________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪ પ્રાર્થના
એક વખત ભયંકર દુકાળ પડ્યો. તેથી ગામના લોકો પ્રાર્થના કરવા ભેગા થયા. એક વણિક પ્રાર્થનામાં નહીં આવવાથી બધા લકે તેને પ્રાર્થનામાં આવવા બોલાવે છે, પણ પેલે વણિક પ્રાર્થનામાં જવાની ના પાડે છે, કારણકે ગામના બધા લોકોમાં દેખાવને ધર્મ છે, પણ હદયનો ધર્મ નથી. તેથી ખોટા માણસની પ્રાર્થના ભગવાન સાંભળતો નથી.
ગામના લોકો ઘણી પ્રાર્થના કરે છે, છતાંય જરા પણ વરસાદ આવતો નથી. દુકાળ વધતો ગયે અને ભગવાને પ્રાર્થના સાંભળી નહીં. પછી પેલે વણિક હાથમાં ત્રાજવા લઈને ભગવાનને પ્રાર્થના કરે છે: “ત્રાજવાને મેં દેવ ગણ્યા હોય, આ ત્રાજવાથી કોઈને દુઃખી કર્યા ન હોય અને આ ત્રાજવાથી લોકોનાં દુઃખ દૂર કર્યા હોય તે વરસાદ પડશે અને દુકાળ જ રહેશે.” આ પ્રાર્થના થતાં જ મુશળધાર વરસાદ પડ્યો. હુદયમાં ધર્મ ઉતારવાને છે, દેખાવ માટે ધર્મ નથી. ધર્મમય જીવનવાળાની પ્રાર્થનામાં સાત્વિકતા છે, ને તેથી તેઓ પ્રકૃતિના ત પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only