________________
હતું. મુંબઇ-વાલકેશ્વરમાં વસતા એ ભાઇની આ ઘટના સાંભળીને હું હાક ખાઈ ગર્યા. નવકારમંત્ર દ્વારા પૂજ્યશ્રીએ કેવી અદ્ભુત ઉપલબ્ધિ સિદ્ધ કરી હતી.
જે મંત્ર ઉપરોક્ત સાધકોને મળ્યો હતો એ અક્ષરસઃ આપાને પણ મળ્યો છે. મંત્રાધિરાજની આ પ્રાપ્તિને સફ્ળ બનાવવી હોય તો હવે નવકાર પ્રતિ નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ કેળવવાનો પુરુષાર્થ કરીએ. આ તત્ત્વોની ખામી જ નવકારને ફળવાં દેતી નથી. ભંગાર જેવું જીવન જીવતા આપણને શૃંગા૨ સજાવીને નવાં નક્કોર બનાવવાની નવકારની તૈયારી છે જ. આપણે હવે એટલો જ દૃઢ નિશ્ચય, સંકલ્પ કરીએ કે નવકારને આવકાર આપીને નવાનક્કોર બનવું જ છે !
માંત્રિક ડાયાલિસિસની સારવારબળ મુજબ નવકારના માર્મ આપનાર ખુદ સાધકને વર્ષોના વર્ષો બાદ એકવાર ડોકટરી ટ્રિટમેન્ટ લેવી પડે એવો પ્રસંગ ઉપસ્થિત થવા પામ્યો. અન્યને અસરકારક સારવાર આપનાર ખુદ આવી કટોકટી પેદા થાય ત્યારે નવકાર સિવાયની સારવાર લેવા તૈયા૨ થાય ખરાં ?
પાલિતાણાની પુણ્યભૂમિ. જ્યાં સિદ્ધાંત સાથે સાયન્સનો સુમેળ સાધવાનો પ્રયાસ થવાનો હતો એવા જંબુદ્રીપ મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગના પડઘા વાતાવરણમાં ગુંજી રહ્યાં હતાં. મહોત્સવના માંડવા તો બંધાઇ ચૂક્યા હતા. મહોત્સવના મંડાા થવાને જ્યારે ૪-૫ દિવસની જ વાર હતી ત્યારે અચાનક જ વિપત્તિનું એક વાદળ તૂટી પડ્યુ. બન્યું હતું એવું કે લાકડાંની એક પેટી પૂ.પં. શ્રી અભયસાગરજી ગણિવર્યના પગ પર પટકાઇ પડી, વજનદાર પેટી અને એ પાછી કોમળ પગ પર પટકાય પછી ફેકચર થયાં વિના રહે ખરું ? અને પગમાં સખત પીડા થયા વિના રહે ખરી ? પગે સોજા આવ્યા અને ભયંકર કળતર થવા માંડ્યું.
ભક્ત કાર્યકર્તાઓ એકદમ ભેગાં થઇ ગયાં. પૂજ્યશ્રી ડોકટરી ટ્રિટમેન્ટ લેવા તૈયાર થાય એવું શક્ય જણાતું ન હોવાથી સૌએ ભારે દબાણ કરવાં પૂર્વક એવી વિનંતી કરી કે મહોત્સવ નજીક આવી ગયો છે અને પગમાં ફેકચર થવાની 100 % સંભાવના છે. તાત્કાલિક સારવાર નહિ થાય તો
જીવનભરની ખોડ રહી જતાં વિહાર આદિ ચારિત્રચર્યા સામે જોખમ ઊભું થયા વિના નહીં જ રહે. માટે આપ આ વખતે ગમે તેમ કરીને પણ ડોકટરી ટ્રિટમેંટ લેવાની હા પાડો જ પાડો.
પગે સોજા આવી ગયા હતાં અને કળતર વધી રહ્યું હતું, છતાં પૂજ્યશ્રી ડોકટરી ટ્રિટમેંટ લેવાની ના જ પાડતાં રહ્યાં ત્યારે કાર્યકરોએ અંતે કહ્યું કે એકવાર પગના ફોટા લઇને નિદાન તો કરાવવું જ જોઇએ. નિદાન થયા પછી એ મુજબ ટ્રિટમેંટ લેવાનો દુરાગ્રહ અમે નહીં કરીએ. પરંતુ નિદાન તો કોઇપણ હિસાબે થઇ જ જવું જોઇએ અને આ માટે પગનાં એક્સરે ફોટા કઢાવવાં જ પડે.
કાર્યકર્તાનો આગ્રહ વધતા અને નિદાન પછીની પ્રક્રિયાને આગળ વધારવા અંગે, દબાણ નહીં કરવાની બાયંધરી મળતા. પુજ્યશ્રી દુભાતા દિલે છેવટે એક્સરે લેવડાવવા સંમત થયા. બોન-સ્પેશ્યાલિસ્ટ ડોકટરો ભેગાં થયાં. સૌએ પ્રથમ તો પગનો ફોટો લેવાનું નક્કી કર્યું એ મુજબ જુદાં જુદા એંગલથી પાંચેક એક્સ-રે લેવામાં આવ્યાં. એક્સ-રે માં એકદમ સ્પષ્ટ રીતે ફેકચર જોવા મળતાં સૌ ચિંતિત બની ગયા. હવે તો એકમાત્ર ઉપાય ઓપરેશનનો જ જણાતો હતો.
ભક્ત કાર્યકર્તાઓ તો ઓપરેશન અંગે આગ્રહપૂર્વક કશું જ કહી શકે એમ ન હતાં, કેમકે તેઓ તો વચનબદ્ધ બની ગયા હતા. એથી ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશન પછી બે મહિના પૂર્ણ આરામ અને પ્લાસ્ટર આટલી ટ્રિટમેંટ લેવી જ પડશે નહીં તો જિંદગીભર પગની ખોડ રહી જશે. માટે બીજો કોઇ વિચાર કે વિકલ્પને અવકાશ આપ્યાં વિના હાલને હાલ ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવાની અમારી સલાહ છે.
પૂજ્યશ્રીને લાગ્યું કે એકદમ અને સ્પષ્ટ ના પાડીશ તો કોઇ માનશે નહિં માટે આ ઘડી-પળ ચૂકવી દેવી હોય તો બળ નહિ પણ ળપૂર્વક કામ લેવું પડશે. થોડુંક વિચારીને પૂજયશ્રીએ જવાબ વાળતા જણાવ્યું કે, ઓપરેશન કે પ્લાસ્ટર અનિવાર્ય હોય તો પછી ચોક્કસ વિચારીશું. પણ આ નિર્ણય એક બે દિવસ પછી લેવાની મારી પાકી ગણતરી છે. મને
પ્રભાબેન પરમાણંદદાસ કોઠારીતા આત્મ શ્રેયાર્થે (હ. રમીલાબેન વિનોદરાય કોઠારી સપરિવાર-ઘાટકોપર)
૧૯૨