિગ્નેશ જઇ શકે એવી સ્થિતિ પણ ન હોતી. અમે બધાએ દાગીના પહેર્યા હતા. પાસે થોડાં પૈસા પણ હતા. અને અમે ત્રણ તો સ્ત્રીઓ હતી તેથી જોખમ ઘણું વધી જતું હતું. અમારી આ આપત્તિ દૂર થાય તેવા કોઇ એંધાણ જણાતા ન હતા. અમે ખૂબ મૂંઝાઇ ગયા હતા. અંતે અમે નક્કી કર્યું કે જે થવાનું હોય તે થાય આપણે સૌ નવકાર મંત્ર ગણવાનું ચાલુ કરો. નવકાર મંત્ર જ આપણું રક્ષણ કરશે. અમે બધાએ એક ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ શરૂ કર્યું. થોડીવારમાં જ ચમત્કાર થયો. એક ભાઇ ત્યાંથી સ્કૂટર પરથી પસાર થતાં હતાં. તેમણે અમને જોયા. સ્કૂટર ઉભુ રાખી તેમણે અમારી પૃચ્છા કરી. તે ભાઇએ દારુ પીધો હોય તેમ તેમના બોલવા પીધો હોય તેમ તેમના બોલવા
પરથી જણાતું હતું. તે ભાઇને અમે કહ્યું કે અમને મદદ કરો. પાસેના ગામમાંથી કોઇને બોલાવી અમારી કારનું ટાયરનું પંકચર કરાવી આપો. તે ભાઇએ કહ્યું કે મારે મોડું થાય છે. મારા ધરે શાકભાજી અને બીજો સામાન પહોંચાડવાનો છે. ઘરે બધા મારી રાહ જુએ છે. અમે કહ્યું કે તમે ઘરે સામાન મૂકીને પાછા આવો. અમે તમારી રાહ જોઇશું. તે ભાઇએ કહ્યું કે ભલે તેમ કરું છું. અને તેઓ ચાલી ગયા. પાછો કલાક દોઢ કલાક વીતી ગયો. પેલા ભાઇની કોઇ પત્તો ન હતો. અને હવે તેઓ પરત આવે તેવી આશા પણ અમે મૂકી દીધી હતી. અમે તો ફરી નવકાર મંત્ર સ્મરણમાં લીન બન્યા. થોડી વારમાં જ અમને સ્કૂટરનો અવાજ આવ્યો. હાઇવે પર સ્કુટરની લાઇટ અમે જોઇ, તે નજીકને નજીક આવતી ગઇ. પેલા ભાઇ એક બીજી વ્યક્તિને લઇ અમારી પાસે આવી પહોંચ્યા. તે બીજી વ્યક્તિ સશક્ત અને કદાવર હતી. તેને જોઇને અમને ડર લાગ્યો કે ક્યાંક આ લોકો અમારી એકલતાનો લાભ લઇને લૂટી ન લે. તેવી આશંકા અમને થવા લાગી. તે ભાઇએ કહ્યું કે મારી સાથે આવેલ આ ભાઇ મોટર મિકેનીક છે. તેમને હું તમારી મદદે લાવ્યો છું. તમે ટાયર આપો અને સાથે રૂા. ૪૦૦/- આપો. તમારું ટાયર રીપેર કરીને અમે પાછા આવીએ છીએ. અમે કહ્યું કે આ રહ્યું ટાયર અને આ રૂા. ૪૦૦/- પણ અમારી એક વિનંતી છે કે
ન
મોકલી આપો. તેઓ પંકચર કરીને આવે ત્યાં સુધી તમે અહીં રહો. જેથી અમારો ડર ઓછો થાય. રાત્રીના વાત્તાવરણમાં અમને ખૂબ ડર લાગે છે. તે ભાઇએ અમારી વાત માન્ય રાખી અને મિકનીકને ટાયર સાથે રવાના કર્યો. એકાદ કલાકમાં તે મિકેનીક ટાયર રીપેર કરીને પરત આવી પહોંચ્યો અને તેણે જાતે જ કારમાં તે ટાયરને જોઇન્ટ કરી આપ્યું. અમે ખૂબ રાજી થયા. તે મિકેનીક ભાઇને અમે રૂા. ૪૦૦- આપ્યા હતા તેમાંથી તેમણે રૂા. ૩૬૦/- ખર્ચના બાદ કરી રૂા. ૪૦૦- જે વધ્યા હતા તે અમારા હાથમાં તેમણે પાછા મૂક્યા. અમે તેમને કહ્યું કે અમારે જરૂર નથી, તમે રાખી લો. તેમણે કહ્યું બહેનજી એ નહિ બને અમે ખર્ચના જ પૈસા લીધા છે. વધારે કંઇ અમને ખપે નહિ. અમે તો
અમૃતબેન જયંતીલાલ રતતશી મારુ (કચ્છ ચિયાસર)
૨૧૭