________________
શ્રીકાંતનું અંતર રડી ઊઠ્યું.
‘પ્રતિજ્ઞા લો, પ્રતિજ્ઞા લો, જલ્દી કરો. હાથમાં આવેલા અવસરને જીતો ના કરશો, જિંદગીભર પસ્તાશો. ઉપરથી ફરી વાર અવાજ આવ્યો.’
શ્રીકાંતનું મૌન છૂટટ્યું નહિ. પ્રતિજ્ઞા લઉં, તો તો જન્મોજન્મનો પસ્તાવો જ મારા ભાગ્યમાં આવે. એ વિચારી રહ્યો.
‘વિચાર ના કરો, આવી તક ફરી વાર નહિ સાંપડે.' પુનઃ : અવાજ આવ્યો. પણ શ્રીકાંતનું લક્ષ્ય તો હવે શ્રી નવકાર મંત્રમાં જ સ્થિર થઇ ગયું. આવો મહાપ્રભાવક મંત્ર, જેનાથી આ દેવ પણ ડરે, આવા મહામંત્રનો હાથે કરીને જ અગ્નિ સંસ્કાર કરવાનો !' શ્રીકાંતના અંતરના ઊંડાણમાંથી જવાબ આવ્યો. ના, ના બોર લેવા માટે કહ્યું કાઢી આપવાની આ વાત છે. એ નહિં બને, કદી પણ નહિ બને. આવી એક કરોડ સિદ્ધિઓ મળતી હોય, તો પણ નવકાર મંત્રનો ત્યાગ કરવાની મૂર્ખતા, મારાથી થાય જ નહિ, શ્રીકાંતના અંતઃકરણમાં આ નિશ્ચય થઇ ગયો.
આ
‘ત્યારે હું જાઉં ?' પેલા મેલા દેવે પૂછ્યું. અને હવે કશો જવાબ આપવાની જરૂર શ્રીકાંતને જણાઇ નહિ. એ ગ્રુપ રહ્યો. નવકાર મંત્રના જાપ એણે ત્યાં જ, સ્મશાનમાં ચાલુ કરી દીધા.
‘સ્વામી મને આજ્ઞા આપો, જવાની અક્ષા આપો. આપની આજ્ઞા નહિ મળે, ત્યાં સુધી હવે મારાથી ચસકી શકાશે નહિ. કૃપા કરો, મારા પર દયા કરો. ચાલ્યો જા
એટલા બે શબ્દો બોલો. પેલો દેવ હવે કાકલુદી કરી રહ્યો
હતો.
‘ચાલ્યો જા.' શ્રીકાંતે આજ્ઞા કરી.
રાતભર શ્રીકાંત ત્યાં બેસી રહ્યો. નવકાર મહામંત્રના જાપ, ત્યાં બેઠાં બેઠાં, તે કરતો જ રહ્યો એના આત્માને સમાધિભાવ ત્યાં સાંપડી ગયો. સૂર્યનારાયણનાં કિરણોએ શ્રીકાંતના શરીરને સ્પર્શ કર્યો ત્યારે એણે પોતાનાં નેત્રો ખોલ્યાં. ચારે તરફ પુષ્પો વેરાયેલાં પડ્યાં હતાં. એના ગળાની આસપાસ પુષ્પની માળા વિંટળાયેલી હતી. પ્રસન્નવદને ત્યાંથી ઊઠીને
એણે ગામ તરફ ચાલવા માંડ્યું, ત્યારે ગગનમાંથી આવતો દિવ્ય નાદ, વાતાવરણને પણ પ્રકૃતિ બનાવી રહ્યો હતો. -પૂ.પં. શ્રી અભયસાગરજી મ.સા. નવકાર પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરી ત્રણ પ્રેરક સત્ય ઘટનાઓ
હમણાં થોડાં સમય પહેલા જ સૂરતમાં પૂ.આ. શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા. ની પાવન નિશ્રામાં ચિ. નેહાની પુનિત પ્રવજ્યા પ્રસંગે પૂ.શ્રી જયંતભાઇ ‘રાહી’ના નવકાર જાપનું સુંદર આયોજન થયું હતું. મારું મોટું સદ્ભાગ્ય એ રહ્યું કે સૂરતના એ નવકાર જાપમાં પૂ.શ્રી જયંતભાઇ ‘રાહી’ સાથે જવાની મને સુવર્ણ તકે મળી, સુરતના આ જાપ પ્રસંગે નવકાર પ્રભાવના જે ત્રણ કિસ્સાઓ મને જાણવા મળ્યા તે સુજ્ઞ વાચકો માટે અત્રે પ્રસ્તુત કરતાં હૈયામાં અત્યંત આનંદ ઉભરાય છે.
સૂરતના નવકાર જાપમાં અમને કાગળના અગ્રગણ્ય વેપારી શ્રી કીર્તિભાઇનો પરિચય થયો. આ કીર્તિભાઇએ ગત વર્ષે સૂરતમાં પુર આવ્યા તે પહેલા પોતાના સદ્ગત પિતાશ્રીના આત્મશ્રેયાર્થે પૂ.શ્રી જયંતભાઇ ‘રાહી' ના નવકાર જાપનું આયોજન કર્યું હતું. જેમાં સૂરતના લોકોની ભારે મેદની ઉમટી હતી. શ્રી કીર્તિભાઇના જણાવ્યા પ્રમાણે
સૂરતમાં એ વિનાશકારી પુર આવ્યા અને ઘણી જાન-માલની નૂકસાની થઇ. સૂરતવાસીઓ આ આફતથી અત્યંત ભયભીત બની ગયા હતા. સૂરતમાં શ્રી કીર્તિભાઇનું જે ગોડાઉન છે તેમાં હજારો ટન કાગળો રાખવામાં આવ્યા હતા. જેમાં
પાણી આવી જાધ તો લાખો રૂપિયાની નૂકસાની થાય તેમ હતું. આ આફત સમયે તેમના માતુશ્રીએ કહ્યું કે પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’નું નવકાર જાપ અનુષ્ઠાન હતું તે પ્રસંગનો વાસક્ષેપ આપણી પાસે છે તે તું લઇ શીઘ્ર ગોડાઉનમાં જા અને ત્યાં નવકારનું સ્મરણ કરતાં કરતાં ચારે બાજુ છાંટી હૈં, અને પછી ઘરે આવી બધા જ નવકારની આરાધનામાં લાગી જાવ. આપણું સંકટ અવશ્ય દૂર થશે તેવી મને શ્રદ્ધા છે. શ્રી કીર્તિભાઇએ પોતાના માતુશ્રીની આજ્ઞા મુજબ તે
શ્રીમતી મતિયા ચંદ્રકાંત ગાંગજી ગોસર (કચ્છ સાભરાઇ-તારદેવ)
૧૫૩