________________
વર્ષમાં લગ્ન કરવાં જ ન હતાં અને લગ્નની કોઇ વાત ચાલતી પણ ન હતી. મને લાગ્યું કે બાવો ખોટું બોલે છે.
પછી બાવાએ મને ૧૦૦ થી લઇ ૧૧૦ ની વચ્ચે કોઈ પણ રકમ ધારવાનું કહ્યું. મેં મનમાં ૧૦૫ ધારી લીધી. બીજી જ ક્ષણે એ કાગળ ઉપર ‘૧૦૫ લખી દીધા. આ જોઇ હું તાજુબ થઇ ગયો. બાવો જતાં જતાં કહેતો ગયો. તારો મંત્ર જોરદાર છે. મારા આટલા વરસોની સાધના અને શક્તિ આજે પોતાનો પરચો બતાવી શક્યા નથી. બાવો ‘છ મહિના બાદ આવીશ’ એમ કહી ચાલ્યો ગયો, તે આજ સુધી આવ્યો નથી. ત્યારબાદ ૧૫ દિવસમાં મારું સગપણ અને એક મહિનાની અંદર લગ્ન થઇ ગયાં ! આ દિવસથી નવકાર મંત્ર ઉપર મારી શ્રદ્ધા ખૂબ જ વધી ગઇ.
ત્યાર પછી તો નવકાર મંત્રના પ્રભાવે નાના મોટા
અનેક પ્રસંગોએ નવકાર પ્રત્યેની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી જ રહી છે. -નરેન્દ્રભાઇ રામજી નં (મુંબઇ) ...અને કેન્સર ગાયબ થઇ ગયું...!
વિ.સં. ૨૦૩૭ની સાલ હતી. મુંબઇમાં ચિંચબંદરનો મહાજનવાડીનો ઉપાશ્રય હતો. ચાતુર્માસના દિવસો હતા. એ સમય પૂ. સાધ્વી શ્રી અરુણોદયશ્રીજી મ.સા. ને ગળામાં તકલીફ શરૂ થઇ. બોલવાનું બંધ થઇ ગયું, સંઘના આગ્રહથી બાયોપ્સી કરાવવી પડી. રીપોર્ટ આવ્યો કે વોઇસ બોક્સમાં
એટલે સ્વર પેટીમાં કેન્સર છે.
કેન્સ૨નામ સાંભળ્યા પછી ભલભલાના હાજા ગગડી જાય. શ્રી સંઘ તથા અ.ભા. અચલગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતી કરી કે રિપોર્ટ જોયા બાદ ટાટાના ડોકટરો કહી રહ્યા છે કે શેક આપવા પડશે.
સંઘનો આ અવાજ હતો કે ગુરુદેવ માનો ! સંઘને આપની હસ્તિની ઘણી જરૂર છે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે તમે કરો છો કેમ ? કેન્સર થયું છે તેમાં કંઇ નવાઇ છે ? થાય...શરીર વેદનાનું ઘર છે. ઉદયકાળ થયા કરે. સમતાભાવે ભોગવવું તે આપણું કર્તવ્ય છે. શાસન મળ્યું છે એમણે તપ અને જપની બે દવા આપી છે. એનાથી સારું થઇને રહેશે. તો કોઇ પણ ચિંતા નહિ કરતાં. દેવ-ગુરુની છાયા મોટી છે.
સંધનો આગ્રહ શોર્ટ શોક આપવા માટે થતો રહ્યો. પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું આયંબિલ તપ અને નવકાર જાપથી નિરોગીના પ્રાપ્ત થશે જ.
પૂજ્યશ્રીને આ બે ચીજો વહાલી તો હતી જ પણ હવે વિશેષ વહાલી થતી ગઇ. વર્ધમાન તપની ઓળીઓ ઉપર ઓળીઓ અને રાત્રે અઢી વાગે ઉઠી પદ્માસનમાં બેસી નવકાર જાપમાં મગ્ન બની જાય...અને પૂજ્યશ્રીની આ શ્રદ્ધાએ કમાલ કરી દીધી...વિના શોક..વિના દવાએ પૂજ્યશ્રીને સારુ થતું રહ્યું. દોઢ દોઢ વર્ષે ઉલટીઓ થતી, લોહી...માંસના લોચાઓ રૂપે ખરાબો નીકળતો...એમ ચાલતું રહ્યું. છેક સાત વર્ષે પૂજ્યશ્રીનો બંધ થયેલો અવાજ ખૂલી ગયો ને તેમને સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થઇ.
આજે પૂ. સાધ્વીશ્રી અરુણોદયશ્રીજી મ.સા. પોતાના પરિવાર સાથે આપણી વચ્ચે બિરાજમાન છે. જેઓની વર્ધમાન તપની ૧૧૦ ઓળીઓ પૂર્ણ થઇ છે. હાલ એકાંતરા ૫૦૦ આયંબિલ ચાલુ છે. જેઓના જીવનમાં ૭૫૦૦ આયંબિલ થઇ ગયા છે ને વિશિષ્ટ પરિણામે આટલી જેફ વયે પણ તપધર્મની સાથોસાથ નવકાર મંત્રને હૈયાનો હાર બનાવી
અપૂર્વ સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે.
તેમના ઉત્કૃષ્ટ તપને, તેમના ઉત્કૃષ્ટ નવકાર જાપને અને તેમના ઉત્કૃષ્ટ શ્રદ્ધાબળને ધન્ય છે. પૂજ્યશ્રીને અમારી
કોટિકોટિ વંદના
નવકાર મંત્રના ચમત્કારો
મારા પપ્પા હિમાલય ખુંદવાના શોખીન દર વર્ષે હિમાલયને પગ તળે કરવા નીકળી પડે. મહારાષ્ટ્ર ટ્રેકીંગ હાઇકીંગ એસોસીએશનના લાઇફ મેમ્બર. દર વર્ષે હિમાલયની ટ્રેકીંગમાં જાય. ૧૦-૧૫ મેમ્બરો હોય.
દર વર્ષની માફક તે વર્ષે તેઓ નેપાળ ગયા હતા. ત્યાંથી ‘ગોસાઇકુંડ' જવાનું હતું. ટ્રેકીંગમાં જનારાઓ, કુદરતને ખુંદનારાઓ, પોતાની મસ્તીમાં જતા હોય. કુદરતને પીતા હોય, ભોમિયા વિના ડુંગરા ખુંદતા હોય, ખટમંડુથી ૧૦૦ જેટલા કી. મી. મોટરમાં ગયા. ત્યાંથી ચાલવાનું હતું. સાંજ પડી જાય તે પહેલાં આગળના કેમ્પ પર પહોંચવાનું
પ્રભાબેન શામજી ગડા (કરછ લારાજા-મોટા)
૨૧૪