________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ સમ્યક્ત્વ
:
સમ્યક આવે ત્યારે વિકાસનું બીજ વવાઈ જાય છે. મોક્ષ મેળવવાના સાધન સમ્યકજ્ઞાન, સમ્યક્રર્શન અને સમ્યારિત્ર છે. સમ્યક દર્શનથી મોક્ષનું બીજ પ્રગટે છે.
જેમ તંદુરસ્ત માણસને ભૂખ લાગે છે, તેમ જેનું મન તંદુરસ્ત હોય તેને સમ્યક્દર્શન પ્રગટે છે. મનના રેગી કદી સમ્યક્રર્શનને પાપ્ત કરી શકતા નથી. ભવ્ય આત્મા સમ્યકદર્શનના અધિકારી બની શકે છે. જેમની ભવિતવ્યતા પાકી હોય તે જલદી સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉચ્ચ ધમીને કે પરમાત્માની મૂતિને જોતાં સમ્યકત્વ પ્રગટે છે. એકમાં ચેતન કામ કરે છે, બીજામાં જડ કામ કરે છે.
આગમ, ઉપદેશ, મૂતિ, સુવાક્યો વગેરે સમ્યકત્વ પ્રાપ્ત કરવાનાં અવલંબને છે.
વ
For Private And Personal Use Only