SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર છે સૌનો બેલી... 1 પૂ. આચાર્યદેવ શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ યોગક્ષેમ એટલે શું ? જે પ્રાપ્ત નથી થયું તેની પ્રાપ્તિ કરાવે તેને યોગ કહેવાય ! જેમ કે, અમને સદ્ગુરુ અને ધર્મનો યોગ મળ્યો એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ તે યોગ. અને પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરે તે ક્ષેમ !L.I.C.ની ઓફીસમાં તથા તેની ડાયરીમાં `યોગક્ષેમ વામ્યમ્' લખેલ હોય છે. તે કહે છે કે તમારા યોગક્ષેમનું હું વહન કરું છું, વીમો ઉતરાવી દો તો રક્ષા થાય. સંસારમાં એમ કહેવામાં આવે છે કે વીમો ઉતરાવી લો. વીમો ઉતરાવ્યા પછી વાંધો નહિ. પણ તમે અહિં વીમો ઉતરાવી લીધો ? સંસારમાં વીમો ઉતરાવો તો પૈસા તમારા પરિવારને મળે પણ આપણે એવો વીમો ઉતરાવવો છે કે તેની મૂડી ભવાંતરમાં સાથે જ આવે. વીમો ઉતારવાની રીત આ પ્રમાણે છે દા.ત. આ જિંદગીમાં નવ લાખ નવકા૨ ગણવા છે એવી પ્રતિજ્ઞા લીધી. હમેશા પાંચ માળા અખંડ ગણો તો પાંચ વર્ષે પૂરા થાય. માની લો કે કોઇ વ્યક્તિ શુદ્ધ ચિત્તથી એક માળા રોજ કરે તો તે વીમો ૨૫ વર્ષે પાકે અને કદાચ તે વ્યક્તિ ૨૫ વર્ષ ન જીવે તો ય નવલાખ નવકા૨નો લાભ એ જીવ જ્યાં જાય ત્યાં સાથે જાય. નવકારનો એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે. નવકારનું એક પદ પચાસ સાગરોપમના પાપનો નાશ કરે અને પૂર્ણ નવકા૨ પાંચસો સાગરોપમનો નાશ કરે છે. નવકાર મંત્ર એ સર્વ મંત્રમાં શિરોમણિ મંત્ર છે. આપણને આ ગળથૂથીમાં આ મહામૂલો નવકાર મંત્ર મળ્યો છે. જૈન કુળ જન્મ્યાં એટલે જન્મતાં નવકાર સંભળાવ્યો. જૈનશાળામાં એ રહ્યો. યુવાનીમાં એ નવકા૨ જ સાથ અને શક્તિ આપે છે. વૃદ્ધાવસ્થામાં એ વિસામો અને સદ્ગતિનો એ સહારો છે. આવો અલૌકિક અણમોલ આ નવકા૨ મહામંત્ર. એક દિવસ પણ નવકારમંત્રની માળા વિનાનો ન જવો જોઇએ નવકારનું સ્મરણ જે વ્યક્તિ ભાવથી કરે તેના ભવભવના દુ:ખ ટળી જાય. તે નવકારનું સ્મરણ કરનારો નવકા૨માં સ્થાન પામી જાય. નવકારમંત્ર છે સૌનો બેલી, ભવભવનો સંગાથી...એ ભવભવનો સંગાથી... શરણું એનું સાચા દિલે, મન જોડી દો નવકારમાં, બોલો નમો અરિહંતાણં... મંત્રમાં મંત્ર શિરોમણિ, નીત જપીએ નવકાર; ચોદ પૂરવનો સાર છે, મહિમાં અપરંપાર. વિઘ્ન ટળે વંછિત ફળે, ટળે વળી જંજાળ; અગ્નિ પણ જળરૂપ બને, સર્પ બને ફૂલમાળ. જિનશાસનનો સા૨, ૧૪ પૂર્વનો જેમાં છે ઉદ્ધાર, એવો મહામંત્ર શ્રી નવકાર ! એ નમસ્કાર મંત્રની અંદર બીજા પદમાં બિરાજમાન સિદ્ધ ભગવાનને આપણા નમસ્કાર ! લોકના અગ્રભાગે અનંત-અનંત આત્મિક સુખમાં જેઓ સ્થિત થયા છે. જ્યાં પહોંચવાનું સર્વ સાધકોનું ધ્યેય છે. આપણું લક્ષ છે. આપણી જીવનયાત્રા ચાલુ છે. અલ્પવિરામ ક્યાંક આવે છે પણ પૂર્ણવિરામ ક્યાંય આવતું નથી. પૂર્ણવિરામ તો પરમાત્માના પદમા છે અને તે પંચમગતિ વરે ત્યારે જ થાય છે. ભગવાને ક્ષણના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) દ્રવ્યક્ષણ એટલે મનુષ્યનો ભવ (૨) ક્ષેત્રક્ષણ એટલે આર્યક્ષેત્રમાં જન્મ (૩) કાળક્ષણ એટલે ધર્મારાધનાનો સમય એટલે ચાતુર્માસ (૪) ભાવક્ષણ એટલે આત્માની જાગૃતિનો ભાવ...!! પ્રથમ ત્રણ ક્ષણ તો આપણને પ્રાપ્ત થઇ ગઇ છે, હવે બાકી છે જાગૃતિ......!!! એકેક ક્ષણ મહાન કિંમતી છે. ભગવાને ક્ષણની કિંમત બતાવી છે. તે ક્ષણમાંથી બને છે સેકંડ, મિનિટ, કલાક, દિવસ, રાત્રિ, અઠવાડિયું, પખવાડિયું, મહિના, વર્ષો અને યુગો...! ! ! ક્ષણ એટલે સમય. જે સમય ધર્મ પાસે છે એ જ સમય અધર્મી પાસે પણ છે. જે સમય સંસારીને મળે છે તે જ સમય ત્યાગીને પણ મળે છે. સમયને કોઇનો પક્ષપાત હોતો (સ્વ.) મિસરીમલજી જવાજી દોશી (ભીનમાલ/રાજસ્થાન) હસ્તે : શ્રી માંગીલાલજી મિસરીમલજી દોશી ૧૧૧
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy