________________
ભવ્ય આરાધના પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં પૂ. તપસ્વી ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતે કરાવેલ. તે વખતે અશોકસાગર મ.ના સંસારી માતા-પિતા આદિ કુટુંબીઓએ આવી પોતાના નાના બે દીકરાઓની દીક્ષા અપાવવાનું નક્કી કર્યું. પૂ. ગુરુદેવ શ્રી સમેતશિખરજી તીર્થ પર સરકારી કબજાને હઠાવવા કાયદેસર પગલાં ભરવા વકીલોની કોન્ફરન્સ આદિ તીર્થરક્ષાના કામમાં રોકાયેલ હોઇ મારે વર્ષીતપ ચાલતો હોવા છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને પામી ચાર ઠાણા સાથે ભોયણીથી છાણી તરફ દીક્ષા આપવા વિહાર કર્યો. ધોમધખતા ઉનાળામાં રેલવે લાઇન ઉપર અમદાવાદથી છાણી તરફના વિહારમાં બારેજડીથી ગોઠજ જતાં સવારે ૧૦|| વાગે બળબળતા તાપમાં પગ રેલવે લાઇનની ગરમ કાંકરીવાળા રસ્તા પર ચાલી રહેલ ગરમીથી જરા ગભરાઇ ગયેલ, તેવી સ્થિતિમાં ગોઠજ સ્ટેશનના પહેલા સિગ્નલ પછી સિગ્નલ કૅબિન પાસે અચાનક એક કાંટાળા જાળા પર પગ આવ્યો, ઢાબા પગના વચલા ભાગે તે કાંટા પેસી ગયા. કંબન પાસે બેસી કાંટા કાઢયા. છતાં પગનો વચલા ભાગે ૪-૫ કાંટા અંદર પેસી ગયા. માંડ ખોડંગાતા પગ મુકામે પહોંચ્યો. તાત્કાલિક ઉપાયો ગોળ-ગરમ ઘીના પોતાં આદિ કર્યા પણ મુહૂર્ત નજીક હોઇ વિહાર ચાલુ રહ્યો, પરિણામે આરામ ન મળવાથી પગ સૂજી ગયો, છતાં દુખાતા પગે છાણી પહોંચ્યો, ધામધૂમથી બંને નાના છોકરાઓ જયકાંત-હર્ષકાંતને દીક્ષા આપી જિનચંદ્રસાગરજી અને હેમચંદ્રસાગરજી નામ સ્થાપ્યાં.
ડોળીની વિરાધના ખૂબ ખટકી, સવારે પૂ. ગુરુદેવશ્રીને વાત કરી કે ૨૭૦૦૦ નવકાર મારે અહીં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથની નિશ્રાએ ગણવા છે. તેથી આ બધું પગનું દર્દ મટી જશે.
પૂ. ગુરુદેવશ્રીએ આ બાબત સામાન્ય અનિચ્છા પ્રગટ કરી, છતાં મારી સાથે બે સાધુ આપ્યા. મેં ડોળીવાળાને છૂટા કરી દીધા. બે દિવસ સતત નવકારના ધ્યાનમાં ગાળ્યા. ત્રીજા દિવસે સવારે ગરમ પાણીથી પગ ઝારતો હતો તે વખતે ડાબા પગમાં ઉપલા ભાગે તે ૬ કાંટા ને કપડા પર લીધા, સાથેના મુનિઓને બતાવ્યા. શ્રાવકોને બતાવ્યા. બધા ચકિત થયા પછી શ્રી નવકારના પ્રભાવને હૈયામાં ધારણ કરી વધુ ૧૧૦૦ નવકાર ફરી ગણ્યા. પગનો સોજો દર્દ બધું ગાયબ, ચાલુ સ્થિતિમાં પગ થયો. ડાંડાના ટેકા વગર તપાગચ્છ ઉપાશ્રયથી ચાલતાં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથના દહેરે દર્શન કરવા સાથે સાંજે છ માઇલ વિહાર કરી ચિત્રાસણી ગયો અને ઝડપી બે વખત વિહાર કરી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વરૂપગંજ ધર્મશાળામાં પહોંચી ગયો.
આમ ડોળી સિવાય ચલાતું ન હતું અને ઝડપી આ વિહાર થઇ શક્યો. આ બધી પ્રતાપ શ્રી નવકાર મહામંત્રનો ! પણ ધર્મમહાસત્તાના પ્રતીકરૂપ શ્રી નવકારના શરણે ગય તો વિષમ કર્મસત્તા પણ ખસી ગઇ અને બધી અનુકૂળતા થઇ ગઇ !
-પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા. શ્રી જ્યંતભાઇ ‘રાહી'ના નિવાસ સ્થાને લાગેલી આગમાં સર્વનો અદ્ભૂત બચાવ !
પૂ
પાછા તે બધાને સાથે લઇને દુઃખાતા પગે અમદાવાદ આવ્યો. પગ પાકી ગયો, વંદના ધણી. ઉપાશ્રયે (નવરંગપુરા) એક્સ-રે મશીન લાવી પગના ફોટા પાડવા, કંઈ ન દેખાયું, પછી ચોમાસું શિરોહી થયેલ, તેથી ઊંઝા આવ્યો. પૂ. ગુરુદેવશ્રી આવ્યા. જાતજાતના દેશી ઉપચારો ચાલુ, પણ પગે દુખાવો ઘણો, કાંટા દેખાય નહીં. શિરોહી ચોમાસા પર પહોંચવા ડોળીથી પૂ. ગુરુદેવશ્રીની સાથે બધા ઠાણાએ પ્રાય ૭-૮ જણાએ વિષ્કાર કર્યો. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી'નું નિવાસ સ્થાન ચેમ્બુરમાં પાલનપુર આવ્યા રાત્રે નવકારના સ્મરણ વખતે ધર્મ-ચેમ્બુરનાકા સ્થિત છાયા સોસાયટીના શ્રીપાલ ફ્લેટ મધ્યે મહાસત્તારૂપ પંચ પરમેષ્ઠીઓના શરણે જવાની પ્રેરણા મળી, પહેલા મજલા પર છે. તે દિવસ મંગળવાર, તા. ૨૭-૬
નવકાર જ જેમના જીવનમાં સતત વણાઇ ગયો છે, નવકાર જ જેમના જીવનની આધારશીલા બની ગયો છે અને નવકારની સાધના જ જેમના જીવનનું મુખ્ય લક્ષ્ય બની ગઇ છે એવા નવકારના પરમ સાધક અને ઉપાસક પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી' ને ત્યાં બનેલી નવકાર પ્રભાવની આ અદ્ભૂત ઘટના સુજ્ઞ વાચકો માટે અત્રે પ્રસ્તુત છે.
માતુશ્રી મૂરબાઇ ઉગમશી ગાલા (હ. પુષ્પાબેન પ્રેમજી ઉગમશી ગાલા, કચ્છ-ભચાઉ)
૨૦૬