________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
કુમારપાળને એકવાર વિચાર આવે છે કે પ્રજાને ત્રાણુમુક્ત કરું ને બધાને શાસનરસિયા બનાવું તેથી તે દેવેન્દ્ર સૂરિજી મહારાજ સાહેબને વિનંતિ કરે છે કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે. મને આ બધાને સોનું આપી સુખી કરૂં.
દેવેન્દ્રસૂરિ કહે છે કે તેનાથી દુઃખમાંથી મુક્ત થવાતું હેત તે તીર્થકર ભગવાન ઉપદેશ ન આપત. સોનું જ વહેંચત. સંસારનાં દુઃખ સોનાથી દૂર થાય, પણ ભવનાં દુઃખ એનાથી દૂર થતાં નથી. તે તિમિર દૂર કરવા માટે આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે.
સાનાથી સુખ મળે એ ભ્રમણ છે, જ્યાં સુધી કર્મથી મુક્ત ન થવાય ત્યાં સુધી જે દુઃખી છે. જગતમાં એવું નિર્મળ જીવન જીવે કે જેથી તનથી, મનથી કે આચરણથી કેઈ જવને નુકશાન ન થાય.
સદાચાર એ સુવર્ણ સિદ્ધિ છે. તનને સદાચાર, મનને સદાચાર અને ધનને સદાચાર સુવર્ણસિદ્ધિ કરતાં વધુ મહત્તા ધરાવે છે.
તનને સદાચાર એટલે અભક્ષ્ય આહારને ત્યાગ, વ્યવહાર શુદ્ધિ અને પરોપકારીજીવન. મનનો સદાચાર એટલે પ્રભુમાં, વાંચનમાં, વ્યાખ્યાનમાં, ગુરુભક્તિમાં, શાસ્ત્ર અધ્યયનમાં અને સતકાર્યમાં મનને જેવું તેમ જ આ ધ્યાન ન થાય તેવી રીતે મનને કેળવવું તે. ધનને સદાચાર એટલે સાતક્ષેત્રમાં અને પોપકારમાં દ્રવ્યને સદ્વ્યય તે.
૩૧
For Private And Personal Use Only