________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા હે આત્મન ! તારે જે બનવું હોય તે તું બની શકે છે, જીવનને સુંદર બનાવવું છે, તે તેને જ્ઞાનમય બનાવે. અરે! મોટી ઉંમરે પણ સ્વાધ્યાય, અભ્યાસ થઈ શકે છે, આ માટે સંકલ્પ કરવાને છે, સંકલ્પથી આગળ વધી શકાય છે. રસ્તામાં આવતા વિકલ્પ દૂર થાય છે, મુસીબત–મૂંઝવણ ટળી જાય છે. આ માટે મેહનું આવરણ દૂર કરવાનું છે, તેથી અજ્ઞાનતાનું પડ નાશ પામશે.
જીવનમાં પહેલી જરૂર જ્ઞાન દષ્ટિની છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ કે ધર્મની કોઈ પણ ક્રિયા પાછળ દષ્ટિની જરૂર છે. જ્યાં દૃષ્ટિ છે, ત્યાં ધર્મ છે, ત્યાં જ્ઞાન છે, ત્યાં સમ્યફત્વ છે; માટે જ્ઞાન તથા કિયા અને સાથે હોય તે મિક્ષમાર્ગ સરળ ને સહજ બને છે. સમજણ વિનાની ક્રિયા માણસને અભિમાની બનાવે છે. જ્ઞાન વગર કિયા શુષ્ક નીરસ બને છે.
આપણે આંખને દષ્ટિ માની છે, જ્ઞાનીઓએ જ્ઞાનને આંખ માની છે. દિવ્યચક્ષુ અને અંતરચક્ષુ ઊઘડી જાય તે બેડે પાર થઈ જાય. તેથી સાચું સુખ મેળવવા જ્ઞાન દષ્ટિની આવશ્યકતા છે.
For Private And Personal Use Only