________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ અંતરેચ્છા
માતાપિતાએ પુત્રની સદ્ગતિ જ ઇચ્છવી જોઈએ, અને ખાવા પીવામાં અને શિક્ષણમાં માબાપે દીકરાની આત્મોન્નતિનો ખ્યાલ રાખવો જોઈએ. એક માતા પોતાના લાડકાને હાલરડું સંભળાવે છે: “હે પુત્ર! તું શુદ્ધ, બુદ્ધ છે, નિરંજન, નિરાકાર છે, અજર, અમર છે. સંસારનો ત્યાગ કરી આત્માને અમર બનાવ. તારે આ જન્મમાં સિદ્ધિઓને બહાર લાવવાની છે, જ્ઞાનના ખજાનાને બહાર લાવવાને છે, તને દુનિયાને કઈ રંગ લાગવાનો નથી. તારો રંગ વેત છે, જેજે, સંસારની મોહમાયામાં ફસાઈ જતા ! સંસાર સ્વપ્નવત છે. આંખ મીંચાતાં કંઈ નથી.”
સાધના દ્વારા અંતરનું વલેણું કરી આત્મશુદ્ધિ કરવાની છે. આત્મશુદ્ધિ વિનાની કિયા તે દંભ છે, પ્રદર્શન છે.
For Private And Personal Use Only