________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકડ જમાવે છે, કારણકે તેવા સદભામાં કરણને સાગર ઉમટતે હોય છે.
આજે તે ઈસાન ઈન્સાનથી દૂર ભાગે છે. માનવ માનવ પર વિશ્વાસ રાખતા નથી, પિતાને પોતાના પર પ્રેમ નથી, તે પછી બીજા આપણા પ્રતિ કેવી રીતે પ્રેમ વરસાવી શકે?
આત્મા સુખ, શાંતિ ને આનંદ ઈચ્છે છે, આપણે દરેકને મિત્ર બનાવવા છે મિત્તી કે સન્નમૂહ ! કેઈને શત્રુ બનાવવા નથી. વેર મેક્સે ન ર ! આ શુભ ભાવના અખંડિત રાખવાની છે. પાણી, હવા, ધરતી, આકાશ બધા એક છે, તે આપણે આપણું વિચારને અનેક કેવી રીતે કરી શકીએ? ટુકડે ટુકડા કેવી રીતે બનાવી શકીએ?
માનવે માનવનું કલ્યાણ કરવાનું છે. સહુની સાથે સહકાર, સહયોગ, સંપ ને સૌજન્ય સાધવાના છે. આપણે કાતર ન બનતા નાનકડી સેય બનવાનું છે. અનેકના દિલ પર કરુણાના વહેણ વહાવવાના છે. જે કરુણુ વહેવડાવે છે, અનેકને સાધે છે, તે સેયને દરજી માથા પર રાખે છે. અનેકને કાતરથી કાપે છે, વિખૂટા પાડે છે, તે કાતરને દરજી પગ નીચે રાખે છે.
આજે આપણે એ નિયમ ધારવાને છે કે જ્યાં હું ઉં, ત્યાં પ્રેમની-કરુણાની ગંગા વહાવું.
For Private And Personal Use Only