________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીણેલાં મોતી વાણી અને વર્તનનું ઊગમ-સ્થાન છે વિચાર. જેવા વિચાર એવી જ વાણી અને એવું જ વર્તન.
નઠારા વિચાર નઠારાં વાણી-વર્તનને જન્મ આપે, સારા વિચાર સારી વાણી અને સારા વર્તનરૂપે પ્રગટ થાય.
જેવું બીજ એવું જ ફળ, એવી જ સાદી સમજની આ વાત છે. એટલે વિચારની કેળવણી એ ખરી રીતે જીવનની કેળવણું જ બની રહે છે.
ચિત્તને રઝળતું મૂકીએ અને જીવન વ્યવસ્થિત અને ઉન્નત બને એ તો આકાશકુસુમની જેમ, ન બનવા જેવી વાત છે. એટલા માટે તે બધા ધર્મોએ મનની માવજત ઉપર જ ઘણે ભાર આપ્યો છે. મન સુધર્યું એનું જીવન સુધર્યું; મન બગડયું એને જન્મારે બગડયો.. ' વળી, વિચાર એ જેમ ચિત્તને બિરાક છે, તેમ વિચાર એ ચિત્તની નીપજ પણ છે. એટલે જ ચિત્ત જેવા સારા-ખોટા વિચારોને જન્મ આપે એ પ્રમાણે જ માનવીને નાચતા રહેવું પડે છે જાણે એ ચિત્તને દાસ જ ન હોય!
ચિત્ત તરફની આવી પરાધીનતાને અંત લાવવાનો એક માત્ર ઉપાય ધર્મપુરુષાર્થના બળે એના ઉપર નિયંત્રણ મૂકીને એને પિતાના કાબૂમાં લઈ લવું એ જ છે. જે ચિત્ત ઉપર વિજય મેળવે છે એને માટે આત્મવિજ્યને સર્વમંગલકારી માર્ગ મોકળો થઈ જાય છે.
ચિત્તને કાબૂમાં લાવવાના મુખ્ય ઉપાયો છે. પવિત્ર ધર્મવાણીનું શ્રવણુ, ધર્મગ્રંથો અને ઉત્તમ કોટિનાં પુરતાનું મનનપૂર્વક વાચન
For Private And Personal Use Only