________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણું
વગર આંધી આવતી નથી, ગરીબીમાં જ ધર્મ ઉદયમાં આવે છે. ધનથી વિવેકને દીપક બૂઝાઈ જાય છે. ધન ને કામ સંસારના માર્ગમાં આત્માને અટવી મૂકે છે. ધર્મ આત્માને મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે છે. સંસારને માર્ગ પ્રેયમાર્ગ છે. મોક્ષ માર્ગ શ્રેયમાર્ગ છે. પ્રેયમાર્ગે જવાથી ભવભ્રમણ અનંતગણું બને છે. શ્રેયમાર્ગે જવાથી ભવભ્રમણને અંત આવી જાય છે. તે ચાર પુરુષાર્થમાંથી ધર્મને સહારે લઈ ધન અને કામને સદુપયેાગ કરી મેક્ષ પ્રાપ્તિ કરવી.
ધર્મ અને મોક્ષના ભવ્ય કિનારા વચ્ચે ધસમસી રહેલા અર્થ અને કામના પ્રવાહને નાથવા મુશ્કેલ છે એવું તે નથી જ. પરંતુ અર્થકામ પિતાને વળાંક બદલે તે ગમે તેવાના ભૂક્કા બોલાવી દે. તેમને જિતવા એટલે તેમના પ્રત્યેની આંતરિક અરુચિ થવી તે, તેમનું અસ્તિત્વ હોવા છતાં તેઓ હાથ જોડેલ સેવક જેવાં હોય. ધનની મૂછ ઉતારવી મુશ્કેલ હોવા છતાં ગુરુજનેના શ્રેયસાધક ઉપદેશથી, સાત્વિક શુદ્ધ પાણીથી ધનને સદુપયોગ સુગમાં (સુપાત્રદાનમાં) થાય. પરંતુ કામ ઉપર આંતરિક અરુચિ થવી અતિ દુષ્કર છે. વર્ષો સુધી શાંત રહેલ, નિમ્નસમ થયેલ કામ કયારે વિરાટ સ્વરૂપ લે તેની ખબર કોને છે? એકાંત અગોચર અંધકારમય ગુફામાં ઉગ્ર તપશ્ચર્યા કરી રહેલા રહનેમિએ સાધનાપથે અદ્ભુત પ્રગતિ સાધી હતી. પરંતુ
For Private And Personal Use Only