________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
ઈદ્રિયેનો સ્વભાવ અને આત્માને સ્વભાવ જુદો છે. માનવજીવન આ બન્ને વચ્ચે મિશ્રિત થઈ ગયું છે. તેમાં ઇટ્રિયેને માર્ગ પ્રેય છે, પણ શ્રેયઃ નથી. બાળકને પીપરમીન્ટ, આઈસ્ક્રીમ, બરફના ગોળા ભાવે છે, તે લેવા માટે રડે છે, પરંતુ તેના શ્રેયઃ ખાતર માતા તેને તે અપાવતી નથી. બાળક જે અજ્ઞાની જીવ ઈન્દ્રિયે પાછળ ભમી રહ્યો છે, ઈન્દ્રિયોને પ્રેયઃ માર્ગ છોડાવવા જ્ઞાની ભગવતે ઉપદેશ કરીને તેને શ્રેયઃ માર્ગે વાળે છે.
જ્ઞાનીની વાત સમજાશે તે આત્માને માર્ગ કયે તે પણ સમજાશે. તે માટે યેગ, એકાગ્રતા અને ધ્યાનની પ્રક્રિયા આવશ્યક છે. એગ વખતે જે ચિત્તની એકાગ્રતા જોઈએ, તે મનમાં રહેલ કોઈ વિચારથી નથી આવતી. રસ્તે જતાં જોયેલ સિનેમા પિસ્ટરથી જે લાલસા જાગે, તે નીકળી જાય, ત્યાં સુધી એકાગ્રતા આવે નહીં. જોવામાં ખાવામાં, બેલવામાં કે ચાલવામાં આસક્તિ ન જોઈએ. સાધુ ખાય છે, પણ આસક્તિ વગર ખાય છે. માણસે ક્યાં ન ખાવાનું ખાય છે, ન બોલવાનું બેલે છે, બેલવું જોઈએ તે કરતાં વધુ બોલે છે, ત્યારે સમજવું કે તેણે માનસિક સમતુલા ગુમાવી છે. કેઈનું ભલું થતું હોય તે બેલવા જેવું છે. શરીરને ટકાવવા માટે ખાવું પડે છે. “ખાવું પડે છે, માટે સાધુ ખાય છે, ખાવું છે માટે તે ખાવાનું નથી.”
For Private And Personal Use Only