________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર્યાદિત છે ભવિષ્યમાં વળી પાછા ક્યારેક તમારી પાસે આવીશ અને વાત કરીશ.
અત્યારે તે તમને એટલા જ આશીર્વાદ આપું છું કે તમે આજે રક્ષાબંધન નિમિત્તે સાંપડતા બહેનોના નિર્મળ પ્રેમને સ્વીકારજે. ને હૃદયમાં પણ સૌ પ્રત્યેનો પ્રેમ પેદા કરજે.
પ્રેમ જ પ્રભુ પાસે પહોંચવાનું એક માત્ર દ્વાર છે. “પ્રેમગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. આ પ્રેમગલી દ્વારા આપણે પ્રભુ પાસે પહોંચવાનું છે અને એ માધ્યમ જ આજે આપને આપવામાં આવી રહ્યું છે.
તમે પણ પ્રેમના માધ્યમ દ્વારા જીવનની શુદ્ધતા મેળવો, જીવનને મંદિર જેવું પવિત્ર બનાવો અને તમારી વાણુને એવી સુંદર બનાવે કે તેને સાંભળનારે પ્રેમના બંધનમાં બંધાઈ જાય.
આ રીતે તમે તમારા જીવનને ઉત્તમ બનાવો અને સંકલ્પ કરો કે અહી ભલે અપરાધી બનીને આવ્યા પરંતુ હવે મારે શાહુકાર–સજજન બનીને બહાર જવું છે,
૧૭
www.kobatirth.org
For Private And Personal Use Only