________________
હોઇ તેને છોડવા માટે અમે આગ્રા રોડ (એલ.બી.એસ. માર્ગ) થી જવાનું માંડી વાળ્યું. આ એ સમય હતો કે રાત્રે મોટા ભાગના લોકો પોતાના વાહન દ્વારા આ આગ્રા રોડથી જ જવાનું પસંદ કરતા. વિક્રોલી તરફનો હાઇવે રાત્રે તદ્ન સુમસામ રહેતો. રાત્રે ત્યાં માત્ર ભારે વાહનોની જ અવરજવર રહેતી. ઘડિયાળમાં બરાબર રાત્રીના ૨.૩૫ થયા હતા. અમારી કાર વિક્રોલી પાસેની ગોદરેજ ફેક્ટરી પાસે આવી પહોંચી. ત્યારે સિગ્નલ પાસે ઓઇલ ઢોળાયું હતું અને વરસાદના પાણીથી પણ આ માર્ગ ભરેલો હતો, અહીં ઢોળાયેલા ઓઇલનો અમને જરાપણ ખ્યાલ ન હતો. અમારી કાર ફૂલ સ્પીડમાં જતી હતી. જેવી અમારી કાર ઓઇલીઝ સ્પોટ પર આવી કે એકાએક સ્લીપ થઇ ગઇ. ડ્રાઇવરનો ડ્રાઇવીંગ પ૨ કોઇ કન્ટ્રોલ ન રહ્યો. અને અમારી કાર એક બે ત્રણ નહિ ચાર ચાર વાર પલટી ખાતી થાણાથી મુંબઇ જનારા માર્ગ પર આવીને ઉંધી પડી ગઇ. કારમાં બેઠેલો મારો ઓફિસ ક્લાર્ક રઘુનાથ અને ડ્રાઇવર શેર બહાદુર કારની બહાર ફેંકાઇ ગયા. પરંતુ કારનું ડાબી બાજુનું બારણું લોક થઇ જવાથી કારમાંથી બહાર નીકળવાની મારા માટે કોઇ તક ન રહી. કેમકે અમારી કારે ઉપરા ઉપરી પલટી ખાધી હોવાથી હું કારના ડેશબોર્ડની નીચે આવી ગયો હતો અને મારું માથું ઘુંટણ વચ્ચે ફસાઇ ગયું હતું. ત્યાંથી મારાથી જરા પણ હલી શકાય તેમ ન હતું. પરિસ્થિતિ ઘણી વિકટ અને ભયંકર હતી. અમારા ઓફિસ ક્લાર્ક રઘુનાથ અને ડ્રાઇવર શેર બહાદુર કારની બહાર ફેંકાઇ જતાં તેમને મામુલી ઇજા થઇ હતી. તેઓ આ અકસ્માતથી સ્તબ્ધ થઇ ગયા. તેઓ તરત દોડતા દોડતા અમારી કાર ઉંધી પડી હતી ત્યાં આવી પહોંચ્યા. તેઓએ મને બહાર કાઢવા અને કારને સીધી કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ તેમાં તેઓ જરા પણ સફળ ન થયા.
આ તરફ અમારી કાર જે જગ્યા પર ઊંધી પડી હતી. તે થાણાથી મુંબઇ જતો હાઈવે હતો, અને અહીં કોઇ વાહન સ્પીડમાં આવી પહોંચે તો મારી કારને ઉડાવી શકે તેવી ભયંકર સ્થિતિ હતી. મારા બંને માફ઼ાસો પણ આ સ્થિતિથી વાકેફ હોઇ તેઓ ભારે રૂદન કરવા લાગ્યા હતા. એ સમયે દૂરથી એક શાકભાજીની મોટી લોરી આવતી જણાઇ. રાક્ષસી ગતિથી
ધસમસતી આવતી આ લોરી ચોક્કસ મારી કારને અને મને ચગદી નાખશે અને મારું આયખું હવે થોડી મિનિટમાં જ પૂર્ણ થશે તેમ મને લાગ્યું. હવે તો કોઇ ચમત્કાર જ મને બચાવી શકે. આવી વિકટ સ્થિતિમાં મેં હવે નવકારનું શરણ લીધું. આંખો બંધ કરી હું નવકાર સ્મરણમાં લીન થયો. મોમન મેં પ્રાર્થના કરી કે ‘હું પંચ પરમેષ્ઠિ પરમાત્મા, તું રક્ષણહાર છો, તારણહાર છો. આ ભયંકર આપત્તિમાંથી તુજ મને બચાવી શકે.' મારી પ્રાર્થના આગળ ચાલી. એટલામાં જ ચમત્કાર થશે. અમારી ઊંધી પડેલી કાર પાસે સામેની બાજુથી એક સફેદ ફિયાટ ગાડી આવીને ઉભી રહી. તેમાંથી સફેદ વસ્ત્ર પરિધાન કરેલા ચાર પ્રચંડ પ્રભાવી વ્યક્તિઓ ઉતર્યા અને તેમાંથી ત્રણ વ્યક્તિએ પોતાના બાહુબળથી મારી કારને ઉંચકી લીધી અને ચોથી વ્યક્તિએ મારી કારના ફ્લોરિંગનું પતરુ તોડીને મને હેમખેમ બહાર કાઢયો. અને રસ્તામાં એક સલામત બાજુએ મને કાળજીપૂર્વક સુવરાવ્યો. એ સમયે કરોડરજજુની નસો ડેમેજ થવાથી મારું નીચેનું અંગ તદ્દન ખોટું થઇ ગયું હતું. અને હું લોહીલુહાણ હાલતમાં હો. તેમ છતાં હું ભાનમાં હોવાથી અને સ્થિતિની ભયંકરતાનો ખ્યાલ હોવાથી આ દેવદૂત જેવા તે લોકોને મેં કહ્યું કે “મને મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મારા પર એક બીજો ઉપકાર પણ કર્યો. તમે મને નજીકની કોઇ હોસ્પિટલમાં પહોંચાડો. તેઓએ કહ્યું કે અમે તમને મૃત્યુના મુખમાંથી બચાવી લીધા છે. હવે તમને હોસ્પિટલમાં લઇ જનાર અવશ્ય આવવાના છે. તમે હવે અમને જવા દો.' એમ કહી તેઓ પોતાની કારમાં બેસી ગયા. અને પછી તે કાર ક્યાં અદ્રશ્ય થઇ ગઇ તેની મને, મારા ઓફિસ ક્લાર્ક કે ડ્રાઇવરને કશી જ ખબર ન પડી !
આ બાજુ હું, મારો ઓફિસ ક્લાર્ક અને ડ્રાઇવર રસ્તાની એક બાજુ હતા ત્યારે પેલી ધસમસતી લોરી આવી પહોંચી અને મારી કાર સાથે જોરથી અથડાઇ અને કારના ફૂરચેફુરચા ઉડાવતી ચાલી ગઇ. જો મને કારમાંથી બહાર કાઢવામાં થોડી ક્ષણોનો પણ વિલંબ થયો હોત તો તે કારની સાથે હું પણ ચગદાઇ મર્યો હોત. મને મૃત્યુના મુખમાંથી બચાવનાર ખરેખર એ ચાર માણસો કોઇ અધિષ્ઠાયક દેવો
સ્વ. હીરાલાલ વૃજલાલ શાહતા સ્મરણાર્થે હસ્તે : ભાનુબેન હીરાલાલ શાહ પરિવાર, (ભૂજ-ઘાટકોપર)
૧૯૪